ટીવી એન્કરે લગ્નની ના પાડતા રૂપરૂપના અંબાર જેવી મહિલા વેપારીએ તેની સાથે ના કરવાનું કર્યું!
મહિલા કારોબારી પ્રણવ પર લગ્ન કરવા દબાણ કરવા લાગી. તેણે ઇન્કાર કરતાં અને તેનો ફોન નંબર બ્લોક કરતાં મહિલા કારોબારીએ તેનું અપહરણ કર્યુ હતુ. તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી. જાણો પછી આગળ આ કહાનીમાં શું થયું....
Trending Photos
નવી દિલ્લીઃ પ્રેમ વિશે કહેવાય છેકે, એવરીથિંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર! અર્થાત મહોબ્બત ઔર જંગમેં સબ કુછ જાયજ હૈ...આ ઉક્તિને અનુરૂપ ન્યૂઝ એન્કરના પ્રેમમાં પાગલ વેપારી મહિલાએ કરી દીધો મોટો કાંડ. જેને કારણે ગામ આખાની ખબર આપતો ટીવી એન્કર પોતે જ બની ગયો ખબર. મહિલા વેપારીના એક તરફી પ્રેમ અને તેના ઝઝૂને ટીવી એન્કરને કરી દીધો ગાયબ. શું છે સમગ્ર મામલો જાણો આ અહેવાલમાં...
આ કિસ્સો છે હૈદરાબાદનો. જ્યાં એક મહિલા વેપારી અને એક ટીવી એન્કર વચ્ચે એક તરફી પ્રેમની વાત પણ ચર્ચામાં આવી હતી. એવી વાત પણ સામે આવી છેકે, ટીવી એન્કરે લગ્નનો ઈનકાર કરતાં મહિલા વેપારીએ તેનું કેડનેપિંગ કરાવી લીધું. ટીવી એન્કરનો પીછો કરીને તેનું અપહરણ કરવાના આરોપમાં પકડવામાં મહિલા વેપારીની ધરપકડ કરવામાં આવી છે. પાંચ સ્ટાર્ટઅપ કંપનીઓની એમડી ભોગીરેડ્ડી તૃષા પર ટીવી એન્કર પ્રણવ સિસ્તલાનું અપહરણ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે આ કેસમાં મહિલા કારોબારી અને તેના સાથીઓની ધરપકડ કરી છે.
40 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો આવ્યો સામેઃ
સમગ્ર મામલામાં ટીવી એન્કરની પ્રોફાઈલનો ઉપયોગ કરી મહિલા કારોબારી સાથે ૪૦ લાખનો ફ્રોડ થયો હોવાનું પણ સામે આવ્યું છે. મહિલા વેપારીએ આવુ એટલા માટે કર્યુ કેમકે તેની સાથે અજાણી વ્યક્તિએ ટીવી એન્કર પ્રણવ સિસ્તલના પ્રોફાઈલનો ઉપયોગ કરીને તેની સાથે ૪૦ લાખ રુપિયાની છેતરપિંડી કરી હતી. એક મેરેજ બ્યૂરોની ચૂંટણી સાઈટ પર તેણે પોતાની પ્રોફાઈલમાં ધનનો ટીવી એન્કર પ્રણવના ફોટાનો ઉપયોગ કર્યો હતો. મહિલા વેપારીએ એન્કરની પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે તેની કાર પર એક એરટેગ પણ લગાવ્યું હતું. આ એક પ્રકારનું જીપીએસ ડિવાઈસ છે, જેના દ્વારા તમે - લાઈવ લોકેશનની જાણકારી મેળવી શકો છો.
એક તરફી પ્રેમમાં પાગલ હતી મહિલા વેપારીઃ
મહિલા કારોબારી બે વર્ષ પહેલા ભારત મેટ્રિમોનિયલની વેબસાઈટ દ્વારા ચેતન્ય રેડ્ડી નામની વ્યક્તિના સંપર્કમાં આવી. બંને વચ્ચે વાતચીત વધતા તેમણે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ચેટ કરવાનો પ્રારંભ કર્યો. કેટલાક દિવસ પછી તેણે સારા વળતરનું વચન આપતા તેને પોતાના કારોબારમાં રોકાણ કરવા જણાવ્યું હતું. એ મહિલાએ યુપીઆઈ દ્વારા તે વ્યક્તિને ૪૦ લાખ રુપિયા આપ્યા હતા. તેના પછી તે વ્યક્તિ મહિલાના ફોનને ટાળવા લાગ્યો. મહિલા વેપારીને જ્યારે ઠગાઈનો અહેસાસ થયો ત્યારે તેણે પ્રોફાઇલ પર આપવામાં આવેલા ફોન નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. તેણે જ્યારે સંપર્ક કર્યો તો આ નંબર ટીવી એન્કર પ્રણવનો નીકળ્યો. તેને આ અંગે જણાવતા પ્રણવે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી.
લગ્ન માટે એન્કર પર દબાણ કરવા લાગી મહિલા વેપારીઃ
ત્યાર પછી મહિલા કારોબારી પ્રણવ પર લગ્ન કરવા દબાણ કરવા લાગી. તેણે ઇન્કાર કરતાં અને તેનો ફોન નંબર બ્લોક કરતાં મહિલા કારોબારીએ તેનું અપહરણ કર્યુ હતુ. તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી. પ્રણવે પછી મહિલા કારોબારીને વચન આપ્યું કે તે તેની સાથે વાતચીત કરશે, તેમ કહી તે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો. પોલીસે મહિલા કારોબારી અને તેના પાંચેય સાથીની ધરપકડ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે