તેજ પ્રતાપે સુશીલ મોદીને આપ્યું લગ્નનું આમંત્રણ, બોલ્યો - અમારૂ દિલ ખુબ મોટું છે તેમાં તમામ માટે જગ્યા છે

આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાય યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે મંગળવાર (1 મે)એ પોતાના રાજનીતિક વિરોધ અને બિહારના ઉપ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીને પોતાના લગ્નું કાર્ડ આપ્યું છે. તેજપ્રતાપ અને તેના થનારા સસરા ચંદ્રિકા રાય સુશીલ મોદીને આમંત્રણ આપવા તેના ઘરે પહોંચ્યા હતા. 

 

 તેજ પ્રતાપે સુશીલ મોદીને આપ્યું લગ્નનું આમંત્રણ, બોલ્યો - અમારૂ દિલ ખુબ મોટું છે તેમાં તમામ માટે જગ્યા છે

પટનાઃ આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાય યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે મંગળવાર (1 મે)એ પોતાના રાજનીતિક વિરોધ અને બિહારના ઉપ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીને પોતાના લગ્નું કાર્ડ આપ્યું છે. તેજપ્રતાપ અને તેના થનારા સસરા ચંદ્રિકા રાય સુશીલ મોદીને આમંત્રણ આપવા તેના ઘરે પહોંચ્યા હતા. તેજ પ્રતાપે આમંત્રણ આપ્યા બાદ ટ્વીટ કર્યું, જેમાં તેણે લખ્યું, 'બિહારના ઉપ મુખ્યપ્રધાન સુશીલ મોદીને મારા લગ્નનું આમંત્રણ આપ્યું'. લાખો રાજકીય અને મનુવાદી દ્વેશ અમારા પર થોપવામાં આવે, અમે બહુજન સમાજના લોકો કૃષ્ણના વંશજ છીએ. અમારૂ દિલ ખુબ મોટુ છે, તેમાં તમામ માટે જગ્યા છે. 

કાર્ડ આપ્યા બાદ તેજ પ્રતાપે મીડિયાને કહ્યું કે, રાજનીતિ તેની જગ્યાએ છે, સમાજિકતા અલગ છે. રાજનીતિમાં બધુ ચાલે છે. આ લગ્નનો માહોલ છે તેથી આમંત્રણ આપવા આવ્યો છું. સીશુલ મોદીએ મારા પિતાની સાથે અભ્યાસ કર્યો છે. પિતા સાથે તેમને જુનો સંબંધ છે. તેણે કહ્યું કે, સુશીલ મોદીજીએ મારા લગ્નમાં આવવાનું વચન આપ્યું છે. 

लाख राजनीतिक और मनूवादी विद्वेष हम पर थोपी जाए, हम बहुजन समाज के लोग कृष्ण के वंशज हैं। हमारा दिल बहुत बड़ा है इसमें सब के लिए जगह है। pic.twitter.com/AUzhI2DLGv

— Tej Pratap Yadav (@TejYadav14) May 1, 2018

સુશીલ મોદીએ પણ જેત પ્રતાપના આમંત્રણ પર કહ્યું કે, તે લાલૂ યાદવની તમામ પુત્રોઓના લગ્નમાં ગયા હતા. તે તેજ પ્રતાપના લગ્નમાં પણ જશે. તેના સાથે અમારે જુનો સંબંધ છે. આ ખુશીની વાત છે કે બે રાજનીતિક પરિવાર વચ્ચે સંબંધ થઈ રહ્યો છે. 

તેજ પ્રતાપે પોતાના ભાઈ તેજસ્વી યાદવની સાથે બિહારના મહામહિમ રાજ્યપાલ સત્યપાલ મલિકને પણ લગ્ન કાર્ડ આપીને આમંત્રણ આપ્યું છે. આમંત્રણ આપ્યાનો ફોટો તેજ પ્રતાપે ટ્વીટ કર્યો છે. 

— Tej Pratap Yadav (@TejYadav14) May 1, 2018

મહત્વનું છે કે તેજ પ્રતાપ યાદવના લગ્ન આ મહિના 12 મેએ થવાના છે. તેના લગ્ન પૂર્વ મુખ્યપ્રધાન દારોગા પ્રસાદ રાયની પોતી અને ધારાસભ્ય ચંદ્રિકા રાયની પુત્રી એશ્વર્યા રાયની સાથે થઈ રહ્યાં છે. બંન્નેએ ગત 18 એપ્રિલે ધામ-ધૂમથી શગાઇ કરી હતી. શગાઈનો કાર્યક્રમ બિહારની વેટનરી કોલેજ કેમ્પસ પટનામાં રાખવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news