13 પ્રદર્શનકર્તાઓનાં મોત છતા પણ વેદાંતા પોતાનો પ્લાન્ટ ચાલુ કરવા માટે અડગ

વેદાંતા રિસોર્સેઝ તમિલનાડુમાં પોતાનાં સ્ટરલાઇડ કોપર યુનિટને ફરીથી શરૂ કરવાની આશા વ્યક્ત કરી રહી છે. એટલું જ નહી, યૂનિટને બંધ કરવાની માંગનાં મુદ્દે થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં 13 લોકોનાં મોત થયા બાદ પણ કંપની પોતાની ક્ષમતાને બમણી કરવા માંગે છે. કંપનીનાં એક અધિકારીએ સમાચાર એજન્સી રોયટર્સને શુક્રવારે વાતચીતમાં આ વાત કરી હતી. 
13 પ્રદર્શનકર્તાઓનાં મોત છતા પણ વેદાંતા પોતાનો પ્લાન્ટ ચાલુ કરવા માટે અડગ

નવી દિલ્હી : વેદાંતા રિસોર્સેઝ તમિલનાડુમાં પોતાનાં સ્ટરલાઇડ કોપર યુનિટને ફરીથી શરૂ કરવાની આશા વ્યક્ત કરી રહી છે. એટલું જ નહી, યૂનિટને બંધ કરવાની માંગનાં મુદ્દે થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં 13 લોકોનાં મોત થયા બાદ પણ કંપની પોતાની ક્ષમતાને બમણી કરવા માંગે છે. કંપનીનાં એક અધિકારીએ સમાચાર એજન્સી રોયટર્સને શુક્રવારે વાતચીતમાં આ વાત કરી હતી. 

કંપનીનું આ વલણ રાજ્ય સરકારનાં તે નિવેદનનાં એક દિવસ બાદ આવ્યું છે જેમાં સરકારે કહ્યું કે, વાયુ પ્રદૂષણ અને સ્થાનિક સ્તર પર પાણીનાં ઝેરી હોવાનાં આરોપોને ધ્યાને રાખીને તે સ્ટરલાઇટ કોપર યૂનિટને હંમેશા માટે બંધ કરવા અંગે વિચારણા કરી રહી છે. ઉગ્ર વિરોધ પ્રદર્શનથી વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલનાં મહત્વકાંક્ષાઓને ઝટકો લાગ્યો છે. વેદાંતાનાં ભારતમાં કોપર બિઝનેસનાં ચીફ એક્ઝીક્યુટીવ પી.રામનાથે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, અમે હાલ સ્થિતીમાં નથી કે પ્લાન્ટને અન્ય કોઇ સ્થળ પર સ્થાપિત કરવા અંગે વિચારી શકીએ. તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે અમે આ મુદ્દાઓનો ઉકેલ લાવી દઇશું. 

જેમાં નિશ્ચિત રીતે ઘણા વધારે પ્રયાસો કરવાની જરૂરિયાત ઉભી થશે. જો કે મને સંપુર્ણ વિશ્વાસ છે કે અમે તેને શક્ય તેટલી ઝડપથી ફરી ચાલુ કરી શકીશું. સ્ટરલાઇટ કોપરનો પ્લાન્ટ તમિલનાડુનાં કિનારાનાં શહેર તુતીકોરિયમાં આવેલ છે અને માર્ચથી જ બંધ છે. પ્લાન્ટમાં મેનટેનન્સનું કામ ચાલી રહ્યું છે અને તેને લાઇસન્સનાં રીન્યૂઅલની પણ રાહ છે. માર્ચથી જ સ્થાનીક લોકો પ્લાન્ટનો વિરોધ કરીને તેને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા લાંબા સમયથી શાંતિપુર્ણ પ્રદર્શન થઇ રહ્યું છે. 
આ અઠવાડીયે મંગળવારે વિરોધ પ્રદર્શનનાં 100માં દિવસે હજારોની સંખ્યામાં પ્રદર્શન કર્તાઓ એક સ્થાનીક સરકારી ઓફીસ પર માર્ચ કાઢી હતી. તે દિવસે પોલીસ ફાયરિંગમાં 10 પ્રદર્શનકર્તાઓનાં મોત થયા અને ત્યાર બાદ પાછળથી 3 લોકોનાં મોત થઇ ગયા હતા. 

રામનાથે કહ્યું કે, અમારા ચેરમેન કહી ચુક્યા છે કે અમે પ્લાન્ટને ચલાવવા માટે લાઇસન્સની જરૂરિયાત છે પરંતુ અમે સ્થાનિક લોકોનો વિશ્વાસ પણ જીતવા માંગીએ છીએ. જેથી અમને લાઇસન્સ મળી શકે. જો કે હાલ વાતાવરણ ખુબ જ તણાવપુર્ણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news