સવર્ણ જાતિની નારાજગી દૂર કરવા માટે ભાજપે બનાવી રણનીતિઃ સૂત્ર
એસસી/એસટી એક્ટને લઈને સવર્ણોની નારાજગીને લઈને દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પર પાર્ટી અધ્યક્ષ અમિત શાહે બેઠક બોલાવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીમાં ભાજપના મુખ્યાલય પર પાર્ટી અધ્યક્ષ અમિત શાહે બેઠક બોલાવી છે. બેઠકમાં નાણાપ્રધાન અરૂણ જેટલી, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, એચઆરડી પ્રધાન પ્રકાશ જાવડેકર, રેલવે પ્રધાન પીયૂષ ગોયલ, રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ, કપડા પ્રધાન સ્મૃતિ ઈરાની, સાંસદ અને પ્રવક્તા મિનાક્ષી લેખી હાજર છે. સૂત્રો અનુસાર બેઠકમાં ભાજપથી સવર્ણો જાતિની નારાજગીને લઈને ચર્ચા થઈ છે.
બેઠકમાં તે વાત પર ચર્ચા થઈ કે મોદી સરકારની ઓબીસી અને દલિતોને લઈને લીધેલા નિર્ણયોથી સવર્ણો જાતિમાં નારાજગીને કામ દૂર કરવામાં આવે. જે પ્રકારે ચૂંટણી યોજાવાની છે તે રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સ્વર્ણ જાતિના લોકોની નારાજગી સામે આવી રહી છે, તેનાથી પાર્ટી ચિંતિત છે. પાર્ટી તરફથી પ્રયત્ન થઈ રહ્યો છે કે એસસી-એસટી અને ઓબીસી વર્ગના લોકો પણ નારાજ ન થાય અને કોઈ નવી ફોર્મુલા લાવવામાં આવે. તેને લઈને અમિત શાહે એનડીએના સાથી પક્ષોના નેતાઓ સાથે વાત કરી છે.
આ સિવાય રાફેલને લઈને કોંગ્રેસના આક્રમણને ટાળવા પર પણ ચર્ચા થવાની સંભાવના છે. ખાસ કરીને કોંગ્રેસના મોટા મોટા નેતાઓના મીડિયામાં આવી રહેલા નિવેદનોને જોતા પાર્ટી અને સરકાર મોટા ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે