હાથમાં દાતરડું લઇને ખેતરમાં પહોંચી ગયા આ રાજ્યના CM, લોકોએ કહ્યું- અમને અમારા ખેડૂતો પર ગર્વ છે

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ રવિવારે ટ્વિટર પર તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલનીસ્વામીનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં મુખ્ય્માંત્રી પોતાના હાથમાં દાતરડું પકડીને ખેતરમાં કામ કરી રહ્યા છે. નાયડૂ પોતાના મૂળિયા ન ભુલવા માટે પલનીસ્વામીની પ્રશંસા કરી છે. 

હાથમાં દાતરડું લઇને ખેતરમાં પહોંચી ગયા આ રાજ્યના CM, લોકોએ કહ્યું- અમને અમારા ખેડૂતો પર ગર્વ છે

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ રવિવારે ટ્વિટર પર તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલનીસ્વામીનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં મુખ્ય્માંત્રી પોતાના હાથમાં દાતરડું પકડીને ખેતરમાં કામ કરી રહ્યા છે. નાયડૂ પોતાના મૂળિયા ન ભુલવા માટે પલનીસ્વામીની પ્રશંસા કરી છે. ઉપરાષ્ટ્રપતિએ કૃષિને ફાયદાકારક બનાવવાની જરૂરીયાત પર ભાર મુકતાં કહ્યું કે ''બધાને કૃષિને ફાયદાકારક અને ટકાઉ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. આ સમયની જરૂરિયાત છે.''  

ઉપરાષ્ટ્રપતિઈ રવિવારે ટ્વિટ કર્યું, ''તમિલનાડુના મુખ્યમંત્રી એડાપડ્ડી કે. પલનીસ્વામીને ખેતરમાં કામ કરતાં જોઇને ખૂબ ખુશી થઇ, જે પોતાના મૂળિયા ભૂલી શક્યા નથી. આ પ્રતિકાત્મક થઇ શકે છે, પરંતુ આ લોકોને પ્રેરિત કરે છે. બધાને કૃષિને લાભદાયક અને ટકાઉ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. આ સમયની જરૂરિયાત છે. ઉપરાષ્ટ્રપતિના ટ્વિટર પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં પલનીસ્વામીએ તેમને કૃષિના વિકાસ અને નીચલા વર્ગના લોકોના ઉત્થાન પર વધુ ધ્યાન આપવાનું આશ્વાસન આપ્યું. 

— Vice President of India (@VPSecretariat) January 19, 2020

પલનીસ્વામીએ કહ્યું કે 'હું ભારતના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વેંકૈયા નાયડૂજીના શબ્દો માટે ખૂબ આભારી અને પ્રોત્સાહિત છું. હું કૃષિના વિકાસ અને નિચલા વર્ગના લોકોના ઉત્થાન માટે વધુ ધ્યાન આપવા માટે આશ્વાસન આપુ છું. પોસ્ટને 14 હજાર રીટ્વિટ કરવામાં આવી અને 67 હજાર લાઇક્સ મળી.

એક યૂઝરે ટિપ્પણી કરી 'દરેક રીતે એક જમીની કાર્યકર્તા, સર. આપણા દેશમાં સૌથી સારા પ્રશાસિત રાજ્યોમાંથી એકના મુખ્યમંત્રીના રૂપમાં પોતાની સાદગી, આકરી મહેનત અને કર્તવ્યનિષ્ઠા સાથે, તેમણે ઇમાનદારી સાથે તમિલનાડુ અને ભારતને ટોચ પર લઇ જવાની પોતાની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી છે. અમારું નેતૃત્વ કરવા માટે તેમના જેવા વધુ લોકોની જરૂર છે.''

એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે 'આ આજના દિવસનું ખાસ ટ્વિટ છે. ધન્યવાદ સર. અમને અમારા ખેડૂતો પર ગર્વ છે. તમિલનાડુના મુખ્યમંત્રી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news