ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત- WHO સાથે અમેરિકાએ તોડ્યા બધા સંબંધ, ગણાવ્યું ચીનની 'કઠપુતળી'

 અમેરિકા એક વર્ષમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને આશરે 450 મિલિયન ડોલરનું અનુદાન આપે છે. WHOને સુધારને લઈને જે ભલામણ કરવામાં આવી તેને લાગૂ કરવામાં આવી નથી. તેથી અમેરિકા WHO સાથે પોતાનો સંબંધ તોડી રહ્યું છે. 

Updated By: May 30, 2020, 07:21 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત- WHO સાથે અમેરિકાએ તોડ્યા બધા સંબંધ, ગણાવ્યું ચીનની 'કઠપુતળી'

વોશિંગટનઃ કોરોના મહામારીથી સૌથી વધુ ત્રસ્ટ અમરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)માંથી હટવાની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, WHO સંપૂર્ણ રીતે ચીનના નિયંત્રણમાં છે. WHO પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવામાં નિષ્ફળ રહ્યું અને અમેરિકા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે પોતાના સંબંધો સમાપ્ત કરશે. 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, ચીન WHOને એક વર્ષમાં 40 મિલિયન ડોલર આપવા છતાં પોતાના નિયંત્રણમાં રાખે છે, જ્યારે અમેરિકા એક વર્ષમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને આશરે 450 મિલિયન ડોલરનું અનુદાન આપે છે. WHOને સુધારને લઈને જે ભલામણ કરવામાં આવી તેને લાગૂ કરવામાં આવી નથી. તેથી અમેરિકા WHO સાથે પોતાનો સંબંધ તોડી રહ્યું છે. 

અમેરિકાના નિશાના પર હતું WHO
થોડા દિવસ પહેલા અમેરિકાએ WHO આપવામાં આવતી સહાયતા રાશિ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, અમેરિકાના રાષ્ટ્રપતિએ WHO પર કોરોના વાયરસને ઓળખવામાં નિષ્ફળ થવાનો આરોપ લગાવ્યો હતો અને ચીનનો સાથ આપવાને લઈને ટીકા કરી હતી.

સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે WHO ડાયરેક્ટરને એક પત્ર લખ્યો, જેમાં તેમણે 30 દિવસની અંદર સંગઠનમાં મોટા ફેરફાર કરવાનું કહ્યું હતું. બાકી અમેરિકા પોતાના દાનને હંમેશા માટે બંધ કરી દેશે અને સંગઠનથી અલગ થવા પર વિચાર કરી શકે છે. 

અમેરિકા તરફથી સતત તે આરોપ લગાવવામાં આવ્યો છે કે WHOએ વાયરસના મામલામાં ઘોર બેદરકારી દાખવી છે અને સંપૂર્ણ રીતે ચીનનો પક્ષ લીધો, આ કારણે દુનિયાએ પરિણામ ભોગવવું પડી રહ્યું છે. 

અત્યાર સુધી 58 લાખથી વધુ લોકો પીડિત
કોરોના મહામારીએ વિશ્વમાં તબાહી મચાવી છે અને 188 દેશોમાં ફેલાયો છે. આ મહામારીથી અત્યાર સુધી  5,878,701 સંક્રમિત થયા છે, જેમાં  362,769 લોકોના મૃત્યુ થયા છે. તેનાથી સૌથી વધુ ત્રસ્ટ અમેરિકા રહ્યું જ્યાં પર  1,735,971  મામલામાંથી 102,323 લોકોના મૃત્યુ થયા છે. એક લાખથી વધુ લોકોના મૃત્યુ બાદ પણ અમેરિકામાં કોરોના વાયરસનો કેર યથાવત છે.

માત્ર અમેરિકા નહીં પરંતુ અન્ય દેશમાં પણ તેનાથી મુશ્કેલી છે. ભારત સહિત 12 દેશોમાં આ મહામારી 1 લાખના આંકડાને પાર કરી ચુકી છે. સાથે સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર