ahmed patel

કોંગ્રેસના નેતા અહેમદ પટેલને કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી હજી આજે જ 101 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી મુક્ત થયા છે. ત્યાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલ (Ahmed patel) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. સાથે જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ થવાની સલાહ પણ આપી છે. 

Oct 1, 2020, 04:09 PM IST

સ્ટર્લિંગ બાયોટેક કેસમાં 29 કલાક અહેમદ પટેલની પૂછપરછ, EDએ 128 સવાલ પૂછ્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતથી રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની EDએ સ્ટર્લિંગ બાયોટેક બેન્ક ફ્રોડ કેસમાં ત્રણ દિવસોમાં પટેલને 128 સવાલો પૂછ્યા. EDની ત્રણ સભ્યોવાળી ટિમે ગુરુવારે અહેમદ પટેલની 11 કલાક પૂછપરછ કરી તો તે પહેલાં મંગળવારે પણ 10 કલાક પૂછપરછ કરી હતી. તો શનિવારે 8 કલાક પૂછપરછ કરી હતી.

Jul 3, 2020, 04:44 PM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી ED, આ મામલે કરી રહી છે પૂછપરછ

સંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલી  ED કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના ઘરે પહોંચી ગઇ છે.  ED અહમદ પટેલ સાથે પૂછપરછ કરી રહી છે અને તેમના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. 

Jun 27, 2020, 02:47 PM IST

ટેસ્ટના ખોટા આંકડા છુપાવવાનું બંધ કરો, છેલ્લા 15 દિવસમાં કેટલા ટેસ્ટ કર્યા? અહેમદ પટેલનો CMને સવાલ

ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલના ટ્વિટથી ગુજરાતમાં લોકડાઉન વચ્ચે પણ રાજકારણ ગરમાયુ છે અહેમદ પટેલે ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો થતો હોવાનો આક્ષેપ કરી ગ્રાફ સાથેનુ ટ્વિટ કર્યુ હતુ, જેની સામે રાજ્યના મુખ્યમંત્રીએ પણ રાજ્યમાં કેટલા ટેસ્ટ થયા તે અંગેનું ટ્વિટ કરીને જવાબ આપ્યો છે. આમ, ટ્વિટર પર અહેમદ પટેલ અને વિજય રૂપાણી વચ્ચે સવાલબાજી શરૂ થઈ ગઈ છે. 

May 16, 2020, 07:31 PM IST
Ahmed Patel statement on LRD CAA and NRC watch video zee 24 kalak PT2M13S

અહેમદ પટેલે CAA, NRC અને LRD મુદ્દે આપ્યું નિવેદન

ભરૂચની મુનશી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા,અહેમદ પટેલે મીડિયા સાથે ની મુલાકાતમાં LRD, CAA અને NRC મુદ્દે નિવેદન આપ્યું હતું.

Jan 19, 2020, 11:20 PM IST

VIDEO: ભાજપે કોંગ્રેસને ચેલેન્જ ફેંકી છે, તેને હવે હરાવવો જરૂરી છે-અહેમદ પટેલનો હુંકાર

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોર્સટ્રેડિંગથી બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી રહી છે. આ કડીમાં જ મુંબઈમાં મોરચો સંભાળી રહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલે કોંગ્રેસ ધારાસભ્યોને સમજાવતા કહ્યું કે આ કોંગ્રેસના સન્માનની લડાઈ છે. આપણે બધાએ મળીને ભાજપને હરાવવાનો છે. 

Nov 24, 2019, 03:31 PM IST

મહારાષ્ટ્રમાં બંધારણનો મજાક ઉડાવાનો પ્રયાસ કરાયો છેઃ અહેમદ પટેલ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવાનો નિર્ણય લેવા માટે એનસીપી અને કોંગ્રેસની મોડી સાંજે બેઠક મળી હતી. ત્યાર પછી બંને પક્ષોની સંયુક્ત પત્રકાર પરિષદમાં કહેવાયું કે, શિવસેનાએ ટેકો મેળવવા માટે તેમનો 11 નવેમ્બરના રોજ સંપર્ક કર્યો હતો.

Nov 12, 2019, 07:49 PM IST
Congress Leader Ahmed Patel Visits Gujarat, Slams Govt. Over Article 370 PT2M43S

કોંગ્રેસ નેતા અહમદ પટેલે સરકારના નિર્ણયો પર કરી આકરી ટીકા , જુઓ ખાસ વાતચીત

કોંગ્રેસ નેતા અહમદ પટેલ ગુજરાતની મુલાકાતે છે. ZEE 24 કલાક સાથે અહમદ પટેલે વાતચીત કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે આર્ટિકલ 370 હટાવવા જે રસ્તો અપનાવ્યો છે તે યોગ્ય નથી. કેન્દ્ર સરકારને સંસદને વિશ્વાસમાં લેવામી જરૂર હતી. દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. અર્થતંત્ર પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. બેરોજગારી વધી રહી છે. લોકોની ભાવનાઓનું શોષણ થઈ રહ્યું છે.પ્રજા કેન્દ્ર સરકારથી ત્રાહિમામ પોકારી ગઈ છે..

