આખરે શું રંધાઈ રહ્યું છે? Shah Rukh Khan ની સાથે હોસ્પિટલમાં નજરે પડી 'બબીતાજી'

'તારક મહેતા' ના ફેન પેજ પર વાયરલ થઈ રહેલો આ વીડિયોમાં શાહરૂખ ખાન હોસ્પિટલના બેડ પર સૂતેલા જોવા મળી રહ્યા છે અને તેની પાસે મુનમુન દત્તા નર્સના ગેટઅપમાં નજરે પડી રહી છે. મુનમુન પેશેન્ટ તરીકે શાહરૂખ ખાનને પોતાની સામે જોઈને ખુબ જ ખુશ જોવા મળી રહી છે.

 આખરે શું રંધાઈ રહ્યું છે? Shah Rukh Khan ની સાથે હોસ્પિટલમાં નજરે પડી 'બબીતાજી'

નવી દિલ્હી: ટીવી જગતનો મશહૂર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં કામ કરી રહેલા કલાકારો હવે લોકોના મનમાં ઘર કરી ગયા છે. લોકો દરેકે દરેક પાત્રને પસંદ કરે છે, જ્યારે કહાનીઓની વાત આવે છે, ત્યારે આપણે બબીતા ​​જી અને જેઠાલાલની અધૂરી પ્રેમ કહાનીને કેવી રીતે ભૂલી શકીએ. પરંતુ હાલના દિવસોમાં બબીતા ​​જીનો અન્ય વ્યક્તિ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

શાહરૂખની સાથે મુનમુન
'તારક મહેતા' ના ફેન પેજ પર વાયરલ થઈ રહેલો આ વીડિયોમાં શાહરૂખ ખાન હોસ્પિટલના બેડ પર સૂતેલા જોવા મળી રહ્યા છે અને તેની પાસે મુનમુન દત્તા નર્સના ગેટઅપમાં નજરે પડી રહી છે. મુનમુન પેશેન્ટ તરીકે શાહરૂખ ખાનને પોતાની સામે જોઈને ખુબ જ ખુશ જોવા મળી રહી છે. મુનમુનના ચહેરા પરની હસી સ્પષ્ટ બતાવે છે કે તે શાહરૂખની સાથે કામ કરીને કેટલી ખુશ છે.

No description available.

એડમાં કર્યું હતું સાથે કામ
જોકે, આ એક પેનની જૂની એડ છે અને બન્ને કલાકારોએ સાથે કામ કર્યું હતું. આ એડમાં શાહરૂખ ખાને એક દર્દીની ભૂમિકા ભજવી હતી અને મુનમુન એક નર્સ બની હતી. પગનું હાડકું તૂટવાના કારણે શાહરૂખ ખાન એક બેડ પર સૂતેલા છે. કિંગ ખાનના પગ પર રહેલા પ્લાસ્ટર પર મુનમુન એક પેનથી સાઈન કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને 'એડ દેખો' નામની એક યૂટ્યૂબ ચેનલે શેર કર્યો છે.

શો મચાવી રહ્યો છે ધમાલ
છેલ્લા 13 વર્ષથી ચાલી રહેલા આ શોની પોપુલેરિટી સમયની સાથે વધતી જઈ રહી છે. આ શો ઓરમેક્સ મીડિયાની પાવર રેટિંગમાં હંમેશાં ટોપ3માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news