ગાંધીજી

Alcohol seized from Mahatma Gandhi National School PT4M

રાજકોટ શર્મસાર: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય શાળામાંથી જે ઝડપાયું તે જોઇ ચોંકી જશો

રાજકોટ શર્મસાર: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય શાળામાંથી જે ઝડપાયું તે જોઇ ચોંકી જશો

Nov 30, 2019, 12:10 AM IST

એક સમયે ગાંધીજી પણ હતા ફૂટબોલના શોખીન, દક્ષિણ આફ્રિકામાં શરૂ કરી હતી ત્રણ ક્લબ

ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સંઘર્ષ વિશે તો સૌ જાણે છે પરંતુ તેમણે ત્યાં એક અલગ કામ કર્યું હતું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં 1896માં એક- બે નહીં પરંતુ ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. હા, તેમણે ડરબન, પ્રીટોરિયા અને જોહાનિસબર્ગમાં ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી અને તેને 'પેસિવ રજિસ્ટર્સ સોકર ક્લબ્સ' નામ આપ્યું હતું. 

Oct 21, 2019, 11:51 PM IST

ગાંધીજીએ આત્મહત્યા કરવા શું કર્યું હતું? દારૂડિયાના ત્રાસ વિશે પોલીસવડાને અરજી લખો... શાળામાં આવા પ્રશ્નો પૂછાતા થયો વિવાદ

ગાંધીનગર (Gandhinagar) ની એક શાળામાં એક પરીક્ષામાં પૂછાયેલા ગાંધીજી (Gandhiji) ની આત્મહત્યા અને દારુબંધી (liquor ban) ના વિષયોને નિબંધને લઈને વિવાદ છંછેડાયો છે. સંવેદનશીલ એવા આ મુદ્દા પર ધોરણ 9 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને લખવાનુ કહેવામાં આવ્યું હતું. તો બીજી તરફ શિક્ષણ વિભાગ આ પ્રકારના પૂછાયેલા પ્રશ્નોથી સાવ અજાણ હોવાનું સામે આવ્યું હતું. આવા પ્રકારના પ્રશ્નોથી બાળકોના માનસ પર કેવી અસર થાય છે તે સૌથી મોટો મુદ્દો છે.

Oct 13, 2019, 08:24 AM IST

VIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ

આજે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં પણ સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. 
 

Oct 3, 2019, 12:00 AM IST

'સાબરમતી આશ્રમ સંકલ્પથી સિદ્ધિ તરફનું તીર્થ': આશ્રમની ડાયરીમાં પીએમ મોદીની નોંધ

ગાંધીજયંતી નિમિત્તે પીએમ મોદી અમદાવાદના સાબરમતી આશ્રમના મહેમાન બન્યા હતા. તેમણે આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને ફુલ ચડાવીને વિશ્વ મહાત્માને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી આશ્રમની મુલાકાત લીધી હતી અને આશ્રમમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલી વિવિધ વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી. 

Oct 2, 2019, 07:59 PM IST

ગાંધી જયંતીઃ આજે પણ કાનમાં ગુંજે છે ગાંધીજી પર લખાયેલા આ ગીત

ગાંધીજી ઉપર ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો અને ગીતો બન્યા છે. ગાંધીજીના પ્રખ્યાત ભજન 'વૈષ્ણવ જન..'થી માંડીને અનેક ગીતકારોએ ગાંધીજીની પ્રશંસામાં ગીતો લખ્યા છે અને આ ગીતો આજે પણ લોકોને યાદ છે. 
 

Oct 2, 2019, 04:11 PM IST

ગાંધી જયંતીઃ તમને જાણીને આશ્ચર્ય થશે ભારત પછી અમેરિકામાં છે બાપુની સૌથી વધુ પ્રતિમાઓ

એટલાન્ટામાં આવેલા 'ધ ગાંધી ફાઉન્ડેશન ઓફ યુએસએ'ના અધ્યક્ષ રાજદાન અમેરિકામાં ગાંધીજીની અનેક પ્રતિમાઓની સ્થાપના કરવાનું કામ કરે છે. તેમનું વર્ષ 2013માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડથી સન્માન પણ કરાયું હતું. 
 

Oct 2, 2019, 12:14 AM IST

ગાંધીજયંતીઃ 17મી સદીના જાપાનથી આવ્યા છે ગાંધીજીના ત્રણ વાંદરા, જાણીને થશે આશ્ચર્ય...

