દિલ્હીમાં સતત વધી રહી છે કોરોન દર્દીઓની સંખ્યા, સરકારે લીધો આ મોટો નિર્ણય

રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસ (Coronavirus) દર્દીઓની વધતી જતી સંખ્યાને જોતા ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia)એ દિલ્હીના ખાનગી હોસ્પિટલમાં 20 ટકા બેડ કોરોન દર્દીઓ માટે રિઝર્વ કરવાનો આદેશ કર્યો છે

Updated By: Jun 4, 2020, 07:51 PM IST
દિલ્હીમાં સતત વધી રહી છે કોરોન દર્દીઓની સંખ્યા, સરકારે લીધો આ મોટો નિર્ણય

નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસ (Coronavirus) દર્દીઓની વધતી જતી સંખ્યાને જોતા ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia)એ દિલ્હીના ખાનગી હોસ્પિટલમાં 20 ટકા બેડ કોરોન દર્દીઓ માટે રિઝર્વ કરવાનો આદેશ કર્યો છે. તેનો હેતું એ છે કે અન્ય રોગોના દર્દીઓને જો કોરોના થાય તો, કોઇ હોસ્પિટલ તેની સારવાર કરવાની મનાઇ ન કરે. જે હોસ્પિટલોને 20 ટકા બેડ કોરોના રિઝર્વ કરવામાં કોઇ લોજિસ્ટિક સમસ્યા થશે, તો આખી હોસ્પિટલને કોરોના ડેડિકેટેદ હોસ્પિટલ જાહેર કરવામાં આવશે. તેના માટે હોસ્પિટલને શુક્રવાર સુધીનો સમય આપ્યો છે. 

તમને જણાવી દઇએ કે લોકડાઉનમાં રાહત મળ્યા બાદથી દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધતી જાય છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23645 થઇ ગઇ છે જ્યારે અત્યાર સુધી 606 લોકોના મોત થયા છે. 

ગુરૂવારે મનીષ સિસોદિયાએ કહ્યું કે અમે કોઇ ડેટામાં પડવા માંગતા અંથી. અમારી કોઇ રાજ્ય સાથે સ્પર્ધા નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સ્પષ્ટ કહેવું છે કે બધાનો જીવ બચાવવો અમારી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે કોરોના કેસ વધી રહ્યા છે. એટલા માટે કોરોના ડેડિકેટેડ હોસ્પિટલોની સંખ્યા વધતી જાય છે. પાંચ સરકારી તથા ત્રણ પ્રાઇવેટ હોસ્પિટલોને કોરોના રિઝર્વ હોસ્પિટલ બનાવવામાં આવી છે. સાથે જ 61 પ્રમુખ ખાનગી હોસ્પિટલોને 20 ટકા બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એવામાં હોસ્પિટલ હવે અન્ય રોગોવાળા કોરોના દર્દીઓની સારવારની મનાઇ ન કરી શકે. 

મનીષ સિસોદિયાએ કહ્યું કે ઘણી હોસ્પિટલોએ તેને સ્વિકારી લીધું છે. કેટલીક હોસ્પિટલોએ મિક્સ સિસ્ટમમાં અસમર્થતા બતાવી છે. એવામાં હોસ્પિટલોને શુક્રવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે હોસ્પિટલોને મિક્સ સિસ્ટમમાં સમસ્યા હશે તેમને કોરોના રિઝર્વ હોસ્પિટલ જાહેર કરી દેવામાં આવશે. 

સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે ત્રણ પ્રકારના કોરોનાના કેસ છે. એસિમ્પ્ટોમેટિક, મોડરેટ અને સીવિયર. એસિમ્પ્ટોમેટિક દર્દીઓમાં કોઇ લક્ષણ દેખાતા નથી. માઇલ્ડ સિમ્પ્ટમવાળાઓમાં તાવ અને ખાંસીના લક્ષણ હોય છે. એસિમ્પ્ટોમેટિક દર્દીઓને હોમ આઇસોલેશનમાં સારવાર સંભવ છે. હજારો લોકો અત્યારે પણ ઘરે સાવર લઇને સાજા થઇ રહ્યા છે. જે લોકોમાં મોડરેટ સિમ્પ્ટમ અથવા સીવિયર સિમ્પટમ હોય છે તેમને હોપ્સિટલમાં ભરતી કરાવવા જરૂરી નથી. 

તેમણે કહ્યું કે જેમને શ્વાસ લેવાની ગતિ એક મિનિટમાં 15થી વધુ હોય અથવા ઓક્સિલેવલ 94%થી ઓછું હોય, જેમને શ્વાસ લેવાની ગતિ પ્રતિ મિનિટ 30થી વધુ હોય અથવા ઓક્સિજન લેવલ 90%થી ઓછું હોય, એવા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરાવવા જરૂરી હોય છે. જૈને કહ્યું કે દિલ્હી સરકાર એ સુનિશ્વિત કરી રહી છે કે કોઇપન માનસને સારવારમાં તકલીફ ન પડે. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube