38 હજાર ફૂટ ઉંચાઈ પર બાળકનો જન્મ, ડિલીવરી સમયે મહિલાઓએ લીધી હતી ઘેરી

બેંગલુરૂમાં (Bengaluru) ઓટો રિક્ષા ડ્રાઇવર ભૈરો સિંહ તેની પત્ની લલિતા સાથે રાજસ્થાનના (Rajasthan) બ્યાવર શહેરમાં તેમના ગામ જાલી રૂપાવાસ જઈ રહ્યો હતો. લલિતા ગર્ભવતી હતી અને એક મહિનાનો સમય આપતા ડોક્ટરે તેને ફ્લાઇટમાં (Flight) મુસાફરી કરવાની મંજૂરી આપી હતી. પતિ-પત્ની ઈન્ડિગો એરલાઇન્સની (IndiGo Airlines) ફ્લાઇટથી બુધવારે જયપુર (Jaipur) જઈ રહ્યા હતા, ત્યારે લલિતાને રસ્તામાં લેબર પેન (Labor Pain) શરૂ થઈ ગયો હતો. આ સમાચાર સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ (Viral News) થઈ રહ્યા છે.
38 હજાર ફૂટ ઉંચાઈ પર બાળકનો જન્મ, ડિલીવરી સમયે મહિલાઓએ લીધી હતી ઘેરી

નવી દિલ્હી: બેંગલુરૂમાં (Bengaluru) ઓટો રિક્ષા ડ્રાઇવર ભૈરો સિંહ તેની પત્ની લલિતા સાથે રાજસ્થાનના (Rajasthan) બ્યાવર શહેરમાં તેમના ગામ જાલી રૂપાવાસ જઈ રહ્યો હતો. લલિતા ગર્ભવતી હતી અને એક મહિનાનો સમય આપતા ડોક્ટરે તેને ફ્લાઇટમાં (Flight) મુસાફરી કરવાની મંજૂરી આપી હતી. પતિ-પત્ની ઈન્ડિગો એરલાઇન્સની (IndiGo Airlines) ફ્લાઇટથી બુધવારે જયપુર (Jaipur) જઈ રહ્યા હતા, ત્યારે લલિતાને રસ્તામાં લેબર પેન (Labor Pain) શરૂ થઈ ગયો હતો. આ સમાચાર સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ (Viral News) થઈ રહ્યા છે.

ફ્લાઇટમાં સાંભળાઈ ખુશીઓની ગુંજ
લલિતાને લેબર પેન (Labor Pain) શરૂ થતાં જ ક્રૂ મેમ્બર્સને (Crew Members) એલર્ટ કરી દેવાયા હતા. બેંગાલુરુથી જયપુર આવતી ફ્લાઇટમાં (Bengaluru To Jaipur Flight) એક મહિલા ડોક્ટર મુસાફર હતી, જેની મદદથી લલિતાની ડિલિવરી કરવામાં આવી હતી. તે સમયે ફ્લાઇટ 38000 ફૂટની ઉંચાઇએ હતી.

આ પણ વાંચો:- પરમબીરનો મોટો આરોપ- 'ગૃહમંત્રી દેશમુખે સચિન વઝેને 100 કરોડની વસૂલીનો આપ્યો હતો ટાર્ગેટ'

જયપુરમાં બદલાઈ ગઈ મુસાફરોની સંખ્યા
બેંગલુરુ એરપોર્ટથી (Bengaluru Airport) ઉડતી વખતે ફ્લાઇટમાં (Flight) 116 મુસાફરો હતા. જયપુર એરપોર્ટના (Jaipur Airport) આગમન પહેલા, બાળકના જન્મથી મુસાફરોની સંખ્યા વધીને 117 થઈ ગઈ હતી. ડિલિવરી પછી ફ્લાઇટમાં (IndiGo Flight Delivery) ખુશીની લહેર જોવા મળી હતી અને એરલાઇન્સે (Airlines) પોતાનું નિવેદન જારી કરીને આ સારા સમાચારની જાણ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news