અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં વચેટિયાનો ઘટસ્ફોટ: APનો અર્થ અહેમદ પટેલ FAM નો અર્થ ફેમિલી

અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ મુદ્દે વચેટિયાની ભુમિકા નિભાવનારા ક્રિશ્ચિયન મિશેલનાં હવાલાથી ઇડીએ પટિલાયા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં વચેટિયાનો ઘટસ્ફોટ: APનો અર્થ અહેમદ પટેલ FAM નો અર્થ ફેમિલી

નવી દિલ્હી : અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ મુદ્દે વચેટિયાની ભુમિકા નિભાવનારા ક્રિશ્ચિયન મિશેલનાં હવાલાથી ઇડીએ પટિયાલા હાઉસકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં ઇડીએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. ઇડીની ચાર્જશીટમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નામ છે અને ચાર્જશીટમાં અહેમદ પટેલ અને ફેમિલીનો પણ ઉલ્લેખ છે. ઇડીએ પોતાની ચાર્જશીટમાં કહ્યું કે, પુછપરછમાં ક્રિશ્ચિયન મિશેલે AP નો અર્થ અહેમદ પટેલ અને FAM નો અર્થ ફેમિલી હોવાનું જણાવ્યું હતું. 

મિશેલે પત્રમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર દબાણની વાત કરી છે. ઇડીએ કહ્યું કે, મિશેલે પત્રમાં ઉલ્લેખ કર્યો કે વડાપ્રધાન મનમોહન સિંહ પર મોટા નેતાઓનું દબાણ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મિશેલની સીબીઆઇ બાદ ઇડી પુછપરછ કરી રહી છે. મિશેલ પર આરોપ છે કે તેણે પોતાનાં બે સાથીઓ સાથે મળીને આ ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું. મિશેલની સાતે આ મુદ્દે તત્કાલીન વાયુસેના પ્રમુખ એસપી ત્યાગી અને તેનાં પરિવારનાં સભ્યો પણ સંડોવાયેલા રહ્યા છે. 

આ અગાઉ ઇડીને તપાસમાં માહિતી મળી હતી કે મિશેલ પોતાની દુબઇની કંપની ગ્બોલબ સર્વિસિઝનાં માધ્યમથી દિલ્હીની એક કંપનીનો સમાવેશ કરીને અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી લાંચ લીધી. આરોપ છે કે અગસ્તા વેસ્ટલેન્ડે ડીલ ફાઇનલ કરાવવા માટે ક્રિશ્ચિયનને આશરે 350 કરોડ રૂપિયા સોંપ્યા હતા. જે ભારતીય રાજનેતાઓ, એરફોર્સનાં અધિકારીઓ અને અન્ય અધિકારીઓને ચુકવવાનાં હતા. 

ક્રિશ્ચિયને લાંચની રકમ ટ્રાન્સફર કરવા માટે બે કંપનીઓ ગ્લોબલ સર્વિસ એફજેડઇ, દુબઇ અને ગ્લોબલ ટ્રેડ એન્ડ કોમર્સ સર્વિસ, લંડનનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મિશેલને ગત્ત વર્ષે 22 ડિસેમ્બરે દુબઇથી પ્રત્યાર્પણની સંધી હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ઇડીએ 5 જાન્યુઆરીએ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ગોટાળા મુદ્દે પુછપરછ માટે મિશેલને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. 

મિશેલ ઇડી અને સીબીઆઇમાં પુછપરછ માટે મિશેલને ઇડી અને સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો હતો. અગસ્તા વેસ્ટલેન્ડ ગોટાળાનાં ત્રણ આરોપીઓ પૈકી એ એક છે, તેના ઉપરાંત આ સોદામાંથી બે અન્ય વચેટિયાઓ ગુઇદો હાશ્કે અને કાર્લો ગેરેસા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news