17મી સદીમાં જાપાનના શહેર નિક્કોમાં પ્રથમ વખત આ ત્રણ વાંદરાની પ્રતિમાને પ્રખ્યાત તોશો-ગુ-મઠના એક દરવાજા પર લગાવાઈ હતી. તેમની કોતરણી હિંદારી જિંગોરોએ કરી હતી. આ મઠ શિન્ટો સંપ્રદાયનાછે. આ સંપ્રદાયમાં વાંદરાઓનું વિશેષ મહત્વ છે. 
 

Oct 1, 2019, 11:55 PM IST

ગાંધીજયંતી 150 વર્ષઃ શું તમે ગાંધીજીની તંદુરસ્તીનું રહસ્ય જાણો છો? જાણવા કરો ક્લિક....

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ દ્વારા ગયા વર્ષે 'ગાંધી એન્ડ હેલ્થ@150' નામનું એક પુસ્તક બહાર પડાયું હતું. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીની આહારસરણીથી માંડીને તેમને થયેલી બીમારીઓ અંગે માહિતી આપવામાં આવી છે. 
 

Oct 1, 2019, 10:11 PM IST

ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પાછળ છે રસપ્રદ સ્ટોરી, જાણો શું છે સમગ્ર બાબત...

મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી કે પછી બાપુ, તમે જે કોઈ નામથી તેમને બોલાવો, ગાંધીજી દરેક સમયે પ્રસ્તુત છે, પછી તે 2 ઓક્ટોબર ગાંધી જયંતી હોય, 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન હોય, સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય કે પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય.... બાપુને દરેક સમયે લોકો યાદ કરતા રહે છે 

Oct 1, 2019, 09:36 PM IST

ગાંધી જયંતિએ પોરબંદરમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા ‘અસ્માવતી રીવરફ્રન્ટ’નું થશે ઉદ્દઘાટન

ગાંધીભૂમિ પોરબંદર ખાતે 40 કરોડથી વધુના ખર્ચે સૌરાષ્ટ્રના પ્રથમ એવા અસ્માવતી રીવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાંધી જયંતી નિમિત્તે પોરબંદર આવી રહેલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કિર્તીમંદિર ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ આ રીવરફ્રન્ટનું લોકાર્પણ કરશે.

Oct 1, 2019, 09:36 PM IST

"વ્યક્તિની ઓળખ તેના કપડાથી નહીં, તેના ચારિત્ર્યથી થાય છે": ગાંધીજીના 10 અમૂલ્ય વિચાર

ગાંધીજીએ આજીવન જે વિચારો રજુ કર્યા છે અને તેમણે જે રીતે પોતાનું જીવન વ્યતિત કર્યું છે તે લોકોના માટે એક દૃષ્ટાંત પુરું પાડનારું છે. ગાંધીજીના વિચારોને અપનાવીને તમે પણ સત્ય અને અહિંસના માર્ગે ચાલી શકો છો. 

Oct 1, 2019, 09:25 PM IST

મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા, હેલ્મેટ વગરની બાઈક રેલી કાઢી

ગાંધી વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં એક યાત્રા દાંડીથી અમદાવાદ સાબરમતી આશ્રમ અને પોરબંદરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પહોંચશે. પોરબંદરથી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ યાત્રાની આગેવાની કરી છે. ચાર દિવસ બાદ ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચશે.

Sep 27, 2019, 03:27 PM IST

ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પાછળ છે અત્યંત રસપ્રદ કહાણી, જાણો શું છે સમગ્ર બાબત...

મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી કે પછી બાપુ, તમે જે કોઈ નામથી તેમને બોલાવો, ગાંધીજી દરેક સમયે પ્રસ્તુત છે, પછી તે સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય.... બાપુને દરેક સમયે લોકો યાદ કરતા રહે છે 
 

Aug 15, 2019, 10:46 PM IST

દેશની રક્ષાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં તૈયાર થઇ 6 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી ‘અનોખી રાખડી’

15મી ઓગસ્ટના રોજ આ વખતે દેશ 73માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરશે ત્યારે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના સંબંધોનો દિવસ એટલે કે, રક્ષાબંધનનો તહેવાર પણ 15મી ઓગસ્ટના દિવસે જ આવી રહ્યો છે. 73 માં સ્વાતંત્ર્ય દિન અને રક્ષાબંધનના પર્વને યાદગાર બનાવવા માટે અમદાવાદના મણીનગરમાં આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ મંદિર ખાતે એક ખાસ રાખડી તૈયાર કરવામાં આવી છે.

