બિપ્લબ દેવનું નવું જ્ઞાન, કહ્યું - બુદ્ધે ભારત, બર્મા, જાપાન સહિત વિશ્વની પગપાળા યાત્રા કરી

ત્રિપુરાના મુખ્યપ્રદાન બિપ્લબ કુમાર દેબ પોતાના નિવેદનનો કારણે સતત ચર્ચામાં રહે છે.

  બિપ્લબ દેવનું નવું જ્ઞાન, કહ્યું - બુદ્ધે ભારત, બર્મા, જાપાન સહિત વિશ્વની પગપાળા યાત્રા કરી

અગરતલાઃ ત્રિપુરાના મુખ્યપ્રદાન બિપ્લબ કુમાર દેબ પોતાના નિવેદનનો કારણે સતત ચર્ચામાં રહે છે. તે ક્યારેક મહાભારત સમયમાં ઈન્ટરનેટની વાત કરે છે, તો ક્યારેક યુવાનોને પાનની દુકાન ખોલવાની સલાહ આપે છે. હવે તેણે ગૌતમ બુદ્ધને લઈને નિવેદન આપ્યું છે, જે ચર્ચાનો વિષય બન્યું છે. 

ભાજપ નેતા બિપ્લબ દેબે કહ્યું કે, ગૌતમ બુદ્ધે ભારત, બર્મા, જાપાન, તિબેટ અને અન્ય દેશોની ચાલીને યાત્રા કરી હતી. તેના નિવેદનનો લઈને વડાપ્રધાન મોદી બિપ્લબ દેવને ફટકાર લગાવી ચૂક્યા છે, તેમછતાં તે પોતાની નિવેદનબાજી મુકતા નથી. 

ટેલીગ્રાફના રિપોર્ટ પ્રમાણે, બિપ્લબ દેબે કહ્યું, અહીં આપણે બુદ્ધ જયંતિ મનાવીએ છીએ. ગૌતમ બુદ્ધે શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો. તે માટે તેમણે ભારત, બર્મા (મ્યાનમાંર), જાપાન, તિબેટ અને અન્ય દેશોની પગપાળા યાત્રા કરી. ભારત ભૂમિ એવી છે, જ્યાં રાજા બૌદ્ધ ભિક્ષુ બની જતા અને પુરા વિશ્વને શાંતિનો સંદેશ આપે છે. 

ત્રિપુરાના મુખ્યપ્રધાને કહ્યું કે, બુદ્ધે ભારતની મહાન પરંપરા અને સંસ્કૃતિનો પ્રચાર કર્યો. તે આ પરંપરાનું સન્માન કરે છે. ભાજપના નેતાએ કહ્યું કે, તમામ શાંતિ સૌમ્યતાથી રહે અને ગૌતમ બુદ્ધ દ્વારા દેખાડેલા માર્ગનું અનુસરણ કરે. તેણે લોકોને બુદ્ધ પૂર્ણિમાં ઉજવવાની અપીલ પણ કરી. બીજીતરફ ઈતિહાસકારોએ બિપ્લબ કુમાર દેબના નિવેદનથી અસહમતિ વ્યક્ત કરી છે. આ સાથે આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે જેટલી બિપ્લબ દેવ જણાવી રહ્યાં છે તેટલી ગૌતમ બુદ્ધે યાત્રા કરી કે નહીં?. 

કોલકત્તા સ્થિત પ્રેસિડેન્સી યુનિવર્સિટીમાં ઇતિહાસના પૂર્વ પ્રોફેસર સુભાષ રંજન ચક્રબર્તીનું કહેવું છે કે બિપ્લબ દેવે જે દેસોનો ઉલ્લેખ કર્યો છે ત્યાં ગૌતમ બુદ્ધ પોતાના જીવનકાળમાં ક્યારેય ગયા નથી. પરંતુ ગૌતમ બુદ્ધે ઘણા સમય બાદ તેમના અનુયાયિઓને આ દેશોમાં બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસાર કર્યો હતો. બર્મા, જાપાન, તિબેટ સહિત અન્ય દેશોમાં અન્ય ભિક્ષુઓએ બૌદ્ધ ધર્મ પહોંચાડ્યો હતો. 

ત્રિપુરાના એડિશનલ સેક્રેટરી મિલિંદ રામટેકેએ બિપ્લબ દેબના નિવેદનનો બચાવ કર્યો છે. મિલિંગે કહ્યું કે, ગૌતમ બુદ્ધે તત્કાલિન ભારતવર્ષની પગપાળા યાત્રા કરી હતી અને શાંતિનો સંદેશ આપ્યો હતો. જે આજના બર્મા, જાપાન અને તિબેટમાં પહોંચ્યો. તેમણે કહ્યું કે, ગૌતમ બુદ્ધ પર આપવામાં આવેલું મુખ્યપ્રધાન બિપ્લબ દેબનું નિવેદન ઐતિહાસિક પુરાવાના આધાર પર સંપૂર્ણ રીતે યોગ્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news