ધોરણ-12ની પરીક્ષા પર CBSE-ICSE ની નીતિને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી, ફિઝિકલ પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ કોલેજમાં લઈ શકાશે એડમિશન

આ વખતે કોરોનાની ગંભીર સ્થિતિને જોતા  CBSE એ ધોરણ 12ની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે, 3 વર્ષના એવરેજ આધાર પર 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરવામાં આવશે. 

Updated By: Jun 22, 2021, 05:46 PM IST
ધોરણ-12ની પરીક્ષા પર CBSE-ICSE ની નીતિને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી, ફિઝિકલ પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ કોલેજમાં લઈ શકાશે એડમિશન

નવી દિલ્હીઃ સીબીએસઈ અને આઈસીએસઈની ધોરણ-12ની પરીક્ષા સાથે જોડાયેલી નીતિને સુપ્રીમ કોર્ટે આજે મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, તેમાં વિદ્યાર્થીઓની જરૂરીયાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં બધા વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાની માંગ કરવામાં આવી હતી. 

આ વખતે કોરોનાની ગંભીર સ્થિતિને જોતા  CBSE એ ધોરણ 12ની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે, 3 વર્ષના એવરેજ આધાર પર 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ નથી તેને લેખિત પરીક્ષાનો વિકલ્પ મળશે. આ પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે આયોજીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટે આ નીતિ પર અરજીકર્તાઓને સૂચન આપવાનું કહ્યું હતું. મોટાભાગના અરજીકર્તા નીતિથી સહમત હતા, પરંતુ એક અરજીકર્તાએ દલીલ આપી કે જ્યારે CLAT અને NEET જેવી પરીક્ષાઓ ફિઝિકલ રીતે થઈ રહી છે તો ધોરણ 12ની પરીક્ષા યોજાવી જોઈએ. કોર્ટે આ માંગને નકારતા કહ્યું કે, 12ની પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. NEET કે CLAT સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, તેનું આયોજન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જરૂરી છે. 

આ પણ વાંચોઃ કોવૈક્સીન ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 77.8% અસરકારક, DCGI ની એક્સપર્ટ કમિટીએ કરી સમીક્ષા

એક વાલી સંઘ તરફથી બોલતા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ આપી કે આંતરિક મૂલ્યાંકનનું પરિણામ તો 31 જુલાઈ સુધી આવી જશે. પરંતુ લેખિત પરીક્ષાનું પરિણામ ઓક્ટોબર સુધી આવશે. તેનાથી કોલેજ એડમિશનમાં સમસ્યા થશે. એટલે લેખિત પરીક્ષા જુલાઈમાં યોજાઈ અથવા બન્નેના પરિણામ સાથે જાહેર થાય. કોર્ટે જુલાઈમાં લેખિત પરીક્ષાની માંગ ઠુકરાવી દીધી. પરંતુ બન્ને પરિણામ એક સાથે જાહેર કરવાની માંગ પર એટોર્ની જનરલ પાસે જવાબ માંગ્યો છે. 

કેન્દ્ર તરફથી રજૂ થયેલા એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યુ કે, આંતરિક મૂલ્યાંકનના પરિણામની પહેલા જાહેરાત વિદ્યાર્થીઓના હિતમાં છે. તેમને વધુ એક તક મળશે કે તે પરિણામ સુધારવા માટે લેખિત પરીક્ષા પણ આપી શકશે. વેણુગોપાલે કહ્યુ કે, યૂજીસી બધા કોલેજોને નિર્દેશ આપશે કે તે એડમિશન ત્યારે શરૂ કરે જ્યારે ફિઝિકલ પરીક્ષાનું પરિણામ આવી જાય. 

આ પણ વાંચોઃ લોકસભા સ્પીકર પાસે પહોંચ્યો નુસરત જહાંના લગ્નનો મુદ્દો, BJP સાંસદે કરી કાર્યવાહીની

સુનાવણી દરમિયાન કમ્પાર્ટમેન્ટ, પ્રાઇવેટ અને પત્રાચર વિદ્યાર્થીઓ તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી કે આ કવાયતમાં તેમના વિશે વિચારવામાં આવી રહ્યું નથી. આ વર્ષે તેને કોલેજના એડમિશનમાં સમસ્યા થશે. CBSE એ વિશ્વાસ અપાવ્યો કે આ વિદ્યાર્થીઓની પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થઈ જશે. કોર્ટે પોતાના આદેશમાં પણ તેની નોંધ કરી છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube