India Corona Cases Update: કોરોનાના નવા કેસમાં ચિંતાજનક વધારો, એક જ દિવસમાં 3 લાખ કરતા વધુ નવા દર્દીઓ

ભારતમાં કોરોના વાયરસના નવા કેસ એકવાર ફરીથી રેકોર્ડબ્રેક વધવા લાગ્યા છે.

India Corona Cases Update: કોરોનાના નવા કેસમાં ચિંતાજનક વધારો, એક જ દિવસમાં 3 લાખ કરતા વધુ નવા દર્દીઓ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસ એકવાર ફરીથી રેકોર્ડબ્રેક વધવા લાગ્યા છે. દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં નવા 3 લાખથી વધુ કેસ નોંધાયા છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ નવા 3.17  લાખથી વધુ દર્દી રિપોર્ટ થયા છે. આ સાથે જ વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ પણ વધીને 9 હજારને પાર ગયા છે. 

નવા 3 લાખથી વધુ કેસ નોંધાયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,17,532 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 19,24,051 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,23,990 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. 

એક દિવસમાં 491 દર્દીઓના મોત
કોરોનાથી એક દિવસમાં 491 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં દેશભરમાંથી કુલ 4,87,693 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 16.41% થઈ ગયો છે. 

Active case: 19,24,051
Daily positivity rate: 16.41%

9,287 total Omicron cases detected so far; an increase of 3.63% since yesterday pic.twitter.com/L4KnawIEAd

— ANI (@ANI) January 20, 2022

ઓમિક્રોનના કેસ વધ્યા
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો કેસ વધીને 9,287 થઈ ગયા છે. ગઈ કાલની સરખામણીએ 3.63 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં પૂરપાટ ઝડપે રસીકરણ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 159.67 ડોઝ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news