World Cup 2019: વિરાટ કોહલીનું દર્દ- મારી આ વાતને ટીમમાં કોઈ ગંભીરતાથી લેતું નથી
વિરાટ કોહલીએ કિસ્સો સંભળાવ્યો, એમએસ ધોનીએ બોલિંગ આપી તો બુમરાહે રાડો પાડીને કહ્યું- મજાક ચાલી રહી છે શું.
Trending Photos
સાઉથૈમ્પટનઃ પોતાની બેટિંગથી ઘણા રેકોર્ડ તોડનાર વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઠ વિકેટ ઝડપી ચુક્યો છે. ભારતીય કેપ્ટનના નામે તેનાથી પણ વધુ વિકેટ હોત, જો તેના સાથે તેની બોલિંગ પર વિશ્વાસ કરે, જેટલો તે કરે છે. વિરાટ કોહલીએ મજાકમાં જણાવ્યું કે, આખરે કેમ તેણે ડિસેમ્બર 2017 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી નથી.
વિરાટ કોહલીએ વિશ્વકપના યજમાન પ્રસારણકર્તાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, શ્રીલંકા (2017)માં વનડે સિરીઝ દરમિયાન અમે લગભગ તમામ મેચ જીતી રહ્યાં હતા. મેં મહેન્દ્ર સિંહ ધોનીને પૂછ્યું કે શું હું બોલિંગ કરી શકું છું. જ્યારે હું બોલિંગ માટે તૈયાર થયો, તો બુમરાહ (જસપ્રીત) બાઉન્ડ્રી પરથી રાડ પાડી અને કહ્યું, આ કોઈ મજાક નથી, આંતરરાષ્ટ્રીય મેચ છે.
વિરાટ કોહલીએ કહ્યું, ટીમમાં કોઈપણ મારી બોલિંગ પર એટલો વિશાવસ કરતા નથી, જેટલો મને છે. ત્યારબાદ મારી પીઠમાં તકલીફ થઈ અને મેં પછી બોલિંગ કરી નથી. કોહલી હજુ પણ નેટ પર બોલિંગ કરે છે અને તેણે આ સપ્તાહે નેટ પર બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. વિરાટ કોહલીના નામે વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં ચાર-ચાર વિકેટ છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 163 બોલ ફેંક્યા છે પણ કોઈ સફળતા મળી નથી.
આ સ્ટાર બેટ્સમેને એક એવી ઘટનાનો ઉલ્લેખ કર્યો જેનાથી જાણવા મળે છે કે તેણે હંમેશા પોતાની બોલિંગને ગંભીરતાથી લીધી. કોહલીએ કહ્યું, જ્યારે હું એકેડમી (દિલ્હીમાં) હતો ત્યારે જેમ્સ એન્ડરસનની એક્શનમાં બોલિંગ કરવાનો પ્રયત્ન કરતો હતો. બાદમાં જ્યારે મને તેની સાથે રમવાની તક મળી તો મેં તેને આ વાત જણાવી હતી. અમે બંન્ને આ વાત પર ખુબ હસ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે