સુષમા સ્વરાજે જ્યારે સોનિયા ગાંધીને આપી ટક્કર, 15 દિવસમાં શીખી કન્નડ ભાષા

ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું નિધન થયું છે. ખૂબ જ નાની ઉંમરે સક્રિય રાજકારણમાં પ્રવેશ મેળવનાર સુષમા સ્વરાજે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી સામે સૌથી પ્રખ્યાત હરીફાઈ કરી હતી. 1990ના દાયકામાં સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ભારતીય રાજકારણના કેન્દ્રમાં હતો

સુષમા સ્વરાજે જ્યારે સોનિયા ગાંધીને આપી ટક્કર, 15 દિવસમાં શીખી કન્નડ ભાષા

નવી દિલ્હી: ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું નિધન થયું છે. ખૂબ જ નાની ઉંમરે સક્રિય રાજકારણમાં પ્રવેશ મેળવનાર સુષમા સ્વરાજે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી સામે સૌથી પ્રખ્યાત હરીફાઈ કરી હતી. 1990ના દાયકામાં સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ભારતીય રાજકારણના કેન્દ્રમાં હતો. તે દરમિયાન કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ સોનિયા ગાંધીએ કર્ણાટકના બેલ્લારીથી લોકસભા ચૂંઠણી લડ્યા. બેલ્લારી બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. તે સોનિયા ગાંધીના ચૂંટણી પ્રચાર માટેની સલામત બેઠક માનવામાં આવી હતી.

ભાજપે સોનિયા ગાંધીને ટક્કર આપવા માટે પ્રભાવશાળી નેતા સુષ્મા સ્વરાજને બેલ્લારીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેઓ તે દરમિયાન સોનિયાના વિદેશી મૂળનો મુદ્દા પર ઘણા સ્પષ્ટવક્તા પણ હતા. જો કે, કર્ણાટકમાં તે સમયે ભાજપ પાસે બહુ ફળદ્રુપ જમીન નહોતી પરંતુ સુષમા સ્વરાજે તે પડકારને સ્વીકાર કરી માત્ર 15 દિવસમાં કન્નડ ભાષા શીખી સોનિયા ગાંધીને મજબુત ટક્કર આપી હતી. સુષમાની લોકપ્રિયતાનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે, ભલે તેમને માત્ર ત્યાં પ્રચાર માટે બે સપ્તાહનો સમય મળ્યો પરંતુ સામાન્ય લોકોનો અવાજ બનીને તેમણે બેલ્લારીના લોકોનું દિલ જીતી લીધું. જો કે, ચૂંટણી પરિણામ સોનિયા ગાંધીના પક્ષમાં હતું પરંતુ સુષમાએ તેમને ટક્કર આપી. સુષમા સ્વરાજને 3,58,000 વોટ મળ્યા અને હાર-જીતનું અંતર માત્ર 7 ટકા હતું.

'સુષ્મા' ની રાજનીતિ
- 25 વર્ષની ઊંમરમાં મંત્રી
- 7 વાર સાંસદ
- પહેલી મહિલા વિદેશ મંત્રી
- દિલ્હીની પહેલી મહિલા સીએમ

‘અટલ યુગથી મોદી રાજ’ સુધી
- વાજપેયી સરકારમાં મંત્રી
- મોદી સરકારમાં મંત્રી
- 1996: સૂચના પ્રસારણ મંત્રી
- 2014: વિદેશ મંત્રી

રાજકારણમાં પ્રથમ વખત સુષમા
- 1977: પ્રથમ વખત ધારાસભ્ય
- 1990: પ્રથમ વખત સાંસદ
- 1969: પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી
- 1998: પ્રથમ વખત મુખ્યમંત્રી

રાજ્યોના રાજકારણમાં
- હરિયાણા: 1977માં ધારાસભ્ય
- દિલ્હી: 1996માં સાંસદ
- કર્ણાટક: 1999માં બેલ્લારીમાં ચૂંટણી લડ્યા
- ઉત્તર પ્રદેશ: 2000માં રાજ્યસભા સદસ્ય
- મધ્ય પ્રદેશ: 2009, 2014માં વિદિશાના સાંસદ રહ્યાં

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news