PM હોવા છતા ફાટેલી ધોતી સીવીને પહેરતા, આજે લાલ બહાદુર શાસ્ત્રીનો પણ છે જન્મદિન

ગાંધી બાપુની સાથે આજે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ 114મી જયંતી છે. તેમનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં થયો હતો. તેઓ પોતાની ઈમાનદાર છબીને કારણે આખી દુનિયામાં ફેમસ બન્યા હતા

PM હોવા છતા ફાટેલી ધોતી સીવીને પહેરતા, આજે લાલ બહાદુર શાસ્ત્રીનો પણ છે જન્મદિન

ગાંધી બાપુની સાથે આજે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ 114મી જયંતી છે. તેમનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં થયો હતો. તેઓ પોતાની ઈમાનદાર છબીને કારણે આખી દુનિયામાં ફેમસ બન્યા હતા. તેમણે પોતાનું આખુ જીવન સરળતા અને સાદગીથી પસાર કર્યું હતું. સરકારી કામકાજમાં તેઓ સિદ્ધાંતના આગ્રહી હતા. તેમજ સામાજિક જીવન તેમણે પૂરતી નિષ્ઠાથી પસાર કર્યું હતું. તેઓ જાતિવાદના વિરોધી હતા. 

કાશી વિદ્યાપીઠમાંથી શાસ્ત્રીની ઉપાધિ મળ્યા બાદ તેમના નામની સાથે શાસ્ત્રી શબ્દ જોડાયો હતો. પરંતુ આ ઉપાધિ મળતા જ તેમણે પોતાના નામની સાથે જોડાયેલી શ્રીવાસ્તવની સરનેમ હટાવી દીધી હતી.  

ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા
શાસ્ત્રીજી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું. તેમના પિતા શિક્ષક હતા. તેઓ બહુ જ સાધારણ પરિવારમાંથી આવતા હતા. તેમની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે, તેમની ગરીબાઈના અનેક કિસ્સાઓ જોવા મળે છે. 

રૂપિયા ન હોવાથી તરીને નદી પાર કરી હતી
શાસ્ત્રીજીનો નદીપાર કરવાનો કિસ્સો બહુ જ ફેમસ છે. સ્કૂલ માટે નાવડીમાં નદી પાર કરવાના પણ તેમની પાસે રૂપિયા ન હતા. તેથી તેઓ અનેકવાર નદીમાં તરીને સ્કૂલ પહોંચતા હતા. એકવાર તો ગામમાં મેળો લાગ્યો હતો અને તેમના બધા રૂપિયા મેળામાં ખર્ચાઈ ગયા હતા. આવામાં તેમની પાસે નાવડીવાળાને આપવાના પણ રૂપિયા ન હતા. તેથી તેમને બધા મિત્રોને નાવડીથી જવાનું કહ્યં, અને પોતે સ્વીમિંગ કરીને ઘરે પહોંચ્યા હતા. શાસ્ત્રીજી નહોતા ઈચ્છતા કે તેમના મિત્રો તેમના ખર્ચાનો બોજ ઉઠાવે. 

દહેજમાં મળ્યો હતો ચરખો
લોકોને દહેજમાં સોના-ચાંદી અને ધરવખરીનો સામાન મળે છે, પરંતુ શાસ્ત્રીજીને દહેજમાં ચરખો અને થોડા કપડા મળ્યા હતા. 

સ્વતંત્રતાની ચળવળ બાદ જ્યારે ભારત આઝાદ થયો ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીને મહત્ત્વનું પદ મળ્યું હતું. જ્યારે પંડિત જવાહર લાલ નહેરુનું નિધન થયું, તો પીએમ પદ માટે શાસ્ત્રીને દાવેદાર ગણાયા હતા, અને તેઓ 1964માં દેશના પીએમ બન્યા હતા. પરંતુ 1965માં જ પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થઈ ગયું હતું. તેનાથી દેશને ભારે નુકશાન થયું હતું. ત્યારે દેશમાં દુષ્કાળ પણ પડ્યો હતો. આ વચ્ચે શાસ્ત્રીજીએ દેશના લોકો એક દિવસનો ઉપવાસ કરવા કહ્યું હતું. તેમણે પણ એક દિવસનો ઉપવાસ કર્યો હતો. તે સમયે દેશને એટલું આર્થિક નુકશાન થયું હતું, કે પીએમ શાસ્ત્રીએ પોતાનો પગાર લેવાની ના પાડી હતી. એકવાર તો તેમની જૂની ધોતી ફાટી ગઈ હતી, તો એક કાર્યક્રમમાં જવા માટે પોતાની ફાટેલી ધોતી સીવીને પહેરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news