અનલોક 1: ધર્મસ્થળો, હોટલો, રેસ્ટોરેન્ટ, મોલને ખોલવાની ગાઇડલાઇન્સ જાહેર

ગૃહ મંત્રાલયે શનિવારે જાહેર દિશાનિર્દેશમાં કંટેન્ટમેન્ટ ઝોનને છોડીને બાકીના ભાગમાં ધર્મસ્થળો, મોલ, રેસ્ટોરેન્ટ અને હોટલવાની અનુમતિ આપી હતી.

અનલોક 1: ધર્મસ્થળો, હોટલો, રેસ્ટોરેન્ટ, મોલને ખોલવાની ગાઇડલાઇન્સ જાહેર

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે ધાર્મિક સ્થળો, મોલ, રેસ્ટોરેન્ટ્સ ખોલવાની દિશાર્નિદેશ જાહેર કરી દીધા છે. ગૃહ મંત્રાલયે શનિવારે જાહેર દિશાનિર્દેશમાં કંટેન્ટમેન્ટ ઝોનને છોડીને બાકીના ભાગમાં ધર્મસ્થળો, મોલ, રેસ્ટોરેન્ટ અને હોટલવાની અનુમતિ આપી હતી. અનલોક 1 ઇન્ડીયા 8 જૂનથી આ સ્થળો ખોલવાની જાહેરાત કરી છે.  

અત્યારે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે મોલ, હોટલ અને ધાર્મિક સ્થળોમાં જનારને ફોનમાં આરોગ્ય સેતૂ એપ રાખવી પડશે, ફેસ માસ્ક લગાવવું પડશે અને બીજા લોકોએ ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર રાખવું પડશે. 

શોપિંગ મોલ જવું હોય તો... 
શોપિંગ મોલમાં દુકાનદારોને ભીડ એકઠી થતી રોકવી પડશે. જેથી સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોનું પાલન સુનિશ્વિત થઇ શકે. સરકારે કહ્યું કે એલિવેટરો પર પણ લોકોની સીમિત સંખ્યા નક્કી કરવી પડશે. 

મોલોની અંદર દુકાનો તો ખુલશે, પરંતુ ગેમિંગ આર્કેડ્સ અને બાળકોને રમવાની જગ્યા અને સિનેમા હોલ બંધ રહેશે. 

શોપિંગ મોલોમાં એર કંડિશનિંગ 24 થી 30 ડિગ્રી અને હ્યૂમિડિટી 40 થી 70 ટકા રાખવાનો નિર્દેશ. 

હોટલો માટે નિર્દેશ
હોટલોમાં તે સ્ટાફ અને મહેમાનોની અનુમતિ હશે જેમને કોરોના સંક્રમણના કોઇ લક્ષણ નથી. 

હોટલોમાં પેમેન્ટ ઓનલાઇન અથવા ઇલેક્ટ્રિક ફોર્મ સિલેક્ટ કરવામાં આવશે અને કેશ લેણદેણથી બચવું જોઇએ. 

હોટલ મહેમાનોને ઓનલાઇન ફોર્મ પુરૂ પાડશે, કોન્ટેક્લેસ ચેક-ઇન અને ચેક-આઉટની વ્યવસ્થા હોય. 

રૂમમાં મહેમાનોનો સામાન રાખતાં પહેલાં ડિસઇન્ફેક્ટ કરવામાં આવે. 

ગેસ્ટ માટે રૂમ સર્વિસ તો રહે, પરંતુ બધી વાતચીત મોબાઇલ અથવા રૂમમાં લાગેલા ફોનથી થશે. 

રેસ્ટોરેન્ટને સલાહ
રેસ્ટોરેન્ટમાં બેસીને જમવાના બદલે લઇને જવાની પ્રાથમિકતા આપવી. 

મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા, ગિરિજાધર વગેરે..,
ધર્મસ્થળોમાં પ્રાથના સભાનું આયોજન નહી કરવા અને શ્રદ્ધાળુઓને ઘરેથી ચટાઇ અથવા કપડું લઇ જવાની સલાહ આપવામાં આવી છે. 

પ્રસાદ વિતરણ અથવા પવિત્ર જળ છાંટવાની પ્રથા પર પ્રતિબંધ રહેશે. 

ધર્મસ્થળોમાં સંગીત તો વાગશે, પરંતુ કલાકારોને એકઠા કરીને ભજન-કિર્તન જેવા સમારોહ આયોજિત થશે નહી. 

મૂર્તિઓ, પવિત્ર ધર્મ ગ્રંથોને અડવાની પરવાનગી રહેશે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news