Terrorist Attack In Srinagar: શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 2 પોલીસકર્મી શહીદ, ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે 

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના શ્રીનગર (Srinagar) માં આતંકીઓએ પોલીસના કાફલા પર હુમલો કર્યો. આતંકીએ પોલીસકર્મીઓ પર આડેધડ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 2 પોલીસકર્મી શહીદ થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે. ફૂટેજમાં એક આતંકવાદી પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરતો જોવા મળે છે. 

Terrorist Attack In Srinagar: શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 2 પોલીસકર્મી શહીદ, ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે 

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના શ્રીનગર (Srinagar) માં આતંકીઓએ પોલીસના કાફલા પર હુમલો કર્યો. આતંકીએ પોલીસકર્મીઓ પર આડેધડ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 2 પોલીસકર્મી શહીદ થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે. ફૂટેજમાં એક આતંકવાદી પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરતો જોવા મળે છે. 

શ્રીનગરમાં પોલીસ ટીમ પર હુમલો
કાશ્મીર (Kashmir) ઝોનના પોલીસના જણાવ્યાં મુજબ આતંકીઓએ શ્રીનગરના બારઝૂલા વિસ્તારમાં પોલીસ ટીમ પર હુમલો કર્યો છે. આતંકીઓના આ હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકીઓના હુમલામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને તરત હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયું. 

સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ
અત્રે જણાવવાનું કે શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલા બાદ સુરક્ષાદળો અને જમ્મુ કાશ્મીર પોલીસે વિસ્તારને ચારેબાજુથી ઘેરી લીધો છે. હાલ વિસ્તારમા સર્ચ ઓપરેશન ચાલુ છે. 

આતંકીની કાયરતાપૂર્ણ હરકત CCTV માં કેદ, જુઓ VIDEO

નોંધનીય છે કે આતંકીઓ કુલ કેટલા હતા, તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. એ પણ ભાળ મેળવવાની કોશિશ થઈ રહી છે કે પોલીસ ટીમ પર હુમલા પાછળ કયા આતંકી સંગઠનનો હાથ છે અને તેનો ઉદ્દેશ્ય શું છે. 

અત્રે જણાવવાનું કે આજે સવારે જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદોળોને મોટી સફળતા મળી હતી. સુરક્ષાદળોએ અથડામણમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓને ઠાર કર્યા. જો કે આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર પોલીસનો એક જવાન પણ શહીદ થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news