દાદા સ્વતંત્રતા સેનાની, કાકા રહ્યાં ઉપરાષ્ટ્રપતિ.. માફિયા મુખ્તાર અંસારીના પરિવારની હિસ્ટ્રી

બાંદા જેલમાં બંધ મુખ્તાર અંબારીનું આજે નિધન થઈ ગયું છે. જેલમાં તબીયત બગડવા પર તેને દુર્ગાવતી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. 
 

દાદા સ્વતંત્રતા સેનાની, કાકા રહ્યાં ઉપરાષ્ટ્રપતિ.. માફિયા મુખ્તાર અંસારીના પરિવારની હિસ્ટ્રી

લખનૌઃ બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીનું ગુરૂવારે સાંજે કાર્ડિયક અરેસ્ટથી નિધન થઈ ગયું છે. જેલમાં તબીયત ખરાબ થયા બાદ ગંભીર સ્થિતિમાં તેને દુર્ગાવતી મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. માફિયા ડોન મુખ્તાર અંસારીના પરિવાર વિશે જાણી લોકોને તે વાત પર વિશ્વાસ નથી થતો કે મુખ્તાર જેવો માફિયો શું એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવતો હતો.

કોણ હતો મુખ્તાર અંસારી
મુખ્તાર અંસારીનો જન્મ ગાઝીપુર જિલ્લાના મોહમ્મદાબાદમાં 3 જૂન 1963ના રોજ થયો હતો. તેના પિતાનું નામ સુબહાનઉલ્લાહ અંસારી અને માતાનું નામ બેગમ રાબિયા હતું. ગાઝીપુરમાં મુખ્તાર અંસારીના પરિવારની ઓળખ એક પ્રતિષ્ઠિત રાજનીતિક ખાનદાનની છે. 17 વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ મુખ્તાર અંસારીના દાદા ડોક્ટર મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્ર સેનાની હતા. ગાંધીજી સાથે કામ કરતા હતા ત્યારે 1926-27માં કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા. મુખ્તાર અંસારીના નાના બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને 1947ની લડતમાં શહાદત માટે મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. મુખ્તારના પિતા સુબહાનઉલ્લાહ અંસારી ગાઝીપુરમાં પોતાની સ્વચ્છ છબી સાથે રાજકારણમાં સક્રિય રહ્યા હતા. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સંબંધમાં મુખ્તાર અંસારીના કાકા થાય છે. 

મુખ્તાર જેમ જેમ મોટો થયો, જુલ્મની દુનિયામાં તે નામ કમાવવો લાગ્યો હતો. ખંડણી અને હત્યા તો તેના માટે સામાન્ય વાત બની ગઈ હતી. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે સમગ્ર ઉત્તર પ્રદેશ મુખ્તારના નામથી ફફડતું હતું. છેલ્લા 24 વર્ષમાં તેણે કોઈને કોઈ પાર્ટીની ટિકિટથી વિધાનસભા ચૂંટણી જીતી છે. ભાજપને બાદ કરીએ તો દરેક પાર્ટીએ મુખ્તારને પાર્ટીની મેમ્બરશિપ આપી. 

દારૂ, રેલવે કોન્ટ્રાક્ટ, ખનનમાં મુખ્તારનો દબદબો ચાલે છે. જેના જોર પર તેણે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. જો કે મઉની જનતાનું કહેવું છે કે મુખ્તારે પોતાના ક્ષેત્રમાં ખુબ વિકાસ કર્યો છે. સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો, પુલો અને રસ્તાઓ પર તેણે વિધાયક  ભંડોળથી 20 ગણી વધુ રકમ ખર્ચી છે. 

1996માં રાજકારણમાં પ્રવેશ
મુખ્તારને બસપાએ વર્ષ 1996માં ટિકિટ આપી હતી. તે જીતીને વિધાનસભા પહોંચ્યો. ત્યારબાદ 2002, 2007, 2012, અને 2017 માં પણ તેને મઉની જનતાએ જીતાડ્યો. ચોંકાવનારી વાત એ છે કે 2007, 2012, અને 2017ની ચૂંટણી તેણે જેલના સળિયા પાછળ રહીને લડ્યો છતાં જીત્યો. રાજકારણમાં ઢાલના કારણે મુખ્તારનું સામ્રાજ્ય મોટું થતું ગયું. 

આ ભાજપ વિધાયક સાથે હતી દુશ્મની
વર્ષ 1985થી ગાઝીપુરની મોહમ્મદાબાદ વિધાનસભા બેઠક પર મુખ્તારનો પરિવાર જીતતો હતો. પરંતુ ભાજપના વિધાયક કૃષ્ણાનંદ રાય 2002ની ચૂંટણી આ બેઠકથી જીતી ગયા. વર્ષ 2005માં તેમની હત્યા કરી નાખવામાં આવી અને આરોપ લાગ્યો મુખ્તાર અંસારી ગેંગ પર. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news