વિવાદિત પ્રેસ કોન્ફરન્સ પર સુપ્રીમના નિવૃત્ત થયેલા જજ કુરિયન જોસેફે આપ્યું મોટું નિવેદન

સુપ્રીમ કોર્ટના રિટાયર થયેલા જજ કુરિયન જોસેફે કહ્યું કે તેમણે 12 જાન્યુઆરીના રોજ સૌથી વિવાદાસ્પદ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના બે અન્ય જજો સાથે મળીને એટલા માટે ભાગ લીધો.

વિવાદિત પ્રેસ કોન્ફરન્સ પર સુપ્રીમના નિવૃત્ત થયેલા જજ કુરિયન જોસેફે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના રિટાયર થયેલા જજ કુરિયન જોસેફે કહ્યું કે તેમણે 12 જાન્યુઆરીના રોજ સૌથી વિવાદાસ્પદ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના બે અન્ય જજો સાથે મળીને એટલા માટે ભાગ લીધો કારણ કે તેમને લાગ્યું કે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને કોઈ બહારથી કંટ્રોલ કરી રહ્યું હતું. આ સાથે જ અન્ય જજોને તેમને કેસ ફાળવવાની રીતો ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે એમ પણ કહ્યું કે એવું લાગે છે કે તત્કાલિન સીજેઆઈ દીપક મિશ્રા સુપ્રીમ કોર્ટના જજોને રાજકીય પક્ષપાત રાખી કેસ ફાળવતા હતાં. ઈન્ટરવ્યુમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કુરિયન જોસેફે 12મી જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના અન્ય 3 જજો જસ્ટિસ જે ચેલમેશ્વર, રંજન ગોગોઈ, અને મદન બી લોકુર સાથે મળીને કરેલી પ્રેસ કોન્ફરન્સ પર ઊંડાણપૂર્વક વાત કરી. તેમને પૂછવામાં આવ્યું કે જસ્ટિસ દીપક મિશ્રાના સીજેઆઈ સંભાળવાના માત્ર ચાર મહિનાની અંદર એવું શું ખોટું થયું. જેના પર જોસેફે  કહ્યું કે સુપ્રીમ કોર્ટના કામકાજને બહારથી પ્રભાવિત કરવાની અનેક ઘટનાઓ થઈ. આ બધી ઘટનાઓ જજોને પેનલને ફાળવવામાં આવી રહેલા કેસો અને સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટમાં જજોની નિયુક્તિ સંબંધિત હતી. 

જોસેફે કહ્યું કે 'અમને લોકોને એવું લાગી રહ્યું હતું કે કોઈ બહારથી તત્કાલિન સીજેઆઈ દીપક મિશ્રાને કંટ્રોલ કરી રહ્યા છે. આજ  કારણસર અમે તેમને મળ્યાં. તેમને કહ્યું અને તેમને લખ્યું કે સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા અને મહત્વને જાળવી રાખવામાં આવે. ત્યારબાદ જ્યારે અમારી બધી કોશિશો નિષ્ફળ ગઈ તો અમે પ્રેસ કોન્ફરન્સ કરવાનો નિર્ણય લીધો.'

અત્રે જણાવવાનું કે આ અગાઉ રિટાયરમેન્ટના એક દિવસ બાદ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કુરિયન જોસેફે શુક્રવારે કહ્યું હતું કે તેમને 12 જાન્યુઆરીના રોજ 4 જજો તરફથી કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સને લઈને કોઈ  પસ્તાવો નથી. તેમણે તથા 3 અન્ય જજોએ સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસના કામકાજને લઈને વિભિન્ન મુદ્દાઓ ઉઠાવ્યાં હતાં. પૂર્વ જજે કહ્યું કે ચીજો હવે બદલાઈ રહી છે. 

જસ્ટિસ જોસેફે કહ્યું કે સુપ્રીમ કોર્ટની વ્યવસ્થાઓ અને પરંપરાઓમાં ફેરફાર આવવામાં સમય લાગશે કારણ કે લાંબા સમયથી તે બધુ થતું રહ્યું છે. જોસેફે હવે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જજ એમ બી લોકુર અને પૂર્વ જજ જે ચેલમેશ્વરની સાથે મળીને એક પ્રેસ કોન્ફન્સ કરી હતી જેમાં સુપ્રીમ કોર્ટના કેસોની થતી ફાળવણી સહિત અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યાં હતાં. 

તેમણે કહ્યું કે કોઈ જજ દ્વારા ન્યાયિક શક્તિઓના ઉપયોગ પર કોઈ રાજકીય દબાણ હોતું નથી. તેમણે કહ્યું કે જે રીતે નિયુક્તિઓમાં 'વાર લગાડવામાં આવી રહી છે કે તેને રોકવામાં આવી રહી છે', તે એક પ્રકારે ન્યાયમાં 'હસ્તક્ષે'પ છે. 

તેમને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તેમણે 12 જાન્યુઆરીના રોજ પત્રકાર  પરિષદમાં ભાગ લેવા પર પસ્તાવો છે કે નહીં તો તેમણે જવાબ આપ્યો કે તમે આ કેવા વિચિત્ર સવાલો પૂછી રહ્યાં છો? મેં જે કઈ કર્યું તેનો મને કોઈ પસ્તાવો નથી. મેં ખુબ સમજી વિચારીને એક ઉદ્દેશ્યથી આમ કર્યું, એક એવો ઉદ્દેશ્ય કે જેના માટે કોઈ રસ્તો બચ્યો નહતો. જ્યારે અમે આમ કર્યું ત્યારે આ જ સ્થિતિ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news