દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી યુદ્ધ જહાજ જોવા મળ્યા, ચીન ભડક્યું

અમેરિકાનાં બે યુદ્ધ જહાજો ચીન અને તાઇવાનનાં વિવાદિત સમુદ્રી ક્ષેત્રમાં ફરીએકવાર જોવા મળતા ચીન લાલઘુમ

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી યુદ્ધ જહાજ જોવા મળ્યા, ચીન ભડક્યું

વોશિંગ્ટન : અમેરિકાનાં બે યુદ્ધ જહાજો દક્ષિણ ચીન સાગરના વિવાદિત સમુદ્રી ક્ષેત્રમાં જોવા મળ્યું હતું. આ સમુદ્રી ક્ષેત્ર પર ચીન પોતાનો દાવો વ્યકત કરે છે અને તાઇવાનની સાથે તેનો વિવાદ ચાલી રહ્યો છે. ચીને રવિવારે આ વિસ્તારમાં બે અમેરિકી યુદ્ધ જહાજો જોયા હોવાનો દાવો કરી રહ્યા છે. અમેરિકાનું આ પગલું ચીનને ભડકાવવાનું કામ કરી શકે છે. જેનાં કારણે તે ઉત્તરકોરિયા મુદ્દે સહયોગની માંગ કરી રહ્યું છે. અમેરિકાનું આ ઓપરેશન બીજિંગનાં તે પ્રયાસોનો જવાબ માનવામાં આવી રહ્યો છે, જેનાં હેઠળ તે આ રણનીતિક જળ જહાજોનાં સંચાલનને પ્રભાવિત કરવા માટેનો પ્રયાસો કરી રહ્યું છે. 

અમેરિકાએ આ ઓપરેશનની કેટલાક મહિના પહેલા જ યોજના બનાવી હતી અને એવા ઓપરેશન રૂટિન બની ગયા છે. જો કે અમેરિકી નૌસેનાની તરફથી કરવામાં આવનાર અભ્યાસનાં કારણે ચીનને બહાર કરવાનાં કારણે બંન્ને દેશોની વચ્ચે સંબંધોમાં અસહજતા છે અને એવા સમયે દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી જહાજોને ફરજંદ કરવા ખુબ જ ચિંતાજક બાબત છે. નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યું કે, મિશાઇલ નાશક અને ગાઇડેડ મિસાઇલ ક્રુઝલ પાર્સલ આયર્લેન્ડથી 12 નોટિકલ માઇલનાં અંતર પર હતા. આ આક્ષેત્રમાં ચીન પોતાનો દાવો વ્યક્ત કરતું રહે છે અને તેનાં મુદ્દે પોતાનાં પાડોશી દેશવાસીઓ સાથે વિવાદ પણ છે. 

અમેરિકી નૌસેનાનાં જહાજોએ પાર્સલ્સનાં ટ્રી, લિંકન, ટ્રિટન અને વુડી આઇલેન્ડમાં કુશળ ઓપરેશન ચલાવ્યા. બંન્ને દેશોની વચ્ચે વ્યાપારીક અસંતુલનનાં મુદ્દે તણાવની સ્થિતી છે. ત્યાર બાદ ટ્રમ્પની તરફથી ઉત્તર કોરિયન શાસક કિમ જોંગ ઉનની સાથે વાર્તાને રદ્દ કરવામાં આવ્યા બાદથી અમેરિકા અને ચીનનાં સંબંધોમાં ખટાસ વધી છે. એવામાં અમેરિકી જહાજોની દક્ષિણ ચીન સાગરમાં હાજર તણાવનાં સ્તરને વધારનારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news