Supreme Court નો આદેશ- ગત વર્ષે Parole પર ગયેલાં કેદીઓને આપી 90 દિવસની ફરલો

હાલ જીવલેણ કરોના સમગ્ર દેશમાં કાળોકહેર વર્તાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ સ્થિતિની વચ્ચે કેદીઓ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. 

Supreme Court નો આદેશ- ગત વર્ષે Parole પર ગયેલાં કેદીઓને આપી 90 દિવસની ફરલો

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે (SC) કોવિડ-19 ના કેસોમાં સતત થઈ રહેલાં વધારાને કારણે કેદીઓ માટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે એ કેદીઓને છોડવા માટે કહ્યું છે જેમના જામીન ગત વર્ષે માર્ચમાં મંજૂર થઈ ગયા હતા. આવું કરવા પાછળનો કોર્ટનો હેતુ જેલોમાં કેદીઓની સંખ્યા ઓછી કરવાનો છે.

90 દિવસની ફરલો આપોઃ
સુપ્રીમ કોર્ટે એવો નિર્દેશ આપ્યો છેકે, જે કેદીઓને ગત વર્ષે પૈરોલ પર છોડવામાં આવ્યાં હતાં, તે કેદીઓને ફરી 90 દિવસની ફરલો (રજા) આપવામાં આવે. આ નિર્ણયથી વૈશ્નિક મહામારી સામેનો જંગ લડવામાં મદદ મળશે.આ ઉપરાંત કોર્ટે એવા પણ નિર્દેશ આપ્યાં છેકે, હાલની સ્થિતિને જોતા અધિકારીઓ એવા કેસમાં વિચાર-વિમર્સ કર્યા વિના કોઈની ધરપકડ ન કરે, જેમાં 7 વર્ષ સુધીની કારાવાસની સજા થઈ શકે છે. આનાથી નાની કલમ અને સજાને પાત્ર થતાં હોય તેવા કેસમાં ધરપકડ ન કરવી. 

જણાવી દઈએકે, કોર્ટ અને સરકાર સતત કોરોનાના વધતા જતાં સંક્રમણના મામલામાં વિશેષ ધ્યાન આપી રહી છે. એવા કેદીઓને છોડવાનો પણ વિચાર થઈ રહ્યો છે જેમણે કોઈ ગંભીર ગુનો ન કર્યો હતો. જેથી જેલોમાં કેદીઓની સંખ્યા ઓછી કરી શકાય અને સોશલ ડિસ્ટન્સની ગાઈડલાઈનનું પાલન પણ થઈ શકે. જેથી કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવી શકાય. ઉલ્લેખનીય છેકે, કોરોનાની પહેલી લહેરમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની જેલોમાં બંધ સંખ્યાબંધ કેદીઓ પણ સંક્રમિત થયા હતાં. જોકે, એ વખત કરતા અત્યાર સ્થિતિ વધારે ગંભીર છે.

દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. દેશના વિવિધ રાજ્યોમાં મહંદઅંશે લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે છે. જોકે, ધંધા-રોજગારને ફરી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમાંથી હવે દેશવાસીઓને કેવી રીતે સુરક્ષિત બચાવી લેવા સરકાર અને કોર્ટ એ જ મુદ્દાનો વિચાર કરીને નિર્ણય લઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news