ઉત્તરકાશીમાં બચાવ કાર્યમાં હેલીકોપ્ટર ક્રેશ, 3 લોકો હતા સવાર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોલડી ગામ પાસે એક હેલીકોપ્ટર ક્રેશ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલીકોપ્ટર ટિકોચી ગામ રાહત સામગ્રી પહોંચાડવા માટે જઇ રહ્યું હતું. આ હેલીકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા
Trending Photos
ઉત્તરકાશી, કપિલ પંવાર: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોલડી ગામ પાસે એક હેલીકોપ્ટર ક્રેશ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલીકોપ્ટર ટિકોચી ગામ રાહત સામગ્રી પહોંચાડવા માટે જઇ રહ્યું હતું. આ હેલીકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા. આ દૂર્ધટનામાં ત્રણેયના મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે, રવિવારે ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી વિનાશ થયો હતો.
વાદળ ફાટ્યા બાદ લેન્ડસ્લાઇડની ઘટનાએ આ વિસ્તારનો નકશો જ બદલી નાખ્યો છે. સૈલાબ સાથે આવેલા પર્વતના કાટમાળે મોટી સંખ્યામાં મકાનોનો નાશ કર્યો હતો. માણસોની સાથે સાથે મોટી સંખ્યામાં પ્રાણીઓ કાટમાળમાં દબાઇ ગયા અથવા પ્રવાહમાં વહી ગયા હતા. વાદળ ફાટવાની આ ઘટનાથી આરાકોટ, મોલડી, મોલ્ડા, સનેલ, ટિકોચી અને દ્વિચાણુ જેવા વિસ્તારોમાં વિનાશ થયો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે