ભાજપના ધારાસભ્ય બલરામ નથવાણી કોરોનાની ચપેટમાં

ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બાદ હવે નરોડાના ધારાસભ્ય બલરામ નથવાણી પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આજે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

Updated By: Jun 1, 2020, 03:37 PM IST
ભાજપના ધારાસભ્ય બલરામ નથવાણી કોરોનાની ચપેટમાં

મૌલિક ધામેચા, અમદાવાદ: ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બાદ હવે નરોડાના ધારાસભ્ય બલરામ નથવાણી પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આજે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રવક્તા ડો.અમિત નાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે રવિવારે રાજ્યમાં નવા 438 પોઝિટિવ કેસ સામે આવ્યા  છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 16794 પર પહોંચી ગયો છે. તો રાજ્યમાં ૩૧ લોકોના મૃત્યુ થયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં 20 લોકોના થયા છે. આમ, ગુજરાતમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1038 પર પહોંચ્યો છે. તો સૌથી વધુ 689 દર્દીઓ સારવાર લઇને રિકવર થયા છે. તો કુલ રિકવરનો આંકડો 9919 થયો છે.  

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube