જો આ પ્લાન સફળ થયો હોત તો ક્યારનો પતી ગયો હોત દાઉદ! અંડરવર્લ્ડનો કિસ્સો

Dawood Ibrahim Encounter Plan: દાઉદ અને તેની ગેંગે અનેક પ્રયાસ કર્યા પણ માન્યા સુર્વે હાથે લાગ્યો નહીં. હા માન્યા સુર્વે દાઉદના હાથે તો ન લાગ્યો પણ મુંબઈ પોલીસના સકંજામાં આવી ગયો. વર્ષ 1982માં માન્યા સુર્વેનું ઇન્સ્પેક્ટર ઈશાકે એન્કાઉન્ટર કર્યું. માન્યા સુર્વેના એન્કાઉન્ટર બાદ દાઉદે રાહતનો શ્વાસ લીધો.

જો આ પ્લાન સફળ થયો હોત તો ક્યારનો પતી ગયો હોત દાઉદ! અંડરવર્લ્ડનો કિસ્સો

Dawood Ibrahim Encounter Plan: હાલ પાકિસ્તાનમાં દાઉદને કોઈએ ઝેર આપ્યું હોવાની ખબરો સામે આવી રહી છે. ત્યારે એ કિસ્સાને યાદ કરીએ જ્યારે બન્યો હતો દાઉદને પતાવવાનો પ્લાન. દાઉદને મારવાનો પ્લાન લીક થઈ ગયો નહીં તો ભારતીય સુરક્ષા એજન્સીઓેએ કાસળ કાઢી નાખ્યું હોત, ગુંડાનું ગુંડાઓના હાથે થાત મોત...ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ તેના ભાઈ સાબીર ઈબ્રાહીમના મોતનો બદલો લેવા માગતો હતો. મુંબઈમાં દાઉદની ડી -ગેંગ, પઠાણી ગેંગ અને માન્યા સુર્વેની ગેંગ સામસામે આવી ગઈ હતી. મુંબઈમાં હવે ગેંગવોર વધુ સક્રિય થયું. દાઉદની ડી ગેંગ સામે પઠાણી ગેંગ અને માન્યા સુર્વેના અનેક માણસો મોતને ઘાટ ઉતારી દેવાયા. કેટલાક લોકો દાઉદના ડરના કારણે ડી ગેંગમાં જોડાઈ ગયા.

દાઉદ અને તેની ગેંગે અનેક પ્રયાસ કર્યા પણ માન્યા સુર્વે હાથે લાગ્યો નહીં. હા માન્યા સુર્વે દાઉદના હાથે તો ન લાગ્યો પણ મુંબઈ પોલીસના સકંજામાં આવી ગયો. વર્ષ 1982માં માન્યા સુર્વેનું ઇન્સ્પેક્ટર ઈશાકે એન્કાઉન્ટર કર્યું. માન્યા સુર્વેના એન્કાઉન્ટર બાદ દાઉદે રાહતનો શ્વાસ લીધો.

બોલીવુડ અને ક્રિકેટ સાથે ડી ગેગનું રહ્યું કનેક્શન-
કહેવાય છે કે દાઉદ ઈબ્રાહીમે તેના ગેરકાનૂની કામોમાં કમાયેલા કરોડો રૂપિયા હિન્દી ફિલ્મો અને ક્રિકેટ સટ્ટામાં લગાવ્યા હતા. દાઉદ ઘણીવાર દૂબઈમાં ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. પોલીસ જાણકારી મુજબ દાઉદ ક્રિકેટ મેચ ફિક્સ કરાવતા અને કરોડો રૂપિયાનો નફો કરતો હતો. મની લોન્ડરિંગમાં પણ દાઉદના રૂપિયાની હેરાફેરી થતી હતી.દાઉદનું તે સમયની અભિનેત્રી મંદાકિની સાથે અફેર રહ્યુ હતું. દાઉદનું મંદાકિની સાથે અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતું. મંદાકિનીને ફિલ્મોમાં રોલ મળે તે માટે દાઉદ પ્રોડ્યુસર-ડિરેકટરને દબાણ કરતો હતો. દાઉદના અંડરગ્રાઉન્ડ થયા બાદ મંદાકિનીએ અન્ય કોઈ સાથે લગ્ન કરી દીધા હતા.

મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ દાઉદ ઈબ્રાહીમ-
વર્ષ 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટને ક્યારેય ભૂલી શકાશે નહીં. 12 માર્ચ 1993ના દિવસે મુંબઈના કેટલાક વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ થયા અને આ બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોના મૃત્યુ અને 800 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ભારતના ઇતિહાસમાં બનેલી આ દુઃખદ ઘટના પાછળ જવાબદાર હતો માસ્ટર માઇન્ડ દાઉદ ઈબ્રાહીમ. બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દાઉદ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.

દાઉદનો એકસમયે જીગરી છોટા રાજન બન્યો કટ્ટર દુશ્મન-
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને છોટા રાજન એકસમયમાં જીગરી મિત્ર હતા. દાઉદ અને છોટા રાજન એક ગેંગમાં સાથે કામ કરતા હતા. વર્ષ 1993માં મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ અને ત્યારબાદ બંને અલગ થઈ ગયા. બંને વચ્ચે વર્ષો સુધી દુશ્મની રહી. દાઉદ અને છોટા રાજન બંનેએ એકબીજાને મારવા શાર્પ શૂટરો મોકલ્યા હતા પણ બંનેને સફળતા મળી નહોંતી. દાઉદની છોટા રાજન સાથે મુલાકાત 80 ના દાયકામાં થઈ હતી. છોટા રાજન મુંબઈમાં સિનેમાની ટિકિટો બ્લેકમાં વેચતો હતો અને તે રીતે ક્રાઈમની દુનિયામાં આવ્યો હતો. છોટા રાજન હાલ જેલવાસ ભોગવી રહ્યો છે

અમેરિકાની પણ દાઉદ પર રહેતી સતત નજર-
દાઉદ ઈબ્રાહિમે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ પહેલા જ ભારત છોડી દીધુ હતું. અમેરિકાની સરકારે દાઉદ ઈબ્રાહીમને વૈશ્વિક આતંકીઓની લીસ્ટમાં સામેલ કર્યો હતો. વર્ષ 2003ની લીસ્ટ મુજબ દાઉદ ઈબ્રાહીમ બે દાયકાઓમાં ઉભરી આવેલા સૌથી મોટા ગુનેગારોમાંથી એક છે. અમેરિકાના પૂર્વ મંત્રી મુજબ દાઉદ ઈબ્રાહીમ અલકાયદાના પૂર્વ પ્રમુખ ઓસામા બિન લાદેન સાથે પણ સંબંધ ધરાવતા હતા.

દાઉદને મારવા તૈયાર કરાયેલી યોજના ફલોપ થઈ-
વર્ષ 2005 જુલાઈ મહિનામાં ભારતની સુરક્ષા એજન્સીએ દાઉદને તેના જ ઠેકાણા પર મારવાની યોજના બનાવી. દાઉદની દીકરી માહરૂખના લગ્ન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે નક્કી કરાયા હતા. 23 જુલાઈ 2005ના દિવસે દૂબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં દાઉદે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યુ હતું. આ જ રિસેપ્શનમાં દાઉદને મારવાનો તખ્તો તૈયાર કરાયો.  સુરક્ષા એજન્સીને સંપૂર્ણ જાણકારી હતી કે દાઉદ તે રિસેપ્શનમાં આવશે. દાઉદને મારવા માટે છોટા રાજનની ગેંગના બે શાર્પ શૂટરને ખાસ તાલીમ અપાઈ હતી. દાઉદને મારવાનો પ્લાન લીક થઈ ગયો હતો જે બાદ મુંબઈ પોલીસમાં કેટલાક દાઉદના લોકોએ જ છોટા રાજનના શાર્પ શૂટરોની ધરપકડ કરાવી હતી.

ડૉન એક નામ અનેક-
એસ.હુસૈન જૈદી પુસ્તક 'ડોંગરી સે દૂબઈ તક'માં દાઉદના 13 નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુંબઈ અંડરવર્લ્ડમાં શરૂઆતના દિવસોમાં દાઉદ 'મુચ્છડ' ના નામથી ઓળખાતો હતો. ભારતથી ભાગ્યા બાદ દાઉદે ન માત્ર પોતાનું નામ પરંતું દેખાવ સાથે પણ વારંવાર બદલાવ કર્યો. કેટલાક લોકો દાઉદને ડેવિડ અથવા ભાઈ કહીને પણ બોલાવે છે. 'હાજી સાહૈબ' અથવા 'અમીર સાહેબ' નામથી પણ દાઉદની ઓળખાણ કરાવવામાં આવતી હોય છે.

