Break The Chain: મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધોની જાહેરાત, સરકારે વધુ કડક બનાવ્યા નિયમો

મહારાષ્ટ્રમાં 15 દિવસના લૉકડાઉન બાદ પ્રતિબંધો વધુ કડક કરી દેવામાં આવ્યા છે. 22 એપ્રિલે રાત્રે 8 કલાકથી 1 મે સુધી રાજ્યમાં આકરા નિયમો લાગૂ રહેશે. 
 

Break The Chain: મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધોની જાહેરાત, સરકારે વધુ કડક બનાવ્યા નિયમો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણથી સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 67 હજારથી વધુ કેસ આવ્યા છે. કોરોના ચેન તોડવા માટે ઉદ્ધવ ઠાકરે સરકારે 22 એપ્રિલથી 1 મે સુધી રાજ્યભરમાં આકરા પ્રતિબંધો લગાવી દીધા છે. રાત્રે 8થી લઈને સવારે 7 સુધી નિયમો કડક રહેશે. આ દરમિયાન બીજા જિલ્લામાં લોકો માત્ર જરૂરી કારણ હશે તો સફર કરી શકશે. 

આ સિવાય સરકારી ઓફિસોમાં માત્ર 15 ટકા લોકોને આવવાની મંજૂરી હશે. લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોની હાજરી રહેશે. અહીં બે કલાકની અંદર સમારોહ સમાપ્ત કરવો પડશે. લોકલ ટ્રેન સેવા માટે ઇમરજન્સી સર્વિસ માટે ઉપલબ્ધ રહેશે. કાનગી બસો 50 ટકા ક્ષમતાની સાથે ચલાવી શકાશે. આ દરમિયાન કોઈ યાત્રી ઊભો રહીને મુસાફરી કરી શકશે નહીં. જો નિયમનું પાલન ન કરી શક્યા તો 10 હજારનો દંડ ફટકારાશે. 

લોકલ ટ્રેન માત્ર ઇમરજન્સી સેવાઓ માટે
લોકલ ટ્રેન, મોનો અને મેટ્રોનો ઉપયોગ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને લોકલ ઓથોરિટીના સ્ટાફની સાથે ડોક્ટરો અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો કરી શકે છે. લોકલ ટ્રેનનો મેડિકલ ઇમરજન્સી માટે ઉપયોગ થઈ શકે છે. આ સિવાય ખાનગી બસોએ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા પહેલા લોકલ DMA ને સૂચના આપવી જરૂરી રહેશે. સાથે ખાનગી બસોની જવાબદારી હશે કે બીજા જિલ્લામાંથી આવનારના હાથમાં 14 દિવસ ક્વોરેન્ટાઈનનો સિક્કો લગાવવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news