ગુજરાતના વિકાસને વેગ! ફરી ચમકશે ધોલેરા અને સાણંદની કિસ્મત, મળશે મોટી ભેટ

India's Techade: પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતને વધુ એક મોટી ભેટ આપવામાં જઈ રહ્યાં છે. ઔદ્યોગિક ક્ષેત્રને આ મિશનથી બનાવવામાં આવશે વેગવંતુ. 

ગુજરાતના વિકાસને વેગ! ફરી ચમકશે ધોલેરા અને સાણંદની કિસ્મત, મળશે મોટી ભેટ

India's Techade: લોકસભાની ચૂંટણીઓ પહેલાં પ્રધાનમંત્રી મોદી વિકાસના તમામ કામોને ફટાફટ પુરા કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત પર તેમને હેત વિશેષરૂપથી હંમેશા ઝળકતો રહે છે. એજ કારણ છેકે, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે ટેકનોલોજીની વાત તેઓ હંમેશા ગુજરાતના વિકાસ મોડલ પર વધારે ભાર મુકતા આવ્યાં છે. એ યાદીમાં આજે વધુ એક યશ કલગી ઉમેરાઈ. ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ સુવિધાઓ ગુજરાતના ધોલેરા, સાણંદ અને આસામના મોરીગાંવમાં સ્થાપિત કરવામાં આવશે. ધોલેરા અને સાણંદમાં આજે સેમી સેમિકન્ડક્ટર પ્લાન્ટનું આજે પીએમ મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. PM મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને આ વિધિ સંપન્ન કરી.

 

— BJP (@BJP4India) March 12, 2024

 

પ્રધાનમંત્રી મોદી આજે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ઇન્ડિયાઝ ટેકેડ: ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન આશરે 1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ સુવિધાઓ ગુજરાતના ધોલેરા, સાણંદ અને આસામના મોરીગાંવમાં સ્થાપિત કરવામાં આવ્યાં. આ પ્રસંગે તેઓ દેશભરના યુવાનોને પણ સંબોધિત કર્યા. કેન્દ્રીય યુનિવર્સિટીઓ, IITs, NITs, IIMs, IISERs, IISc અને અન્ય ટોચની સંસ્થાઓ સહિત 1814 સંસ્થાઓના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લેશે ભાગઃ
કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ ભાગ લેશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે સેમિકન્ડક્ટર્સનું મુખ્ય કેન્દ્ર બનવાના ભારતના પ્રયાસોમાં આ એક ખાસ દિવસ હશે. આ કાર્યક્રમમાં 60,000 થી વધુ સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે. પીએમએ યુવાનોને કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે પીએમ મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંચિત વર્ગના ઉદ્યોગસાહસિકોને લોન સહાય માટે આઉટરીચ પ્રોગ્રામમાં પણ ભાગ લેશે.

— Narendra Modi (@narendramodi) March 12, 2024

 

એક લાખ ઉદ્યોગ સાહસિકોને મળશે લોન સહાયની મંજૂરીઃ
તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. તેઓ વડાપ્રધાન સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ (PM-SURAJ) રાષ્ટ્રીય પોર્ટલની પણ શરૂઆત કરશે અને દેશના વંચિત વર્ગોના એક લાખ ઉદ્યોગ સાહસિકોને લોન સહાયની મંજૂરી આપશે. વડાપ્રધાન નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (નમસ્તે) હેઠળ સફાઇ મિત્રો (ગટર અને સેપ્ટિક ટાંકી કામદારો)ને આયુષ્માન હેલ્થ કાર્ડ અને PPE કીટનું પણ વિતરણ કરશે.

શું છે પ્રોજેક્ટનું મહત્ત્વઃ
આ પ્રોજેક્ટ સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમને મજબૂત કરશે. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર પ્રદાન કરશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતને અગ્રેસર બનાવવા માટે સેમિકન્ડક્ટર સુવિધાઓ બનાવવા માટે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની સ્થાપના કરી છે. આ પહેલથી દેશના યુવાનો માટે રોજગારીની તકો વધવાની અપેક્ષા છે.    

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news