ડૉન દાઉદ ઈબ્રાહીમ પાસે છે 4 પાસપોર્ટ-
કેટલીક જાણકારી મુજબ દાઉદ ઈબ્રાહીમ પાસે 4 પાસપોર્ટ છે. દરેક પાસપોર્ટમાં તેની જુદી તસ્વીર છે. શેખ દાઉદ હસન નામથી કરાચીમાં વર્ષ 1996માં પાસપોર્ટ જાહેર કરાયો હતો. બે પાસપોર્ટ પાકિસ્તાન તો એક પાસપોર્ટ UAE અને યમને જાહેર કર્યો હતો.

ફિલ્મી કલાકારો પણ રહ્યા ડૉનના કનેકશનમાં-
હિન્દી ફિલ્મો સાથે અંડર વર્લ્ડની દુનિયાનો જૂનો સંબંધ રહ્યો હતો. ફિલ્મી પડદે અનેક પ્રોડ્યુસર અને ડિરેકટરોએ અંડરવર્લ્ડ અને ડોન દાઉદની દુનિયા બતાવવાનો પ્રયાસ કર્યો. અગાઉ દાઉદની પાર્ટીમાં કે અન્ય ઈવેન્ટમાં ફિલ્મી કલાકારો જોવા મળતા હતા. થોડા દિવસ અગાઉ અનિલ કપૂરનો વર્ષો જૂનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં તે દાઉદ ઈબ્રાહીમ સાથે ઉભો જોવા મળ્યો હતો.  ફિલ્મ નિર્દેશકોએ દાઉદ ઈબ્રાહીમ. છોટા રાજન, છોટા શકીલ, અબુ સાલેમ, માયા ડોલસ અને માન્યા સુર્વે સહિતના પાત્રોને બખૂબી રીતે ફિલ્મી પડદે દર્શાવ્યા.

ફિલ્મોમાં કંડારાઈ અંડરવર્લ્ડની દુનિયા-
અંડર વર્લ્ડ પર બ્લેક ફ્રાઈડે, વન્સ અપન અ ટાઈમ ઈન મુંબઈ પાર્ટ1 અને 2, શૂટઆઉટ એટ લોખંડવાલા, શૂટઆઉટ એટ વડાલા, કંપની, ડી, ડીડે જેવી ફિલ્મો બની..  આ ફિલ્મો દર્શકોને ઘણી પસંદ આવી હતી.

દાઉદ પાકિસ્તાનમાં છે છૂપાયેલો-
દાઉદ ઈબ્રાહીમ વર્ષ 1993 બાદ ભારત માટે મોસ્ટ વોન્ટેડ છે. દાઉદ પાકિસ્તાનમાં છે એ વાત ઘણીવાર બહાર આવી છે પરંતું પાકિસ્તાને તેનો સ્વીકાર કર્યો નથી. ક્યારેક એવો દાવો પણ કરાય છે કે દાઉદ જીવતો નથી તો એવા અહેવાલ પ્રકાશિત થાય છે કે દાઉદ ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ પાકિસ્તાનામાં દાઉદના ત્રણ ઠેકાણાં છે તેવું કહેવાય છે. દાઉદ ઈબ્રાહીમ તેના પરિવાર સાથે સંપૂર્ણ સુરક્ષામાં રહે છે. દાઉદ જે વિસ્તારમાં રહે છે ત્યા પાકિસ્તાનના સેના અધિકારી રહે છે.કરાંચીના ક્લિફટન વિસ્તારમાં દાઉદનું ઘર છે જ્યા તે વ્હાઈટ હાઉસના નામથી ઓળખાય છે.

દાઉદ ઈબ્રાહીમના પરિવારમાં 9 સભ્યો છે. દાઉદના પત્નીનું નામ મહજબીન શેખ અને તેના પુત્રનું નામ મોઈન નવાઝ છે. દાઉદને ત્રણ દીકરીઓ પણ છે જેના નામ છે મહરૂખ મિયાંદાદ, મહરીન મહમૂદ અને માઝિયા શેખ.દાઉદના ફોટા પણ બહુ ઓછા જોવા મળતા હતા. પઠાણી સફેદ રંગનો કુર્તા પર બ્લેક કોટ પહેરેલી તસ્વીર દાઉદની અત્યાર સુધીની નવી તસ્વીર ગણાય છે. થોડા વર્ષો અગાઉ કરાંચીમાં વિવેક અગ્રવાલ નામના પત્રકારે દાઉદની તસ્વીર લીધી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news