શ્રીનગર: આતંકવાદી હૂમલામાં રાઇઝિંગ કાશ્મીરના સંપાદકનું મોત: મહેબુબા રડી પડ્યાં

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ગુરૂવારે સાંજે આતંકવાદીઓએ રાઇજિંગ કાશ્મીર સમાચાર પત્રના સંપાદક શુજાત બુખારીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હૂમલામાં બુખારીના પીએસઓનું પણ મોત થઇ ચુક્યું છે. પત્રકારનાં મોત અંગે જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને પુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો છે. મહેબુબા મુફ્તીએ ટ્વીટર પર લખ્યું કે, શુજાત બુખારીના આકસ્મીક મોતથી પરેશાન અને દુખી છું. આ ઇદ પહેલા આતંકવાદીઓનું ધૃણીત કૃત્ય છે. 

શ્રીનગર: આતંકવાદી હૂમલામાં રાઇઝિંગ કાશ્મીરના સંપાદકનું મોત: મહેબુબા રડી પડ્યાં

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ગુરૂવારે સાંજે આતંકવાદીઓએ રાઇજિંગ કાશ્મીર સમાચાર પત્રના સંપાદક શુજાત બુખારીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હૂમલામાં બુખારીના પીએસઓનું પણ મોત થઇ ચુક્યું છે. પત્રકારનાં મોત અંગે જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને પુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો છે. મહેબુબા મુફ્તીએ ટ્વીટર પર લખ્યું કે, શુજાત બુખારીના આકસ્મીક મોતથી પરેશાન અને દુખી છું. આ ઇદ પહેલા આતંકવાદીઓનું ધૃણીત કૃત્ય છે. 

— Mehbooba Mufti (@MehboobaMufti) June 14, 2018

બીજી તરફ પુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુખ વ્યક્ત કર્યો છે. ઉમર અબ્દુલ્લાએ ટ્વીટર પર લખ્યું કે, આ ઘટનાથી હું સંપુર્ણ રીતે શોક્ડ છું. 
I’m in complete shock. Hearing the worst but hoping for the best. @bukharishujaat please pull through this.
— Omar Abdullah (@OmarAbdullah) June 14, 2018
દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, આ આતંકવાદીઓની કાયરતાપુર્ણ હરકત છે. તેઓ એક સાહસી અને નિડર પત્રકાર હતા. આ હૂમલો એવા અવાજોને ચુપ કરાવવાનો પ્રયાસ છે. 

— Mehbooba Mufti (@MehboobaMufti) June 14, 2018

શા માટે થયો હૂમલો
મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ શ્રીનગરના પ્રેસ કોલોનીમાં રાઇઝીંગ કાશ્મીર સમાચાર પત્રના સંપાદક સુજાત બુખારી પર હૂમલો કર્યો, જેમાં તેમનાં મોત નિપજ્યા હતા. આ હુમલામાં બુખારીનાં બે પીએસઓને પણ ગોળી લાગી હતી. જેમાં એકનું નોત થઇ ચુક્યું છે અને બીજા ગંભીર રીતે ઘાયલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના ઘરે કાશ્મીર મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરી. સુત્રો અનુસાર આ બેઠકમાં ઇદ બાદ કાશ્મીરમાં સીઝફાયર ચાલુ રાખવું કે નહી તે અંગે ચર્ચા થઇ. જો કે હજી તેના પર અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો. જમ્મુ કાશ્મીરમાં શાંતિના ઉદ્દેશ્યથી ગૃહમંત્રાલયે આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન પર ઇદ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો. આ રમઝાન સીઝફાયર કહેવામાં આવ્યું હતું. બેઠકમાં અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે વાત કરવામાં આવી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news