પત્રકાર મોહમ્મદ ઝુબૈરને મળી વચગાળાની રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

સર્વોચ્ચ કોર્ટે ઝુબૈર વિરુદ્ધ નોંધાયેલી 5 એફઆઈઆરમાં વચગાળાનો પ્રોટેક્ટિવ ઓર્ડર જારી કર્યો છે. સાથે કહ્યું કે જ્યાં સુધી બુધવારે આ મામલાની સુનાવણી ન થાય, તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. 

પત્રકાર મોહમ્મદ ઝુબૈરને મળી વચગાળાની રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

નવી દિલ્હીઃ ઓલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈર દ્વારા અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજીમાં તેણે ઉત્તર પ્રદેશમાં તમામ છ એફઆઈઆરને રદ્દ કરવાની, તેને વચગાળાના જામીન આપવાની માંગ કરી અને એચઆઈટીની રચનાને પડકારી હતી. સુપ્રીમ કોર્ટે 20 જુલાઈએ ઓલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈરની અરજીને સુનાવણી માટે પોસ્ટ કરી છે. 

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ વચ્ચે ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી તમામ એફઆઈઆરમાં ઝુબૈર વિરુદ્ધ કોઈ પ્રારંભિક કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે અમે વચગાળાના જામીનનો મુદ્દો બુધવારે સાંભળીશું. આ વચ્ચે સુપ્રીમે કહ્યું કે કોર્ટ ઉતાવળમાં કોઈ આદેશ ન આપે. અરજીકર્તાને દિલ્હીની કોર્ટથી 15 જુલાઈએ નિયમિત જામીન મળ્યા છે. બાકીમાં પણ વચગાળાના જામીન માંગવામાં આવ્યા છે. સોલિસીટર જનરલ બુધવારે મામલામાં રજૂ થાય અને કોર્ટની સહાયતા કરે. 

ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી
સુપ્રીમ કોર્ટે ઝુબૈરની અરજી પર ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. જેમાં ઝુબૈરને વચગાળાના જામીન સહિત ઉત્તર પ્રદેશમાં તેના વિરુદ્ધ નોંધાયેલી તમામ છ એફઆઈઆરને રદ્દ કરવાની માંગ કરી છે અને એસઆઈટીની રચનાને પણ પડકારી છે. 

કોર્ટમાં શું બોલ્યા ઝુબૈરના વકીલ?
કોર્ટમાં સુનાવણી દરમિયાન મોહમ્મદ ઝુબૈરના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે લોકો ઇનામ મેળવવા માટે એફઆઈઆર દાખલ કરાવી રહ્યાં છુ. ઝુબૈરને ધમકી આપવામાં આવી રહી છે. 5 જિલ્લામાં કુલ 6 એફઆઈઆર દાખલ છે. એક મામલાની સુનાવણી પૂરી થાય તો બીજા કેસમાં કસ્ટડીમાં લેવામાં આવે છે. તેના પર સોલિસીટર જનરલે કહ્યું કે આજની સુનાવણીની જરૂર નથી, કાલે સાંભળો. આજે હાથરસ કોર્ટમાં સુનાવણી છે. જો સુપ્રીમ કોર્ટ ઠીક સમજે તો તેને બદલી શકાય છે. 

જજે કહી આ વાત
ત્યારબાદ જજે મોહમ્મદ ઝુબૈરના વકીલને પૂછ્યું કે તમે શું ઈચ્છો છો? તેના પર વૃંદા ગ્રોવરે કહ્યું કે હું ઈચ્છુ છું કે તમામ કેસમાં વચગાળાના જામીન આપવામાં આવે. તેના પર જજે કહ્યું કે, આજે મામલો બોર્ડ પર નથી. માત્ર અમારી વિનંતી પર બીજા મામલામાં કોર્ટમાં હાજર સોલિસીટર જનરલ સહયોગ કરી રહ્યાં છે. અમે નોટિસ જારી કરીએ છીએ, કાલે કે બુધવારે સુનાવણી કરી લેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news