Sushant Singh નું મોત સુસાઇડ કે મર્ડર? આ દાવાઓ વચ્ચે એક્ટરના વકીલે પણ કર્યો ચોંકાવનારો ખુલાસો

Sushant Singh Rajput Case: વર્ષ 2021 માં કોવિડ લોકડાઉન વચ્ચે એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના સમાચારથી સનસની મચી ગઇ હતી. આજે પણ સુશાંતના ફેન્સ એક્ટરના મોત પર સવાલ ઉઠાવી રહ્યા છે. 
 

Sushant Singh નું મોત સુસાઇડ કે મર્ડર? આ દાવાઓ વચ્ચે એક્ટરના વકીલે પણ કર્યો ચોંકાવનારો ખુલાસો

Sushant Singh Rajput Case: બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે એક્ટરના મોતને લઇને પોસ્ટમોર્ટમ કર્મચારી અને  'SSR'ના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક્ટરના મોતના બે વર્ષ બાદ સુસાઇડને મર્ડર ગણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના વકીલે પણ કહ્યું કે 'SSR'નું મોત કોઇ સામાન્ય સુસાઇડ કેસ નથી. 

કાવતરું હતું સુશાંત સિંહ રાજપૂતનું મોત
સુશાંત સિંહ રાજપૂતના વકીલ વિકાસ સિંહે ETimes સાથે કરવામાં આવેલી વાતચીતમાં એક્ટરના મોત પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે તેમની પાસે સુશાંતની ઇજા અને ઘા વિશે કોઇ પ્રત્યક્ષ જાણકારી નથી, જેમ કે કથિત રીતે પોસ્ટમોર્ટમના કર્મચારીએ દાવો કર્યો છે. 'હું તેના પર કોઇ કોમેન્ટ કરી શકીશ નહી કારણ કે સુશાંતની બહેને મને તેના વિશે જણાવ્યું ન હતું. પરંતુ હું તે વાત પર અડગ છું કે સુશાંત સિંહ રાજપૂતનું મોત કોઇ સાધારણ આત્મહત્યા ન હતી કારણ કે તેની પાછળ કાવતરું હતું, અને ફક્ત સીબીઆઇ જ આ કેસને ઉકેલી શકશે. સુશાંત સિંહ રાજપૂતના મોત પાછળ કાવતરું હતું.' 

પોસ્ટમોર્ટમ કર્મચારીએ પણ સુસાઇડને ગણાવ્યું મર્ડર
તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતની ડેડ બોડીનું પરીક્ષણ કરનાર એક કર્મચારીએ એક્ટરના મોતને સુસાઇડ નહી મર્ડર ગણાવ્યું છે. એક ન્યૂઝ આઉટલેટને આપેલા પોતાના નિવેદનમાં રૂપકુમાર શાહે કહ્યું કે સુશાંતની બોડી પર ઉંડા ઘાના નિશાન હતા. તેમણે એ પણ દાવો કર્યો કે સુશાંતની બોડીને જોયા બાદ તેમણે તાત્કાલિક લાશની વીડિયોગ્રાફી કરવા માટે કહ્યું હતું પરંતુ તેમણે ધ્યાન ન આપ્યું અને ફક્ત ફોટોગ્રાફીથી કામ ચલાવવાનું કહીને વાતને ટાળી દીધી.' 

તમને જણાવી દઇએ કે 14 જૂન 2022 માં કોવિડ લોકડાઉન દરમિયાન એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે સનસની મચી ગઇ હતી. સુશાંતના નિધન મુંબઇમાં તેમના ભાડાના એપાર્ટમેન્ટમાં થયું હતું. આજે પણ સુશાંતના ફેન્સ એક્ટરના મોત પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે તપાસે તેમની મોતને 'આત્મહત્યા' ગણાવી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news