Corona Virus Cases Today: દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો; છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ, મોત અને એક્ટિવ કેસનો આંક વધ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 15 લાખ 50 હજાર 377 થઈ ગઈ છે. જ્યારે, આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 86 હજાર 66 થઈ ગઈ છે.

Corona Virus Cases Today: દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો; છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ, મોત અને એક્ટિવ કેસનો આંક વધ્યો

Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીની સ્પીડ રોકાવાનું નામ લઈ રહી નથી. દિવસેને દિવસે આંકડો બેકાબૂ બની રહ્યો છે. જ્યારે, કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 71 હજાર 202 નવા કેસ નોંધાયા છે અને 314 લોકોના મોત થયા છે. જ્યારે, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના અત્યાર સુધીમાં 7 હજાર 743 કેસ નોંધાયા છે. મોટી વાત એ છે કે દેશમાં ગઈકાલ કરતાં 2,369 વધુ કેસ નોંધાયા છે, જ્યારે ગઈકાલે કોરોના વાયરસના 2,68,833 કેસ નોંધાયા હતા. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.

એક્ટિવ કેસ વધીને 15 લાખ 50 હજાર 377 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 15 લાખ 50 હજાર 377 થઈ ગઈ છે. જ્યારે, આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 86 હજાર 66 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે એક લાખ 38 હજાર 331 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 50 લાખ 85 હજાર 721 લોકો સંક્રમણમાંથી મુક્ત થઈ ગયા છે.

Active case: 15,50,377
Daily positivity rate: 16.28%)

Confirmed cases of Omicron: 7,743 pic.twitter.com/NhnMY247oV

— ANI (@ANI) January 16, 2022

અત્યાર સુધીમાં 156 કરોડથી વધુ કરોના ડોઝ આપવામાં આવ્યા
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 66 લાખ 21 હજાર 395 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 156 કરોડ 76 લાખ 15 હજાર 454 ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 7743 કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં 7 હજાર 743 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા છે. મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં સૌથી વધુ કેસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news