Sep 1, 2019, 09:00 PM IST

અહેમદ પટેલના પુત્રને EDએ મોકલ્યું સમન્સ, 14,500 કરોડના કૌભાંડમાં થશે પુછપરછ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીના નજીકના રહેલા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. ફેસલની સ્ટર્લિંગ બાયોટેક કેસમાં પુછપરછ કરવામાં આવશે 
 

Aug 28, 2019, 10:36 PM IST
ED Summons Ahmed Patel's Son Faisal Patel Regarding Vadodra Biotech Sterling Case PT2M20S

EDએ અહેમદ પટેલના પુત્રને વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક કંપનીના કેસ મામલે પાઠવ્યું સમન્સ

EDએ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક કંપની કેસ મામલે પાઠવ્યું સમન્સ

Aug 28, 2019, 07:55 PM IST

સાંડેસરા બેંક કૌભાંડઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના જમાઈની EDએ કરી પુછપરછ

ઈડીની તપાસમાં જાણવા મલ્યું છે કે, સાંડેસરા ગ્રુપે ભારતીય બેન્કોની ઓવરસીઝ બ્રાન્ચો પાસેથી પણ લગભગ 9000 કરોડની લોન લીધેલી છે 
 

Jul 30, 2019, 11:36 PM IST
Today Ahmed Patel Absent In High Court PT2M1S

રાજ્યસભાની ચૂંટણી અંગે આજે વધુ સુનાવણી, અહેમદ પટેલ હાજર નહી રહે

અહેમદ પટેલ કરેલી અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે. ઇલેક્શન પિટિશનની કોપીઓ જે અહેમદ પટેલને મળી તે ઓરિજિનલ છે કે ખોટી તેની એફએસએલમાં તપાસ કરવાની કરી પ્રથમ અરજી, બળવંત સિંહના લિસ્ટમાંથી અમિત શાહ, તેમજ સ્મૃતિ ઇરાણીનું નામ બાકાત કરવા માટેની પણ બીજી અરજી કરી હતી.

Jun 26, 2019, 12:05 PM IST
Re-Hearing Of Ahmed Patel Regarding Rajya Sabha Election Dispute PT2M43S

અહમદ પટેલની વધુ ઉલટ તપાસ અંગે આજે હાથ ધરાશે સુનાવણી

શુક્રવારે કોર્ટનો સમય પૂર્ણ થતાં અહમદ પટેલની ઉલટ તપાસ અધૂરી રહી હતી. રાજ્યસભા ચૂંટણી વિવાદ મામલે શુક્રવારે અહમદ પટેલ હાઈકોર્ટમાં નિવેદન આપવા પહોંચ્યા હતા.

Jun 24, 2019, 01:20 PM IST

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ઓબીસી કે આદિવાસી ચહેરાને તક આપે તેવી શક્યતા

રાજ્યસભાની ચૂંટણી ને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. સમગ્ર મામલો એકતરફ કાયદાકીય લડતમાં છે તો બીજી તરફ બંને પક્ષોએ ઉમેદવારોને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ તરફથી એક સ્થાનિક અને એક રાષ્ટ્રીય ચહેરાને ઉતારવા તૈયારી કરી છે તો કોંગ્રેસ પણ 2 સ્થાનિક ચહેરાઓને ઉતારશે.

Jun 23, 2019, 11:19 PM IST

રાજયસભા ચૂંટણી કેસઃ હાઈકોર્ટમાં અહેમદ પટેલની ન્યાયાધિશ સામે કરાઈ પુછપરછ

અહેમદ પટેલના વકીલ તરીકે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે હાઈકોર્ટમાં ઉપસ્થિત રહી દલીલો કરી, ચાલુ સુનાવણીમાં પી. ચિદમ્બરમનો ફોન રણકી ઉઠતાં તેમણે તાત્કાલિક નામદાર હાઈકોર્ટની માફી માગી, હાઈકોર્ટે પણ પ્રથમ ભૂલ ગણીને માફી આપી.  
 

Jun 20, 2019, 10:10 PM IST
High Court to Give Hearing again on Ahmed Patel's Case PT3M41S

અહમદ પટેલની જીતને પડકારતી અરજી પર ફરી થશે HCમાં સુનાવણી, જુઓ શું છે સમગ્ર મામલો

બળવંત સિંહની અરજી પર અહમદ પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. વકીલ તરીકે પી.ચિદમ્બરમ અને શક્તિસિંહ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ કોર્ટમાં હાજર રહ્યા.

Jun 20, 2019, 06:15 PM IST
High Court to Give Hearing on Ahmed Patel's Case PT7M45S

અહમદ પટેલની જીતને પડકારતી અરજી પર HCમાં સુનાવણી, જુઓ શું છે સમગ્ર મામલો

બળવંત સિંહની અરજી પર અહમદ પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. વકીલ તરીકે પી.ચિદમ્બરમ અને શક્તિસિંહ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ કોર્ટમાં હાજર રહ્યા.

Jun 20, 2019, 04:25 PM IST
Gujarat HC summons Ahmed Patel on June 20 PT2M13S

અહેમદ પટેલની જીતને પડકારતી અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી

અહેમદ પટેલને જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂતની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે. રાજ્યસભાના સાંસદ આજે કોર્ટમાં હાજર રહેશે. ગત સુનવણીમાં ખરાબ તબિયતનો હવાલો આપીને હાજર રહ્યા ન હતા.

Jun 20, 2019, 10:30 AM IST