Sushant Case: રિયા ચક્રવર્તીને મળ્યો મોટો આંચકો, હવે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case) સંલગ્ન ડ્રગ્સ કેસ મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી (Reha Chakraborty) અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી મુંબઈની એક વિશેષ NDPS કોર્ટે ફગાવી દીધી. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની જ્યૂડિશિયલ કસ્ટડીની મુદ્દત વધારીને  6 ઓક્ટોબર સુધી કરવામાં આવી.

Sushant Case: રિયા ચક્રવર્તીને મળ્યો મોટો આંચકો, હવે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ

મુંબઈ: બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case) સંલગ્ન ડ્રગ્સ કેસ મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી (Reha Chakraborty) અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી મુંબઈની એક વિશેષ NDPS કોર્ટે ફગાવી દીધી. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની જ્યૂડિશિયલ કસ્ટડીની મુદ્દત વધારીને  6 ઓક્ટોબર સુધી કરવામાં આવી. રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી અને 22 સપ્ટેમ્બર સુધી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાઈ હતી. રિયાએ  જામીન પર છૂટકારો મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જેની સુનાવણી આવતી કાલે 23 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

— ANI (@ANI) September 22, 2020

રિયા ચક્રવર્તીની સાથે સાથે તેના ભાઈ શોવિક ચક્રવર્તીની પણ ડ્રગ્સ પ્રોક્યોર કરવાના આરોપમાં ધરપકડ  થઈ હતી. પહેલા તો રિયા ડ્રગ્સ લેવાની ના પાડી રહી હતી પરંતુ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની પૂછપરછમાં રિયાના ભાઈ શોવિકે આ વાત કબૂલી લીધી કે રિયાની ગૌરવ સાથે જે ચેટ છે તે સાચી છે અને તે પોતે સુશાંત માટે ડ્રગ્સ અરેન્જ કરાવતો હતો જેના પૈસા તેની બહેન રિયા ચક્રવર્તી આપતી હતી. 

— ANI (@ANI) September 22, 2020

સામે આવી રહ્યા છે દિગ્ગજ હસ્તીઓના નામ
NCB કે જે સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી  હતી તેની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ દિગ્ગજ સેલેબ્સના નામ આવી રહ્યા છે. એનસીબીએ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 18 લોકોની ધરપકડ  કરી છે. જ્યારે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત જેવી અભિનેત્રીઓના નામ સામે આવ્યા બાદ સમગ્ર બોલિવુડમાં ખળભળાટ મચી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news