પંજાબના મોહાલીમાં બેકાબૂ કારની અડફેટે ચાર લોકોના મોત, બે લોકો 25 ફુટ દૂર ફંગોળાયા, જુઓ CCTV
આ ભીષણ દુર્ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.
Trending Photos
મોહાલીઃ પંજાબના ખરડમાં એક પૂર ઝડપે આવી રહેલી કારે રસ્તો પાર કરી રહેલા બે લોકોને જોરદાર ટક્કર મારી હતી. બંને લોકો 25 ફૂટ દૂર જઈને પડ્યા હતા. ત્યારબાદ પૂર ઝડપે ચાલી રહેલી કાર સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ટકરાયને આશરે 10 ફુટ હવામાં ઉછળતી રસ્તાની બીજીતરફ પડી હતી. આ ભીષણ દુર્ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.
12 વખત કારે પલટી મારી
ખરડ-લુધિયાણા હાઈવે પર રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર બે રાહદરી અને બે કાર સવાર સામેલ છે. રવિવારે બપોરે 2.30 કલાકે CCTV માં કેદ આ દુર્ઘટના જોઈએ રૂંવાટા ઉભા થઈ જાય છે. એક પૂરપાટ આવી રહેલી કાર ખરડથી લુધિયાણા તરફ જઈ રહી હતી. કાર યુનિવર્સિટી પાસે પહોંચી તો અચાનક ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવી દીધુ. કાર હાઈવે વચ્ચે લાગેલા સ્ટ્રીટ લાઇટના પોલને તોડતા ડિવાઇડર પર ચઢી ગઈ. આશરે 12 વખત પલટી મારીને કાર દૂર ફંગોળાઈ હતી. કાર ફુટઓવર બ્રિજ સાથે પણ ટકરાય હતી.
હાઈવે ક્રોસ કરવા માટે ડિવાઇડર વચ્ચે ઉભેલા સુરેન્દર સિંહ છિંદા અને જમીલ ખાને બેકાબૂ કારને જોઈ લીધી હતી. મોતને પોતાની તરફ આવતુ જોઈને બંને રસ્તા પર પાછળ હટ્યા, પરંતુ કાર તેને ઉડાવતા નિકળી ગઈ હતી. બંનેના ઘટનાસ્થળે મોત થઈ ગયા હતા. દુર્ઘટનામાં જે ચાર વ્યક્તિના મોત થયા, તેમાં બે કાર સવાર હતા.
આ પણ વાંચોઃ કાશ્મીરમાં આ વર્ષે 15 નવેમ્બર સુધી આતંકી હુમલામાં 40 નાગરિકના મોત અને 35 જવાન શહીદઃ સરકાર
CCTV માં દેખાઈ રહ્યું છે કે જ્યાં દુર્ઘટના થી, ત્યાં રસ્તા કિનારે એક યુવક બાઇક લઈને ઉભો છે. કાર ડિવાઇડર તોડતા બે યુવકને ઉડાવતી નિકળી તો કાટમાળ બાઇક સવારને લાગે છે. તે બાઇક સહિત પડી જાય છે. પછી તત્કાલ બાઇક છોડીને ભાગે છે. આ દરમિયાન લોકો દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને બચાવવા માટે દોડે છે. બાઇક સવારના હાવભાવથી લાગી રહ્યું છે કે તે દુર્ઘટનાથી ભયભીત થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે