AHMEDABAD માટે સૌથી મોટા સમાચાર, શહેરના હૃદય સમાન વિસ્તાર 9 મહિના માટે રહેશે બંધ
Trending Photos
અમદાવાદ : મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના લાલદરવાજા ટર્નિનસનું રીડેવલપમેન્ટનું કામ શરૂ થવાનું છે આ ઉપરાંત આરસીસી રોડ બનાવવાનું કામ પણ શરૂ કરવાનું હોવાથી 15- જુલાઇ 2021 થી માંડીને આવતા વર્ષે 14 માર્ચ 2022 સુધી સમગ્ર ટર્મિનસ બંધ રહેશે. આ ઉપરાંત લાલદરવાજા ટર્મિનસથી મ્યુનિસિપલ સ્નાનાગારથી હોમગાર્ડ ઓફીસથી અપના બજાર જતો રસ્તો ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેશે.
આ ઉપરાંત વિક્ટોરિયા ગાર્ડનથી સ્ટેટબેંક ઓફ ઇન્ડિયા થઇને અપના બજાર તરફ જવાનો રસ્તો યથાવત્ત રહેશે. આ ઉપરાંત હોમગાર્ડ ઓફીસ આવવા જવા માટે નહેરૂબ્રિજ તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. અત્રે નોંધનીય છે કે, ટર્મિનસની કામગીરી લાંબા સમયથી કરવાની હતી. જો કે કોરોનાને કારણે અટકેલી પડી હતી.
AMTS લાલ દરવાજા ટર્મિનસનું રી- ડેવલોપમેન્ટ કામ ચાલુ કરવાનું હોવાથી આટલા રસ્તા રહેશે બંધ...
* 15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી લાલ દરવાજા મ્યુ. સ્નાનાગારથી અપના બજાર જતો રસ્તો બંધ રહેશે.
* વિક્ટોરિયા ગાર્ડન - SBI - અપના બજાર જતો રસ્તો ચાલુ રહેશે.
* હોમગાર્ડ ઓફિસ જવા નહેરુ બ્રિજ તરફના રસ્તાનો ઉપયોગ કરવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે