RIP Sushma Swaraj : હિન્દુસ્તાન કી બેટીની વિદાય...ભાજપ કાર્યાલય ખાતે સુષમા સ્વરાજના અંતિમ દર્શન

સવારે સુષમા સ્વરાજના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન ધવનદિપ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો, જ્યાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહ મંત્રી સહિતના અન્ય રાજકીય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

RIP Sushma Swaraj : હિન્દુસ્તાન કી બેટીની વિદાય...ભાજપ કાર્યાલય ખાતે સુષમા સ્વરાજના અંતિમ દર્શન

નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ (Sushma swaraj)નું મંગળવાર મોડી રાત્રે એમ્સ ખાતે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. સુષમા સ્વરાજને હાર્ટ એટક આવતા તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાસે દાખલ કરવામાં આવ્યા હતા. સુષમા સ્વરાજની છેલ્લી ટ્વિટમાં કાશ્મી મુદ્દા પર સરકારના પગલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આખી જિંદગી આ દિવસની રાહ જોઇ રહ્યાં હતા. સુષમા સ્વરાજે છેલ્લી લોકસભા ચૂંટણી પણ લડવાનો ઇન્કાર કર્યો હતો. બુધવાર સવારે સુષમા સ્વરાજના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન ધવનદિપ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો, જ્યાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહ મંત્રી સહિતના અન્ય રાજકીય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Live Updates:-

- સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ બપોરે 1 વાગ્યે ભાજપ કાર્યાલય લવવામાં આવ્યો, અહીં સૌથી પહેલા ગૃહ મંત્રી અમિત શાહે તેમના પાર્થિવ દેહ પર ભાજપનો ઝંડો ઓઢાળ્યો.

— ANI (@ANI) August 7, 2019

- પાકિસ્તાનની જેલમાં બંધક સરબજીતની બેહન દલબીર કોરે સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, આ સમગ્ર દેશ માટે મોટી ખોટ છે. સુષમાજીએ હમેશા લોકોની મદદ કરી છે. પછી ભલે તે હામિદ અંસારી હોય, સરબજીત હોય, ગીતા હોય અથવા કુલભૂષણ જાધવ હોય. તેમણે દરેકની મદદ કરી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

 

— ANI (@ANI) August 7, 2019

- કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ પણ સુષમા સ્વરાજને અર્પણ કરી શ્રદ્ધાંજલિ.

— ANI (@ANI) August 7, 2019

- રાજ્યસભામાં સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવશે. સદનમાં બે મિનિટ મૌન રાખવામાં આવ્યું. તે દરમિયાન રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ કહ્યું, તેમના અકાળ અવસાનથી રાષ્ટ્રએ એક સક્ષમ સંચાલક, અસરકારક સાંસદ અને લોકોનો સાચો અવાજ ગુમાવ્યો છે.

— ANI (@ANI) August 7, 2019

- જમ્મુ કાશ્મરીના રાજ્યપાલ સત્યપાલ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, સુષમાજીના જવાથી જે ખોટ ઉભી થઇ છે તેનું વળતર આપવું મુશ્કેલ છે.

— ANI (@ANI) August 7, 2019

- કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને આપી શ્રદ્ધાંજલિ.

— ANI (@ANI) August 7, 2019

- કોંગ્રેસ નેત સોનિયા ગાંધીએ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

- ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યું, સુષમાજીના નિધનથી હું પોતા અને ભાજપના કરોડો કાર્યકર્તા શોકમાં છે. દેશના રાજકારણમાં સૌથી મોટી ખોટ છે. ઇમરજન્સીના સમયથી જ સુષમાજી એક મહાન નેતાના રૂપમાં સામે આવ્યા. તેમના જવાથી દેશના રાજકારણમાં એક ખાલી જગ્યા પડી છે. જે લાંબા સમય સુધી ભરાઇ શકશે નહીં. હું ભગવાનને પ્રાર્થના કરુ છું કે, તેમના પરિવારને આ દુ:ખના સમયનો સામનો કરવાની શક્તિ આપે.

- પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહએ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

- પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી. અડવાણી સુષમાજીના પરિવારથી મળીને ભાવુક થયા.

- સુષમા સ્વરાજના પરિવારને મળી ભાવુક થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યાં. પીએમ મોદીએ સુષમા સ્વરાજની દીકરીના માથે હાથ રાખી તેમને આશ્વાસન આપ્યું.


- ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા.

- દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયા પણ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.

- સમાજવાદી પાર્ટીના નેતા પ્રો. રામગોપાલ યાદવ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા ભાવુક થયા.

- ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીએ કહ્યું કે, આ દેશ માટે એક મોટી ખોટ છે. તેઓ હમેશા અમને યાદ આવશે. આપણે એક મોટી બહેનને ગુમાવી છે. હું જ્યારે પણ તેમને મળવા જતો હતો, તેમને ઇન્દોરનું નમકીન ભુજા પસંદ હતું. હું તેમના માટે નમકીન લઇને જતો હતો.


- ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ સુષમા સ્વરાજને આપી શ્રદ્ધાંજલિ.

- સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે પૂર્વ વિેદેશ મંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી. મુલાયમ સિંહની સાથે ધર્મેન્દ્ર યાદવ પણ હતા.

- લોકસભા સ્પીકર ઓમ બિરલા પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યાં.

- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા.

- ભાજપના સાંસદ હેમા માલિની પણ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાન ધવનદિપ બિલ્ડિંગ પહોંચ્યા.

- ભાજપના વિરષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ સુષમા સ્વરાજને શ્રદ્ધાજલિ આપતા લખ્યું, 'રાષ્ટ્રએ એક અસાધારણ નેતા ગુમાવ્યા છે. મારા માટે, આ એક અકલ્પનીય ખોટ છે અને હું સુષ્માજીની હાજરીને ખૂબ જ યાદ કરીશ. ભગવાન તેમના આત્માને શાંતિ પ્રદાન કરે.'

- દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી હતી.

- યોગગુરુ સ્વામી રામદેવે સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી.

- કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંદી પણ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા ઘરે પહોંચ્યા હતા.

- પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘હું તેમને 1990થી ઓળખું છું, ભલે પછી અમારા વૈચારિક મતભેદો રહ્યાં, પરંતુ અમે સંસદમાં મૈત્રીપૂર્ણ સમય પસાર કર્યો હતો. એક ઉત્તમ રાજકારણી, એક મહાન વ્યક્તિ… હું તેમને યાદ કરીશ. કુટુંબ અને ચાહકો પ્રતિ સંવેદના’

- ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન અને નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થિ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
- સવારે 8.15 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુષમા સ્વરાજના ઘરે પહોંચશે. ગૃહમંત્રી અમિત શાહ 8.30 કલાકે સુષમા સ્વરાજ શ્રદ્ધાજલિ આપવા પહોંચશે.
- સુષ્મા સ્વરાજ વિશે બોલતા ભાજપના સાંસદ રામા દેવી ભાવુક બન્યા. તેણે કહ્યું કે તેમની સાથે મારો સંબંધ એવો છે કે જ્યાં સુધી મારા શ્વાસ જોડાયેલા રહેશે, ત્યાં સુધી હું તેની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી રહીશ.

- સુષ્મા સ્વરાજના અંતિમ દર્શન માટે બસપા પ્રમુખ માયાવતી પહોંચ્યા હતા.

- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ‘દેશે તેની સૌથી લોકપ્રિય દીકરી ગુમાવી છે.’
- ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પણ સુષ્મા સ્વરાજના અવસાન અંગે પ્રતિક્રિયા આપી હતી. શેખ હસીનાએ કહ્યું કે તે અમારી સારી મિત્ર હતી.
- માલદીવના વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહિદે કહ્યું હતું કે ‘મારા સારા મિત્ર સુષ્મા સ્વરાજના અવસાનના સમાચાર સાંભળીને મને ખૂબ દુ:ખ થયું. અસાધારણ સ્ટેટ્સમેન, રાજદ્વારી શ્રેષ્ઠતા, એક સારા માણસ. નવી માલદીવ-ભારત મિત્રતાના મુખ્ય આર્કિટેક્ટ. સંભવત: તે શાંતિથી આરામ કરી રહી છે.
- મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, 'તે ભારત માતાની વાસ્તવિક પુત્રી હતી, તેમણે પોતાનું આખું જીવન ભારત માતા અને સામાન્ય લોકોની સેવામાં સમર્પિત કર્યું હતું. તેમણે સમગ્ર વિશ્વમાં ભારતનું મૂલ્ય વધાર્યું.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news