Aug 11, 2019, 04:30 PM IST

આજે ગાંધીનગરનો સ્થાપના દિન - સરકારી વેબસાઈટ હજુ ય પાટનગરને ગાંધીજીની જન્મભૂમિ માને છે!

રાજ્યનું પાટનગર ગાંધીનગર આજે 55 વર્ષનું થયું. એક સમયે જ્યાં વસવાટ માટે લોકોને વિનવવા પડતાં એ સ્થળ આજે રાજ્યના સૌથી વધુ ખૂબસૂરત અને એટલાં જ મોંઘા શહેર તરીકે જાણીતું છે. જોકે સ્માર્ટ સિટી બનવા તરફ ગતિ કરતાં આ શહેર વિશે સરકારી વેબસાઈટ પોતે જ છબરડા વાળતી દેખાય છે

Aug 2, 2019, 01:02 PM IST

ગાંધીજીના પરિવારનું સરકારી અધિકારીએ કર્યું અપમાન, કહ્યું ગાંધીના નામનો કર્યો ખોટો ઉપયોગ

અનેક વખત સરકારી અધિકારીઓનું વર્તન એટલું બેહુદુ હોય છે કે તેઓ જાણે લોકોની કોઈ પરવા જ નથી, આવી એક ઘટના સુરતમાં બની છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રવધુનું રીતસર અપમાન કરવામાં આવ્યું હતું. પોતાની મૂડી ગરીબ બાળકો માટે દાન કરવા માંગતા ગાંધીજીના પૌત્રવધુ એક ટ્રસ્ટ શરૂ કરવા માંગતા હતા. જોકે તેમની વારંવારની અરજી ચેરીટી કમિશ્નર ઓફિસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી,. સાથે એવી ટીપ્પણી પણ કરવામાં આવી હતી કે શા માટે ગાંધીજીના પરિવારજનો તેમનું નામ વટાવવા માંગે છે. જેથી સોમવારે ખુદ 92 વર્ષીય પુત્ર વધુ ચેરીટી કમિશ્નરની ઓફિસે પહોંચ્યા હતા. અને ટ્રસ્ટનું રજીસ્ટેશન કરાવ્યું હતું.

Mar 11, 2019, 06:31 PM IST

મિશન@દક્ષિણ ગુજરાત : બેક ટુ બેક સુરતમાં આવવા પાછળ પીએમ મોદીનો શું ઈરાદો છે?

 જાન્યુઆરી મહિનામાં પીએમ મોદીએ બે વાર ગુજરાતનો પ્રવાસ કર્યો. બંને પ્રવાસોમાં તેમણે દક્ષિણ ગુજરાતમાં કરોડોના કામોનું લોકાર્પણ કર્યું. ગઈકાલે તેમણે સુરત અને દાંડીની વિઝીટમાં પણ કરોડોનાં વિકાસ કાર્યોનું શિલાન્યાસ તથા લોકાર્પણ કર્યુ. તથા ચારેય કાર્યક્રમોમાં ચારવાર સંબોધન કર્યુ. પણ સવાલ એ છે કે મોદી વારંવાર સુરત કેમ આવે છે. મોદીનું સુરત આવવા પાછળનું પ્રયોજન શું છે. શું પીએમ મોદીની સુરત મુલાકાતો તેમના મિશન દક્ષિણ ગુજરાતનો જ એક ભાગ છે. કરીએ કારણો પર એક નજર...

Jan 31, 2019, 09:14 AM IST

ગાંધીજીએ નમક સત્યાગ્રહને હથિયાર બનાવ્યું અને અંગ્રેજ સરકાર હચમચી ગઈઃ પીએમ મોદી

સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન અને ત્યાર બાદ વિનસ હોસ્પિટલના લોકાર્પણ બાદ પીએમ મોદી દાંડી પહોંચ્યા છે. જ્યાં તેઓ હવે દાંડી મ્યૂઝિયમને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. 

Jan 30, 2019, 04:44 PM IST

PM મોદીની સંવેદનશીલતા, યુવકને ચક્કર આવતા ભાષણ અટકાવ્યું

 સુરતમાં વિવિધ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદી કતારગામ પહોંચ્યા હતા. તેમણે અહીં ટેકનોલોજીથી સજ્જ કરાયેલી 112 વર્ષ જૂની વિનસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. 40 કરોડના ખર્ચે બનનાર વિનસ હોસ્પિટલ તેમણે લોકો માટે ખુલ્લી મૂકી હતી. અહીં તેઓ એક સભા પણ સંબોધન કરવાના છે. 

Jan 30, 2019, 03:04 PM IST