કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પાછળ ઇસ્લામિક સ્ટેટ ખોરાસનનો હાથ? મેગેઝિનમાં કાવતરાનો ખુલાસો

આતંકવાદીઓએ ભારત વિરુદ્ધ વધુ એક ભયાનક ષડયંત્ર રચ્યું છે અને હવે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના હેતુથી ઘટનાઓ ચલાવવામાં આવી રહી છે. આ દ્વારા વિશ્વને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થઈ નથી

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પાછળ ઇસ્લામિક સ્ટેટ ખોરાસનનો હાથ? મેગેઝિનમાં કાવતરાનો ખુલાસો

નવી દિલ્હી: આતંકવાદીઓએ ભારત વિરુદ્ધ વધુ એક ભયાનક ષડયંત્ર રચ્યું છે અને હવે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના હેતુથી ઘટનાઓ ચલાવવામાં આવી રહી છે. આ દ્વારા વિશ્વને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થઈ નથી. જો કે, અમારા સુરક્ષા દળો આતંકવાદીઓના દરેક નફરતપૂર્ણ કૃત્યને નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે અને આતંકવાદી કૃત્યોનો યોગ્ય જવાબ પણ આપવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે કાશ્મીરમાં થઈ રહેલી ટાર્ગેટ કિલિંગ પાછળ કયું આતંકવાદી સંગઠન કામ કરી રહ્યું છે.

ટાર્ગેટ કિલિંગ પાછળ કોણ છે?
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI આની પાછળ હોવાનું કહેવાય છે, જે ઇસ્લામિક સ્ટેટ ખોરાસન (ISK) મારફતે જમ્મુ સહિત ભારતના વિવિધ રાજ્યોમાં આતંકવાદી ઘટનાઓ કરાવી રહ્યું છે. ISKP ના મેગેઝિન વોઈસ ઓફ હિન્દ જેમાં ફરી એક વખત ભારત વિરુદ્ધ ISKP ના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. મેગેઝિનમાં એક ફોટો છે જેમાં ઠેલા પાછળથી ગોળી મારતા બતાવવામાં આવ્યા છે અને તેમાં લખવામાં આવ્યું છે કે "WE ARE COMING."

ISKP એ જમ્મુ-કાશ્મીરમાં ગોલગપ્પા વાળાની હત્યા બાદ ગોળી મારતા હોવાનો વીડિયો પણ જાહેર કર્યો છે. માહિતી અનુસાર, ISKP ના સ્લીપર સેલ જમ્મુ-કાશ્મીરમાં ફેલાયેલા છે. મેગેઝિનમાં હિન્દુ દેવતાઓનો ત્રિશૂળ વાળો ફોટો પણ છે. તો શું હિન્દુ મંદિરો અને તહેવારોને પણ નિશાન બનાવવાના હતા? થોડા દિવસો પહેલા કેટલાક ત્રાસવાદીઓ પકડાયા હતા જેઓ તહેવારોમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા હતા.

મેગેઝિન દ્વારા આપવામાં આવેલ ચેલેન્જ
સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં જ ચેતવણી જાહેર કરી હતી કે આતંકવાદી સંગઠનો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરી શકે છે. આતંકવાદી કૃત્યો કરવા માટે ઘણા નાના સંગઠનોની રચના કરવામાં આવી છે, જે હુમલા માટે ટાર્ગેટ કિલિંગની જવાબદારી લેશે. ISKP એ મેગેઝિન દ્વારા ભારતીય ગુપ્તચર એજન્સીઓને પડકાર્યો છે.

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખોરાસને કહ્યું કે અમારા ઘણા લોકોને ઉઠાવીને પણ ભારત પર આધારિત અમારા માસિક મેગેઝિનને રોકી શક્યા નથી, ન તો તમે તેને આગળ રોકી શકશો. 'વોઇસ ઓફ હિન્દ'ની 21 મી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે અને ઇસ્લામિક સ્ટેટે જમાયત ઉલેમા હિન્દ સંબંધિત' વોઇસ ઓફ હિન્દ'માં એક લેખ લખ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news