PMને ચૂંટણીથી નથી લાગતો ડર, તો બાળકોને પણ EXAMનો ભય ન હોવો જોઈએઃ સુષ્મા સ્વરાજ

વડાપ્રધાન દ્વારા લખેલું એક પુસ્તક EXAM વોરિયર્સના લોકાર્પણ સમયે વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું કે, નરેન્દ્ર મોદીજી કહે છે તેમને ચૂંટણીથી ડર લાગતો નથી. 

 

  PMને ચૂંટણીથી નથી લાગતો ડર, તો બાળકોને પણ EXAMનો ભય ન હોવો જોઈએઃ સુષ્મા સ્વરાજ

નવી દિલ્હીઃ વડાપ્રધાન દ્વારા લખાયેલા એક પુસ્તક એગ્ઝામ વોરિયર્સના વિમોચન પ્રસંગે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું કે, નરેન્દ્ર મોદીજી કહે છે તેમને ચૂંટણીથી ડર લાગતો નથી. તો બાળકોએ પણ પરીક્ષાથી ડરવું જોઈએ નહીં. 193 પાનાના આ પુસ્તકમાં કોઈપણ દબાણ વગર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સહાયતા માટે ઘણા આસનો અને 25 મંત્રોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુષ્મા સ્વરાજે કહ્યું, મોદીજી કહે છે ચૂંટણીથી ડર લાગતો નથી, તો બાળકોને પણ પરીક્ષાથી ડર ન લાગવો જોઈએ. ચિંતા ન કરો, અને કોઈપણ દબાણ વિના પરીક્ષા આપો. 

આ જ આ પુસ્તકનો મૂળ મંત્ર છે, કેન્દ્રીયમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, રાજનેતાઓએ પણ દર પાંચ વર્ષે પરીક્ષામાં બેસવું પડે છે. વિદેશ પ્રધાન અને માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે સંયુક્ત રૂપે પેંગૂઇન પૈંડમ હાઉસ દ્વારા પ્રકાશિત આ પુસ્તકનું વિમોચન કર્યું, આ પુસ્તકરમાં 25 અધ્યાસ છે. જેમાં કેટકાલ આ મુજબ છે, પરીક્ષા ઉત્સવોની જેમ હોય છે, તેને ઉજવો, તમે તમારા વર્તમાનની તૈયારીની તપાસ કરો છે, તમારુ નહીં, યોદ્ધા બનો, ચિંતા કરનારા નહીં. 

 

જ્ઞાન સ્થાયી હોય છે, તેને જારી રાખો, સ્વયં સાથે પ્રતિસ્પર્ધા કરો. વડાપ્રધાને આ પુસ્કતમાં બાળકોને ટેકનિક અપનાવતા, રમવા, યાત્રા કરવા અને પ્રસ્તુતિ કૌશ્યલ નિખારવા પર ભાર આપવાની સલાહ આપી છે. તેમાં માતા-પિતા અને શિક્ષકોના નામથી અલગ-અલગ પત્ર લખ્યો છે. આ પ્રસંગે જાવડેકરે કહ્યું વડાપ્રધાને એક એવા મુદ્દા પર પુસ્તક લખ્યું છે, જે રાજનીતિક નથી અને આ દરેક ઘર સાથે જોડાયેલો મુદ્દો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ઝડપથી સ્કૂલો અને કોલેજોના કરોડો વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાના મુદ્દા પર સંવાદ સ્થાપિત કરશે. 

વડાપ્રધાને શિક્ષકોને આપ્યા સૂચન

વડાપ્રધાને શિક્ષકોને સૂચન આપતા કહ્યું કે, વર્ષમાં બે વાર પરીક્ષાનો ઉત્સવ મનાવો, જેમાં પરીક્ષા સાથે જોડાયેલી કવિતા સંભળાવો, પરીક્ષા પર વ્યંગ હોય, કાર્ટૂન બનાવવામાં આવે, તેનાથી વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લઈને તણાવ દૂર થશે. પીએમે કહ્યું કે, છાત્રો દિવસ-રાત ભણે છે તેની મહેતન એળે નહીં જાય. પરીક્ષામાં ક્યારેય તણાવ ન લેવો જોઈએ. 

આને બોઝની જેમ ન લેવી જોઈે. વિદ્યાર્થીઓને જુની વાતોમાં જીવવાની સલાહ આપતા પીએમે કહ્યું કે, તેઓએ વર્તમાનમાં જીવવું જોઈએ અને પરીક્ષામાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું જોઈએ. વડાપ્રધાને વાલીઓને સૂચન કર્યું છે કે, પરીક્ષામાંથી બાળક આવે એટલે એમ ન પૂછ્વુ જોઈએ કે પેપર કેવું ગયું ? પીએમે છાત્રોને કહ્યું કે, તેમણે વરિયર એટલે કે ચિંતામગ્ન થવાની જગ્યાએ વોરિયર એટલે કે યોદ્ધા બનવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news