Coronavirus સામેની લડાઈમાં એક્શનમાં સરકાર, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું-અમે પહેલા કરતા વધુ તૈયાર

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે  દિલ્હીમાં એમ્સના ડોક્ટરો સાથે ચર્ચા કરી.

Coronavirus સામેની લડાઈમાં એક્શનમાં સરકાર, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું-અમે પહેલા કરતા વધુ તૈયાર

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે  દિલ્હીમાં એમ્સના ડોક્ટરો સાથે ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે કોરોના વાયરસની રફ્તાર તેજ છે. પરંતુ અમે લડત માટે પહેલા કરતા વધુ તૈયાર છીએ. 

ડો.હર્ષવર્ધને ટ્રોમા સેન્ટરની પણ મુલાકાત લીધી
સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કોરોના વાયરસ સામેની લડત માટેની તૈયારીઓની સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે એમ્સના ડાઈરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાસાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ સ્વાસ્થ્ય સુવિધાઓ અને હાલાતની સમીક્ષા કરી. સ્વાસ્થ્ય મંત્રીએ ટ્રોમા સેન્ટરની પણ મુલાકાત લીધી. ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે સરકાર પાસે કોરોના વિશે એક વર્ષનો અનુભવ છે. આથી કોરોના સામેની લડતમાં પહેલા કરતા વધુ તૈયાર છીએ. 

રાહુલે રણનીતિને લઈને સરકાર પર સાધ્યું નિશાન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોવિડ-19 મહામારીથી પહોંચી વળવાની રણનીતિને લઈને શુક્રવારે કેન્દ્ર પર નિશાન સાધ્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકારની કોવિડ રણનીતિ પહેલો તબક્કો-તઘલખી લોકડાઉન લગાવો, બીજો તબક્કો-ઘંટી વગાડો, ત્રીજો તબક્કો પ્રભુના ગુણ ગાઓ. 

स्टेज 1- तुग़लक़ी लॉकडाउन लगाओ।

स्टेज 2- घंटी बजाओ।

स्टेज 3- प्रभु के गुण गाओ।

— Rahul Gandhi (@RahulGandhi) April 16, 2021

છેલ્લા 24 કલાકમાં સવા બે લાખથી વધુ કેસ
અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના તાંડવ કરી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,17,353 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,42,91,917 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,25,47,866 લોકો રિકવર થયા છે જ્યારે 15,69,743 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. એક જ દિવસમાં કોરોનાએ 1185 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,74,308 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 11,72,23,509 લોકોને રસી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news