Uttarakhand Tunnel Rescue Operation Live: મજૂરોને કાઢવામાં લાગશે 12-14 કલાક, ટનલ સાઇટ પર પહોંચ્યા સીએમ ધામી

Uttarakhand Tunnel Collapse Update: Uttarakhand Tunnel Collapse Update: ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત સિલક્યારામાં સર્જાયેલા ટન અકસ્માતને 11 દિવસ વીતી ગયા છે. ટનલમાં ફસાયેલા 41 મજૂરોને કાઢવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

Uttarakhand Tunnel Rescue Operation Live: મજૂરોને કાઢવામાં લાગશે 12-14 કલાક, ટનલ સાઇટ પર પહોંચ્યા સીએમ ધામી

Uttarkashi Tunnel Rescue Update Live: ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને કાઢવા માટે 12 થી 14 કલાક લાગશે. પ્રધાનમંત્રી કાયાલયના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ કહ્યું કે ટનલમાં કર્મીઓને મજૂરો સુધી પહોંચવા અને ડ્રિલિંગ પુરી કરવામાં 12 થી 14 કલાક લાગશે. તો બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સિલ્કયારા ટનલ સાઇટની મુલાકાત લીધી, જ્યાં ફસાયેલા મજૂરોને કાઢવ માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. 

12 મીટર બાકી રહ્યું અંતર 
ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે સતત બચાવ અભિયાન ચાલી રહ્યું છે. તે જ સમયે, મશીન વડે ડ્રિલિંગ દરમિયાન જે લોખંડના સળિયા સામે આવ્યા હતા, આજે સવારે એનડીઆરએફના જવાનો પાઇપમાં ઘૂસી ગયા હતા અને તેને ગેસ કટર વડે કાપવાનું કામ પૂર્ણ કર્યું હતું. અત્યાર સુધીમાં 8 પાઇપ અંદર નાખવામાં આવી છે, જે અંદર 45 મીટર સુધીની છે. 1 પાઇપની લંબાઈ 6 મીટર છે. દરમિયાન 9મી પાઇપનું વેલ્ડીંગ, પોઝીશનીંગ અને એલાઈનમેન્ટનું કામ ચાલુ છે. SDRF એ વાયર દ્વારા Modified Communication ની સ્થાપના કરી છે, જેના દ્વારા સ્પષ્ટ સંદેશાવ્યવહાર સતત સ્થાપિત થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ડ્રિલિંગ દ્વારા 12 મીટરનું અંતર બાકી છે. જો બધુ બરાબર રહેશે તો આજે કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની આશા છે.

ટનલમાં ફરીથી શરૂ થયું ડ્રિલિંગનું કામ 
ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ પર પહોંચેલા વડાપ્રધાન કાર્યાલયના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબેએ કહ્યું કે મને તમને જણાવતા આનંદ થાય છે કે પાઇપની અંદરની હિલચાલમાં અવરોધરૂપ તમામ સ્ટીલ હવે દૂર કરવામાં આવ્યા છે. અમે પહેલાથી જ જે 45 મીટર સુધી પહોંચી ગયા છીએ તેનાથી 6 મીટર આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગઈકાલે રાત્રે ડ્રિલિંગ દરમિયાન લોખંડનો સળિયો આવ્યો હતો, જેના કારણે કામ બંધ થઈ ગયું હતું. અમે આશા રાખીએ છીએ કે આગળ કોઈ વિક્ષેપો નહીં આવે.

મજૂરો માટે ગ્રીન કોરિડોર
ઉત્તરકાશી સુરંગ દુર્ઘટના અંગે ઉત્તરકાશીના એસપી અર્પણ યદુવંશીએ કહ્યું કે કામદારોને બચાવ્યા બાદ અમારો એક્શન પ્લાન તૈયાર છે. અમે પોલીસ એસ્કોર્ટ સાથે કામદારોને ગ્રીન કોરિડોરમાંથી લઈ જઈશું અને સુનિશ્ચિત કરીશું કે તેમને શ્રેષ્ઠ સારવાર મળે. અમને લાગે છે કે તેને ચિન્યાલિસૌર અને પછી જરૂર પડ્યે ઋષિકેશ લઈ જવામાં આવશે.

ખરાબ થયું મશીન
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે સતત બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન, મોટા સમાચાર એ છે કે ડ્રિલિંગ કરી રહેલું મશીન ખરાબ થઈ ગયું છે. જેના કારણે ફરી કામ ખોરવાઈ ગયું છે. જોકે તૂટેલા મશીનને જોવા માટે કેટલાક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. તે જ સમયે, વડાપ્રધાન કાર્યાલયના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બે પણ સિલ્ક્યારા ટનલ પહોંચ્યા હતા.

સીએમ ધામી પહોંચશે સિલ્ક્યારા ટનલ 
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સવારે 9:30 વાગે મતલી હેલિપેડથી સિલ્ક્યારા ખાતેના અસ્થાયી હેલિપેડ માટે રવાના થશે. સીએમ ધામી અહીં સુરંગમાં ચાલી રહેલા બચાવ કાર્યની સમીક્ષા કરશે. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી સુરંગમાં કાટમાળના કારણે 41 મજૂરો ફસાયા છે.

સળીયા અને સ્ટીલ ઉભા કરી રહ્યા છે અવરોધો 
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 41 મજૂરો છેલ્લા 11 દિવસથી ફસાયેલા છે. તેમને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ સતત બચાવ કામગીરી કરી રહી છે. જોકે, આ કામદારોને બહાર કાઢવામાં લોખંડના સળિયા અને સ્ટીલ અવરોધરૂપ બની રહ્યા છે. જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. NHIDCL અને NDRFના જવાનોએ 800 mm પાઇપની અંદર જઇને હાઇડ્રોલિક કટરની મદદથી આ લોખંડને કાપવાનો પ્રયાસ કર્યો હતો. NDRFના જવાનો પણ પાઇપની અંદર ગયા અને કાટમાળનું વીડિયો રેકોર્ડિંગ કર્યું. જોકે વચ્ચેથી લોખંડ કાપવામાં ન આવતાં વિલંબ થઈ રહ્યો છે.

કેમેરા દ્વારા કામદારો પર નજર
જણાવવામાં આવી રહ્યું છે કે 57 મીટરના કાટમાળની અંદર NHIDCLના સાધનો અને આવશ્યક ચીજવસ્તુઓ સાથે ઘણા વાહનો હોવાની સંભાવના છે. તે જ સમયે, સુરંગમાં ફસાયેલા 41 મજૂરો પર કેમેરાની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે. આ 41 કામદારોના બહાર નીકળ્યા બાદ ત્રણ સ્તરે શારીરિક તપાસ થશે. આ મજૂરોની ચિન્યાલી સૌડની પેરામેડિક, સીએમઓ અને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. ભૂસ્તરશાસ્ત્રીઓની એક ટીમ આજે દિલ્હીથી કેટલાક વધુ મશીનો અને સાધનો સાથે અહીં આવશે અને એનાલિસિસ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

67 ટકા થયું ડ્રીલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં છેલ્લા 11 દિવસથી નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે યુદ્ધ સ્તરીય બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમે અમેરિકન ઓગર મશીન દ્વારા 67 ટકા ડ્રિલિંગ કામ પૂર્ણ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 800 એમએમ પાઇપ ડ્રિલ કરવામાં આવી છે. જો કે હજુ 10 મીટર જેટલું ડ્રિલિંગ કરવાનું બાકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news