કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના સાથીઓએ કર્યું આ દુષ્ટ કામ, પોલીસે લીધી નિષ્ણાતોની મદદ
Trending Photos
લખનઉ: સૂત્રોના જણાવ્યા અનુસાર સમાચાર છે કે કાનપુર પોલીસ હત્યાકાંડ મામલે તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) અને તેના સાથીઓએ પોલીસના હાથમાં આવતા પહેલા જ પોતાના મોબાઇલનો સંપૂર્ણ ડેટા ડિલીટ કર્યો હતો. હવે યૂપી પોલીસ નિષ્ણાતોની મદદથી તેમનો ડેટા ફરીથી મેળવીને પુરાવા ભેગા કવાનો પ્રયત્ન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કાનપુરના બિકરૂ ગામમાં સીઓ દેવન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસ કર્મચારીઓની હત્યાના આરોપીઓમાંથી કેટલાક લોકોના મોબાઇ હજી સુધી રિકવર થયા નથી. સુત્રોના જણાવ્યા અનુસાર આ લોકોએ તેમના મોબાઇલ તોડી નાખ્યા છે અથવા તો છુપાવી દીધા છે.
તમને જણાવી દઇએ કે, મોબાઇલ મળ્યા છે તેમાં ઘટનાના દિવસની તમામ વોઇસ રેકોર્ડિંગ મળવાની વાત સામે આવી રહી છે. તેમને કેસનો ભાગ બનાવીને ચર્ચા-વિચારણામાં શામેલ કરવામાં આવશે.
વિકાસ દુબેના એન્કાઉન્ટર પહેલાની તપાસમાં પોલીસને વિવિધ આરોપીઓના અનેક મોબાઇલ મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના ફોનમાં કોલ ડિટેઇલ લિસ્ટ, કોન્ટેક્ટ લિસ્ટ, ફોટા વગેરે મળ્યાં નથી. તેના પર તકનીકી રીતે મજબૂત અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે, જે નૈતિક હેકર્સના સંપર્કમાં છે. આ ઉપરાંત આગ્રા અને લખનઉમાં પણ પોલીસ દળ માટે કાર્યરત નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે