Uttarakhand: સીવર પ્લાન્ટમાં કરંટ લાગવાથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, 5 હોમગાર્ડ સહિત 15 લોકોના મોત
Uttarakhand News: ઉત્તરાખંડથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. ચમોલી જિલ્લામાં લાગેલા સીવર પ્લાન્ટમાં બુધવારે કરન્ટ લાગવાથી 15 લોકોના મોત થયા છે.
Trending Photos
ઉત્તરાખંડથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. ચમોલી જિલ્લામાં લાગેલા સીવર પ્લાન્ટમાં બુધવારે કરન્ટ લાગવાથી 15 લોકોના મોત થયા છે. જેમાં એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને 5 હોમગાર્ડ્સનો સમાવેશ થાય છે. કેટલાક લોકો ઘાયલ થયા હોવાની સૂચના છે. એવું કહેવાય છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. આ સીવર પ્લાન્ટ નમામી ગંગે પ્રોજેક્ટ હેઠળ ચાલી રહ્યો છે.
ગંભીર રીતે ઘાયલ મજૂરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે 15 લોકોના મોતની પુષ્ટિ કરતા કહ્યું કે મૃતકોમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને પાંચ હોમગાર્ડ્સ પણ સામેલ છે. પોલીસ અને પ્રશાસનની ટીમ બચાવકાર્યમાં લાગી છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ સમગ્ર મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.
"Around 15 people including a police sub-inspector & five home guards have died. Investigation is underway. Prima Facie reveals that there was current on the railing and the investigation will reveal the further details," says Additional Director General of Police, Uttarakhand, V… pic.twitter.com/ucNI2tFzZq
— ANI (@ANI) July 19, 2023
એવું કહેવાઈ રહ્યું છે કે ટ્રાન્સફોર્મર ફાટવાના કારણે સીવર પ્લાન્ટમાં કરંટ ફેલાઈ ગયો. તેની ઝપેટમાં ત્યાં કામ કરી રહેલા મજૂરો આવી ગયા. ચમોલી અકસ્માતથી આજુબાજુ વિસ્તારોમાં હડકંપ મચી ગયો. તત્કાળ પોલીસ અને પ્રશાસની ટીમોએ ગંભીર રીતે દાઝેલા લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા. ઘટના વિશે કહેવાય છે કે અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયો અને ત્યારબાદ કરંટ લાગવાથી આ અકસ્માત થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે