Viral Video: 'છોરી પટાતા હૈ' નો આ રીમિક્સ વીડિયો જોયો? 'રસોડે મે કૌન થા' ને પણ ભૂલી જશો

Viral Video: સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય તેનો અંદાજો લગાવવ મુશ્કેલ છે. અનેક વીડિયો એટલા જાણીતા થઈ ગયા છે કે તેમને વારંવાર જોવાનું મન થઈ જાય. હવે આવો જ એક વીડિયો સામે આવ્યો છે જે પોસ્ટ થતા જ વાયરલ થવા લાગ્યો છે.

Viral Video: 'છોરી પટાતા હૈ' નો આ રીમિક્સ વીડિયો જોયો? 'રસોડે મે કૌન થા' ને પણ ભૂલી જશો

Viral Video: સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય તેનો અંદાજો લગાવવ મુશ્કેલ છે. અનેક વીડિયો એટલા જાણીતા થઈ ગયા છે કે તેમને વારંવાર જોવાનું મન થઈ જાય. હવે આવો જ એક વીડિયો સામે આવ્યો છે જે પોસ્ટ થતા જ વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયો એક વ્યક્તિ દ્વારા બોલાયેલા ડાઈલોગનો છે જેને રીમિક્સ કરવામાં આવ્યો છે. પાવરી હો રહી હૈ અને રસોડે મે કૌન થા ના વીડિયો તો તમે જોયા જ હશે. જેને યશરાજ મુખાતેએ રીમિક્સ કર્યા હતા. હવે યુટ્યૂબર મયુર જુમાનીએ પણ એક વ્યક્તિ દ્વારા વિદ્યાર્થીઓ વિશે બોલવામાં આવેલી લાઈનોને રીમિક્સ કરી છે. 

યુટ્યૂબર મયુર જુમાનીએ બનાવ્યો રીમિક્સ વીડિયો
યુટ્યૂબર મયુર જૂમાની દ્વારા રીમિક્સ કરાયેલા વીડિયોની લાઈન 'છોરી પટાતા હૈ' છે. વીડિયો યુટ્યૂબ પર અપલોડ થતા જ 60 લાખ વાર જોવાઈ ચૂક્યો છે. વીડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સના ધડાધડ કમેન્ટ્સ પણ આવવા લાગ્યા છે. વીડિયોમાં જોવા મળી રહેલો વ્યક્તિ બિહારના પૂર્ણિયા જિલ્લાનો છે. એક ઈન્ટરવ્યુમાં તે વિદ્યાર્થીઓ વિશે થોડી ફરિયાદ કરતો જણાય છે. આ વીડિયો એ સમયનો હોવાનું કહેવાય છે કે જ્યારે દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગ્યું હતું. 

જુઓ મજેદાર વીડિયો....

'છોરી પટાતા હૈ' વીડિયો ચર્ચામાં
મયુર જુમાનીએ વ્યક્તિ દ્વારા બોલાયેલા ડાઈલોગ 'ખાલી છોરી પટાતા હૈ' પર ફોકસ કર્યું છે અને તેને રીમિક્સ કર્યું છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મયુર જુમાની મ્યૂઝિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ સાથે ડાન્સ અને મસ્તી કરતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ ખુબ રિએક્શન આપી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news