કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુએ ચડાવ્યું 60 કિલો સોનું, પોતાનું નામ જણાવવાની ના પાડી
કાશી વિશ્વનાથ મંદિરમાં એક શ્રદ્ધાળુએ 60 કિલોગ્રામ સોનાનું દાન કર્યું છે. જેમાંથી 37 કિલોગ્રામ સોનાનો ઉપયોગ ગર્ભગૃહની અંદરની દિવાલો પર કરવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ધાટન અગાઉ એક શ્રદ્ધાળુ મંદિર પ્રશાસનના સંપર્કમાં આવ્યો હતો. જો કે તેણે પોતાનું નામ બધાની સામે જાહેર કરવાની સ્પષ્ટ ના પાડી છે.
Trending Photos
વારાણસી: કાશી વિશ્વનાથ મંદિરમાં એક શ્રદ્ધાળુએ 60 કિલોગ્રામ સોનાનું દાન કર્યું છે. જેમાંથી 37 કિલોગ્રામ સોનાનો ઉપયોગ ગર્ભગૃહની અંદરની દિવાલો પર કરવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ધાટન અગાઉ એક શ્રદ્ધાળુ મંદિર પ્રશાસનના સંપર્કમાં આવ્યો હતો. જો કે તેણે પોતાનું નામ બધાની સામે જાહેર કરવાની સ્પષ્ટ ના પાડી છે.
ડિવિઝનલ અધિકારી દીપક અગ્રવાલે કહ્યું કે મંદિરમાં એક અજ્ઞાત શ્રદ્ધાળુએ 60 કિલોગ્રામ સોનું ચડાવ્યું છે. જેમાંથી 37 કિલો સોનાનો ઉપયોગ ગર્ભગૃહની અંદરની દિવાલો પર કરવામાં આવ્યો છે. જેમાંથી 23 કિલો સોનું વધ્યું છે.
અત્રે જણાવવાનું કે 13 ડિસેમ્બર 2021ના રોજ પ્રધાનમંત્રી મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું હતું. તે પહેલા શ્રદ્ધાળુ મંદિરના અધિકારીઓના સંપર્કમાં આવ્યું હતું. તેમના દાનના પ્રસ્તાવ બાદ મંદિરના અધિકારીઓએ આ યોજનાને પણ અંતિમ સ્વરૂપ આપ્યું હતું કે દાન કરાયેલા સોનાનો ઉપયોગ ગર્ભગૃહની અંદરની દિવાલ અને મુખ્ય મંદિરના ગુંબજના નીચલા ભાગ પર સોનાની પરત ચડાવવા માટે કરવામાં આવશે.
દીપક અગ્રવાલે કહ્યું કે દિલ્હીની એક ફર્મ આ કામને પૂરું કરવા માટે કામ કરી રહી હતી. ફર્મના કારીગરોએ ગર્ભગૃહની કલાત્મક દીવાલો પર તામ્રપત્રો ચડાવવામાં આવ્યા. આ દિવાલને ઠીક કર્યા બાદ તેમાં સોનાની પરત લગાવવાની પ્રક્રિયા કરાઈ.
18મી શતાબ્દી બાદ મંદિરના કોઈ પણ હિસ્સા પર સોનાની પરત ચઢાવવાનું આ બીજું સૌથી મોટું કામ છે. કાશી વિશ્વનાથ મંદિરના ઈતિહાસ મુજબ 1777માં ઈન્દોરની મહારાણી અહિલ્યાબાઈ હોલ્કર દ્વારા મંદિરના પુર્નનિર્માણ બાદ, પંજાબના મહારાજા રણજીત સિંહે લગભગ એક ટન સોનું દાન કર્યું હતું. જેનો ઉપયોગ મંદિરના બે ગુંબજ ઢાંકવા માટે કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે કાશી વિશ્વાથ કોરિડોરના નામ પર 900 કરોડ રૂપિયાથી વધુનો પ્રોજેક્ટ શરૂ કરાયો જે હેઠળ 300થી વધુ ઈમારતોને ખરીદી અને હટાવવામાં આવી હતી જેથી કરીને તીર્થ ક્ષેત્રને 2700 વર્ગ ફૂટથી વધારીને પાંચ લાખ વર્ગ ફૂટ કરવામાં આવે. કારણ કે જલાસેન, મણિકર્ણિકા અને લલિતા ઘાટોને ગંગા નદીના માધ્યમ સાથે જોડવામાં આવી શકે.
(ઈનપુટ-આઈએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે