Video : ટ્રેનમાં ટોઇલેટના પાણીથી બને છે ચા !
જો તમે ટ્રેનથી પ્રવાસ કરતા હો તો પ્રવાસ દરમિયાન ચાનો આનંદ ચોક્કસ માણ્યો હશે
Trending Photos
નવી દિલ્હી : જો તમે ટ્રેનથી પ્રવાસ કરતા હો તો પ્રવાસ દરમિયાન ચાનો આનંદ ચોક્કસ માણ્યો હશે. ચા સારી હોય એ માટે તમે કદાચ એને યુનિફોર્મધારી વેન્ડ઼ર પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખતા હશો. જોકે હાલમાં એક એવો વીડિયો વાઇરલ બન્યો છે જેમાં વેન્ડરને ટ્રેનના ટોઇલેટમાંથી પાણી લઈને ચા બનાવતો દેખાડવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત ટ્રોલ થયો છે.
સોશિયલ મીડિયામાં કેટલાક દિવસથી વાઇરલ બનેલા આ વીડિયોમાં એક વેન્ડર ચા કે કોફીના ડબ્બા સાથે ટ્રેના ટોઇલેટમાંથી બહાર નીકળે છે અને સ્પષ્ટ ખબર પડે છે કે ડબ્બામાં ટોઇલેટનું પાણી મિક્સ કરવામાં આ્વ્યું છે. વેન્ડરની આ હરકતને કોઈએ કેમેરામાં શૂટ કરીને સોશિયલ મીડિયામાં પર શેયર કરી છે અને આ વીડિયો જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે. આ પહેલાં પણ ટ્રેનમાં ભોજનને લગતી અનેકવાર ફરિયાદ થઈ છે. આ વીડિયો વાઇરલ થયા પછી કરાયેલી સ્પષ્ટતા પ્રમાણે આ વીડિયો ગયા ડિસેમ્બર મહિનામાં સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર ચેન્નાઈ સેન્ટ્રલ-હૈદરાબાદ ચાર મિનાર એક્સપ્રેસમાં શૂટ કરવામાં આ્વ્યો છે.
આ મામલામાં રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ માહિતી આપી છે કે તપાસ પછી સિકંદરાબાદ તેમજ કાજીપેટ વચ્ચેના અંતરમાં કામ કરતા ટ્રેન સાઇડ વેન્ડિંગ કોન્ટ્રાક્ટર પી. શિવપ્રસાદ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ 1 લાખ રૂ.નો દંડ ફટકારવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે