સ્વિસ બેંકે વધારે એક કાળાનાણા ધારકનું નામ જાહેર કર્યું: જાણો કોણ છે પી.રાજા મોહન રાવ

સ્વિત્ઝરલેન્ડે સ્વિસ બેંકમાં કાળા નાણા રાખનારા ભારતીય ખાતાધારકોનાં નામ એક પછી એક જાહેર કરવાનું ચાલુ કરી દીધું છે. જે અનુસંધાને આજે વધારે એક ભારતીય નાગરિક પી.રાજામોહન રાવનું નામ જાહેર કર્યું છે. રાજામોહન રાય અનેક ઉદ્યોગો સાથે જોડાયેલ છે. રાજામોહન રાવ દૂરસંચાર સહિત દક્ષિણ ભારતમાં અનેક પ્રકારનાં ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. રાવનો જન્મ 15 જુલાઇ 1951ના રોજ થયો હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ છે. 

સ્વિસ બેંકે વધારે એક કાળાનાણા ધારકનું નામ જાહેર કર્યું: જાણો કોણ છે પી.રાજા મોહન રાવ

નવી દિલ્હી : સ્વિત્ઝરલેન્ડે સ્વિસ બેંકમાં કાળા નાણા રાખનારા ભારતીય ખાતાધારકોનાં નામ એક પછી એક જાહેર કરવાનું ચાલુ કરી દીધું છે. જે અનુસંધાને આજે વધારે એક ભારતીય નાગરિક પી.રાજામોહન રાવનું નામ જાહેર કર્યું છે. રાજામોહન રાય અનેક ઉદ્યોગો સાથે જોડાયેલ છે. રાજામોહન રાવ દૂરસંચાર સહિત દક્ષિણ ભારતમાં અનેક પ્રકારનાં ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. રાવનો જન્મ 15 જુલાઇ 1951ના રોજ થયો હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ છે. 

કાળાનાણા વિરુદ્ધ કડક કાર્યવાહી, સ્વિસ બેંકે વધારે એક નામ જાહેર કર્યું
રાવનું આખુ નામ ડૉ. પી.રાજામોહન રાવ છે. યુનાઇટેડ ટેલિકોમ લિમિટેડમાં તેઓ ડાયરેક્ટરનાં પદ પર સેવાઓ આપી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ અનેક ટેલિકોમ્યુનિકેશ સેક્ટર સાથે સંકળાયેલી અનેક કંપનીઓમાં ઉચ્ચ પદો પર પોતાની સેવા આપી ચુક્યા છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ખાસ્સો દબદબો ધરાવતી જે.ટી મોબાઇલ નામની કંપનીની સ્થાપનામાં પણ ઘણો મહત્વનો રોલ ભજવ્યો છે.

જય શ્રીરામના નારાથી મને કોઇ સમસ્યા નહી, ભાજપે કર્યો રાજનીતિક ઉપયોગ: મમતાની સ્પષ્ટતા
તે ટેલિકોમ સાધનો બનાવતી કંપનીઓના એસોસિએશનનાં વડા પણ રહી ચુક્યા છે. Trigyn ટેક્નોલોજી કંપનીમાં તેઓ નોન-એક્ઝેક્યુટીવ ડાયરેક્ટર તરીકે 6 જુન, 2018થી જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ આ જ કંપનીમાં વિવિધ પદ પર સમયાંતરે કાર્યરત રહી ચુક્યા છે. રાઓ અર્થશાસ્ત્રીમાં ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે. તેઓ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ સાયન્સ સાથે પણ જોડાયેલા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news