RSS મુખ્યમથકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ભાષણની 10 ખાસ વાતો...
પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીએ કહ્યું કે ભારતની આત્મા બહુલવાદ અને સહિષ્ણુતામાં વસેલી છે
Trending Photos
નાગપુર : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા માટે નાગપુર ખાતે પહોંચેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તૃતીય વર્ષ શિક્ષા વર્ગના સમાપન સમારોહ પ્રસંગે સ્વયં સેવકોને સંબોધિત કર્યા. રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ અંગે આરએસએસ મુખ્ય મથકે પોતાના વિચારો વ્યક્ત કરતા પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીએ કહ્યું કે, ભારતનો આત્મા બહુલતાવાદ અને સહિષ્ણુતામાં વસે છે. મુખર્જીએ કહ્યું કે, ભારતમાં અમે પોતાની શક્તિ સહિષ્ણુતાથી પ્રાપ્ત કરીએ છીએ અને બહુલવાદનું સન્માન કરે છે. અમે પોતાની વિવિધતાઓનો ઉત્સવ મનાવીએ છીએ.
પ્રણવ દાનાં ભાષણની 10 મહત્વની વાતો...
1. પુર્વ રાષ્ટ્રપતિએ પ્રાચીન ભારતથી માંડીને દેશના સ્વતંત્રતા આંદોલન સુધીનાં ઇતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમારા રાષ્ટ્રવાદ વસુધૈવ કુટુમ્બકમ તથા સર્વે ભવન્તુ સુખિન.. જેવા વિચારો પર આધારિત છે. તેમણે કહ્યું કે, અમારા રાષ્ટ્રવાદમાં અલગ અલગ સમ્મીશ્રણ થયું છે.
2. પ્રણવ દાએ કહ્યું કે, ધૃણા અને અસહિષ્ણુતાથી અમારી રાષ્ટ્રીયતા નબળી હોય છે.
3. મુખર્જીએ રાષ્ટ્રવાદની અવધારણા મુદ્દે સુરેન્દ્ર નાથ બેનર્જી તથા બાળગંગાધર તિલકનાં વિચારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમારો રાષ્ટ્રવાદ કોઇ ક્ષેત્ર, ભાષા તથા ધર્મ વિશેષની સાથે સંબંધ જોડાયેલો છે. તેમણે કહ્યું કે આપણા માટે લોકશાહી સૌથી મહત્વપુર્ણ માર્ગદર્શક છે.
4. તેમણે કહ્યું કે આપણા રાષ્ટ્રવાદનો પ્રવાહ સંવિધાન થકી હોય છે.
5. તેમણે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે જ લોકોની પ્રસન્નતા અને ખુશીને રાજાની ખુશી તરીકે સ્વિકાર્યું હતું.
6. પુર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે પોતાનાં જાહેર વિમર્શને હિંસાથી મુક્ત કરવા પડશે.
7. સાથે જ તેમણે કહ્યું કે, એક રાષ્ટ્રસ્વરૂપે આપણે શાંતિ, સૌહાર્દ અને પ્રસન્નતાની તરફ વધવું જોઇએ.
8. મુખર્જીએ કહ્યું કે, અમારા રાષ્ટ્રને ધર્મ, હઠધર્મિતા અથવા અસહિષ્ણુતાનાં માધ્યમથી પારિભાષિત કરવાનો કોઇ પણ પ્રયાસ માત્ર આપણા અસ્તિત્વને જ નબળું કરશે.
9. ભારતીય રાષ્ટ્રવાદ, વૈશ્વિકતા, સમાવેશ અને સહ અસ્તિત્વથી ઉપજેલું છે.
10.પ્રણવ દાએ કહ્યું કે, આપણા રાષ્ટ્રવાદમાં અલગ અલગ વિચારોથી સમ્મેલિત થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે