પટના: નાલંદા મેડિકલ કોલેજના ICUમાં ઘુસ્યું પાણી, બેડ પર દર્દી નીચે માછલીઓ
પટનાના બીજી સૌથી મોટી સરકારી હોસ્પિટલ નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દર્દીઓની હોસ્પિટલમાં ખતરો છે, ભારે વરસાદના કારણે હોસ્પિટલના વોર્ડથી માંડીને આઇસીયું સુધી પાણી ઘુસી ગયું છે
Trending Photos
પટના : બિહારની નાલંદા મેડિકલ કોલેજથી ડરામણી તસ્વીર સામે આવી છે. અહીં હોસ્પિટલની આઇસીયુમાં વરસાદનું ગંદુ પાણી ઘુસી ગયું છે. એવામાં હોસ્પિટલમાં સારવાર કરી રહેલા દર્દીઓને હોસ્પિટલથી ડર લાગવા લાગ્યો છે. ગેરવ્યવસ્થા માટે પ્રખ્યાત પટનાની આ હોસ્પિટલ 100 એકરમાં ફેલાયેલ છે અને તેમાં 750 બેડ છે. એક તરફ જ્યાં વરસાદથી અડધો દેશ પરેશાન છે, બીજી તરફ નાલંદા મેડિકલ કોલેજની તસ્વીરો પરેશાન કરનારી છે. પટનાના બીજા સૌથી મોટી સરકાર હોસ્પિટલ નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પાણીમાં બધુ જ તરી રહ્યું છે અને દર્દીઓ બેડ પર સુતેલા છે. એટલું જ નહીપાણીમાં માછલીઓ તરી રહી છે. એવામાં દર્દીઓને હોસ્પિટલમાં ખતરો હોવાનું લાગી રહ્યું છે.
હોસ્પિટલમાં બેડ અને સ્ટ્રેચર પર દર્દીઓ સુતેલા છે અને નીચે ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે. ડોક્ટર આ પાણી વચ્ચે દર્દીઓની સારવાર કરવા માટે મજબુર છે. આઇસીયુમાં પણ પાણી ભરાયેલું છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆઇસીયુમાં તે જ દર્દીઓ આવે છે જેમની સ્થિતી ખુબ જ ગંભીર હોય છે. એવામાં સવાલ ઉઠે છે કે બિમાર દર્દીઓ સ્વસ્થય કઇ રીતે થઇ શકે છે. દર્દીઓની સાથે આવેલા પરિવારજનોએ પાણી વચ્ચે ઉભા ઉભા રાત પસાર કરી અને ભુખ્યા રહીને સવાર થવાની રાહ જોઇ રહ્યા છે. જો કે સવાર થયા બાદ પણ પાણી હોસ્પિટલના વોર્ડની બહાર નથી કાઢવામાં આવ્યું.
ભારે વરસાદના કારણે હોસ્પિટલના વોર્ડથી માંડીને આઇસીયુ સુધી પાણી ઘુસી ગયું છે. બિહારની આ સરકારી હોસ્પિટલમાં રોજિંદા હજારો દર્દીઓ આવે છે જેથી તેની સારવાર થઇ શકે પરંતુ આ હોસ્પિટલને પોતે વરસાદમાં બિમાર જોવા મળી રહ્યા છે.
#WATCH: Fish seen in the water logged inside the Intensive Care Unit (ICU) of Nalanda Medical College Hospital (NMCH) in Patna following heavy rainfall in the city. #Bihar pic.twitter.com/oRCnr6f0UJ
— ANI (@ANI) July 29, 2018
કોણ છે જવાબદાર ?
હોસ્પિટલની પરિસ્થિતી જોઇને ઘણા સવાલ ઉઠે છે. પાણીમાં તરી રહેલી હોસ્પિટલ માટે કોણ જવાબદાર છે. શું મુખ્યમંત્રી નીતીશ કુમારની સિસ્ટમ પણ આ પાણીમાં ડુબી ચુકી છે. શું તેમનું સુશાસન આ પાણીમાં સમાઇ ચુક્યું છે ? આખરે આ દર્દીઓ પર રહેલા ખતરા માટે જવાબદાર કોણ છે ? આ ગરીબ લાચાર દર્દીઓનો શું વાંક છે ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે