અમદાવાદ સિવિલ ખાતે કોરોના ગ્રસ્ત 2 વર્ષના બાળકની સફળ સર્જરી, લીવરમાંથી દૂર કરાયું પરૂ

સિવિલની ડેડિકેટેડ 1200 બેડની હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આજે 2 વર્ષનું કોરોનાગ્રસ્ત બાળક જેને લીવર માં 100 મી.લી. જેટલું પરુ જામી ગયું હતું તેની સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવ્યુ હતુ.

Updated By: May 30, 2020, 12:06 AM IST
અમદાવાદ સિવિલ ખાતે કોરોના ગ્રસ્ત 2 વર્ષના બાળકની સફળ સર્જરી, લીવરમાંથી દૂર કરાયું પરૂ

અતુલ તિવારી, અમદાવાદ: સિવિલની ડેડિકેટેડ 1200 બેડની હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આજે 2 વર્ષનું કોરોનાગ્રસ્ત બાળક જેને લીવર માં 100 મી.લી. જેટલું પરુ જામી ગયું હતું તેની સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવ્યુ હતુ.

નવજાત બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે લીવરમાં ઇન્ફેક્શન થતા પરુ થવાની શક્યતા રહેલી હોય છે. ઉમ્મેદને લીવરમાં પરૂ જામી ગયું હોવાના કારણે વારંવાર તાવ આવતો હતો જે કારણોસર તેને અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:- માત્ર સત્તર દિવસના નવજાત શિશુએ કોરોના સામે જતી જંગ

ઉમ્મેદને આ દરમિયાન કોરોના થયો હોવાથી અન્ય હોસ્પિટલમાંથી સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. 1200 બેડના બાળ વિભાગના ડૉ. જોલી વૈષ્ણવ કહે છે કે બાળક વારંવાર તાવની તકલીફ, શરીરમાં ચાંદા પડ્યાની તકલીફ સાથે સિવિલમાં આવ્યુ હતુ. સોનોગ્રાફી કરતા લીવરમાં પરૂ હોવાનું જણાઈ આવ્યુ હતુ. બાળક કોરોનાગ્રસ્ત હોવાના કારણે 1200 બેડમાં દાખલ કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો:- Coronavirus: રાજ્યમાં કોરોનાના 372 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં બમણા દર્દીઓ થયા સાજા

2 વર્ષના ઉમ્મેદના લીવરમાંથી પરૂ કાઢવાની શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી પરંતુ ઈન્ફેક્શન વધારે હોવાથી આ ઓપરેશન જટિલ બની રહ્યુ હતુ. અમારા તબીબી નિષ્ણાંતો દ્વારા બાળકના શરીરને કોઈ પણ પ્રકારનું નુકશાન ન પહોંચે તે પ્રકારે  શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી. ડૉ. ચારુલ મહેતા કે જેઓએ ઉમ્મેદની  સફળ સર્જરી બાદ એન. આઈ. સી. યુ. માં સારસંભાળ રાખી હતી. બાળકને એન્ટીબાયોટિક તેમજ અન્ય મલ્ટીવિટામીનનો સારવારમાં ટેકો આપી ખૂબ જ ઝડપથી સાજા કર્યુ હતુ.

આ પણ વાંચો:- Coronavirus: સુરતમાં 45 કોરોના પોઝિટિવ કેસ, વલસાડમાં 2 કેસ નોંધાયા

ઉમ્મેદના માતા અસ્મતીખાતૂન લાગણીસભર થઈ કહે છે કે સિવીલ હોસ્પિટલમાં મારી બાળકની અત્યંત ગંભીર સ્વાસ્થય તકલીફનો સરળતાથી નિદાન કરવામાં આવતા હું હાલ હાશકારો અનુભવી રહી છુ. તેઓ ઉમેરે છે કે હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવારની સાથે સાથે પૌષ્ટિક આહાર અને નિયમિત દૂધ આપીને સરસ સારસંભાળ રાખવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube